________________
લાયમેનની પ્રસ્તાવના
X1 બારેક લેખકનો હાથ છે. અને એ ગાથાઓમાં પ્રબળ અને સરસ છાપ પાડે એવી રીતે એટલે કે શુદ્ધ સ્પષ્ટ અર્થભરી રીતે ગૃહજીવન આંકવામાં આવ્યાં છે. તેમાં શબ્દો કે રચના બદલીને, થાગ્રંથની પેઠે, અર્વાચીન સ્વરૂપ આપવામાં આવ્યું નથી, સુભાગ્યે એ વગરફેરફારે જળવાઈ રહી છે; અને દશકાઓ પૂર્વે આલ્શષ્ટ વેબરે પિતાની પ્રબળ શક્તિ એના ઉપર જેમ અજમાવી હતી તેમ બીજા કોઈ પંડિતે પાછું એ કામ હાથમાં લેવું જોઈએ છે. આ ૭૦૦ ગાથાઓના ભાગ્ય ઉપરથી આપણે નિર્ણય કરી શકીએ તો એમ પણ ખુશીથી કહી શકીએ કે આપણી કથા તેમજ બૃહત્કથા પણ મૂળ સ્વરૂપે સચવાઈ રહી હોત. કારણ કે નવા સંસ્કારથી વસ્તુ તે સચવાઈ રહ્યું, પણ એ રૂપ બદલાવાને કારણે જ વસ્તુનું પુરાણું સ્વરૂપ પુરી રીતે દબાઈ ગયું.
આ કથાની સાથે “કામનીત' નામની ગેલેરૂપની દૈઈચ-ભારત (અથવા એમ કહીએ કે ભારત-જર્મન) કથા સરખાવતાં ઈચ (જર્મને પિતાને જર્મન નહિ પણ દૈઈ કહે છે અને ડેન, દઇચ, શ્વાસ, લાન્સ ને વશ વગેરે પ્રજાઓ જર્મન કુળની છે તેથી જર્મન કહેતાં એ બધી પ્રજેઓનો સમાવેશ કરે છે) વાચકને બહુ રસ પડશે. એ બંનેમાં આ ત્રણ ઘટનાઓ આવે છેઃ
પ્રથમ તે, નાયિકા પિતાની શક્તિથી આગળ આવે છે, ભારતની નાયિકા આશ્ચર્યજનક કુલપરીક્ષાથી અને ગેલેરૂપની નાયિકા દડે રમવાની કળાની અદ્દભુત કુશળતાથી.
બીજું, નાયકનાયિકાને પાછલો ભવ સાંભરી આવે છે અને તે બંને કથાઓમાં જુદી જુદી રીતે; ભારતના નાયકનાયિકાને આ ભવમાં અને, ગેલેરૂપનાંને પેલા ભવમાં,
ત્રીજું, કેવળ જુદી પડતી પણ લૂટારાની વાત બંનેમાં આવે છે, ભારતની કથામાં બંનેને લૂટે છે, ત્યારે ગેલેરૂપનીમાં માત્ર નાયકને જ લૂટે છે.
આવી બાબતની વધારે સરખામણી મારે કરવી જોઈતી નથી. મારા કરતાં આપણા સાહિત્ય-ઈતિહાસનું પડિત ભારતની અને ભારતમાંથી ઉત્પન્ન થયેલી ભાવનાઓને માગે ઉતરે અને એ બેની સરખામણી કરીને કિસ્મત અંકે તો સારું.
તેમજ આ કથાની પ્રધાન ભાવના રૂપ મહાવીરના ધર્મ ઉપર પણ અહીં કંઈ બોલવા ઈચ્છતો નથી, કારણ કે જેને એ સંબંધે કંઈ વધારે જાણવાની ઇચ્છા હોય તે “ બુદ્ધ અને મહાવીર” નામની મારી ચોપડીમાંથી વાંચી લેશે. આ કથાની સાથે એ ચોપડી પણ તે જ ગ્રંથપ્રકાશકે પ્રકટ કરી છે.
જે હસ્તલિખિત પ્રતિ ઉપરથી આ અનુવાદ કરવામાં આવ્યા છેતે પ્રતિ બનવાળા મારા સુમિત્ર ફેસર હરમાન યાકેબીએ મને પહેલીવારકી ૧૯૨૦ના ઓક્ટોબરમાં આપી હતી. તે પહેલાં મને એમણે સમાચાર આપ્યા હતા કે પ્રતિ ભારતમાંથી આવી છે, પણ સાથે જણાવ્યું હતું કે તે એટલી અશુદ્ધ છે કે તેમાંની વાર્તાની ધારા સળંગ કરવાને માટે બહુ કાળ અને શ્રમનો વ્યય કરવો પડશે, અને નવી આવૃત્તિને માટે મૂળ તૈયાર કરવું તે મોટે ભાગે અશકય પણ બને. મેં ઉત્તર આપ્યો કે ગમે તેમ હોય પણ મારે એક વખતે તો એની વાચના કરવી છે, કારણ કે જે ગ્રંથનું આ નવું સંસ્કરણ થયું છે એ મૂળગ્રંથની મહત્તા, એ ઉલ્લેખ કરનાર
Aho! Shrutgyanam