________________
બીજી પણ આવી અનેક ભૂલ એમાં થએલી નજરે પડે છે. તે પણ એક દર એ પદાવલિ બહુ ઉપયોગી છે એમાં જરાએ સંદેહ નથી.
આની ભાષા જેવી હસ્તલિખિત પ્રતિમાં મળી આવી છે તેવી જ અમે કાયમ રાખી છે. તેમાં માત્રાનોએ ફેરફાર કર્યો નથી. જો કે લખનારની ભાષાજ્ઞાનસંબંધી ન્યૂનતાના લીધે એની ભાષા વ્યાકરણબદ્ધ કે એકરુપ જરાએ નથી; તે પણ અજ્ઞાન લેખકની ભાષાના એક નમૂના પ્રસિદ્ધ કરવાની ઈચ્છાથી અમે તેમાં જરા પણ પરિવર્તન કરવું ઉચિત ધાર્યું નથી. આના લીધે કદાચ કેટલાક વાચકોને તે સમજતાં જરા કવિણ પડશે ખરી, પરંતુ જે વિશેષ ધ્યાનપૂર્વક અને એક બે વાર ઉલટા વીને વાંચવામાં આવશે તે એકંદર હકીકત બધી સ્પષ્ટ સમજી શકાય તેવી અવશ્ય છે.
આ પટ્ટાવલિનો લગભગ અડધા ઉપર જેટલા ભાગ, જન કવિતાાર કાન્ફર હેરઠ ના સન ૧૯૧૫ ના જુલાઈ--આકબરના સંયુક્ત અંકમાં, તેના વિદ્વાન સંપાદક શ્રીયુત મોહનલાલ દલીચંદ દેશાઈ બી. એ. એલએલું. બી. એ પ્રકટ કર્યો હતે જે તેમણે જેન એસીએશન ઑફ ઇન્ડિયાના હસ્તલેખોમાંની એક પ્રતિ ઉપરથી ઉતારી લીધું હતું. તે પ્રતિ અધુરી હોવાથી તેમને તેટલેજ ભાગ મળી શક્યા હતા. તેમજ તે ઉતારે તેમણે સુધારીને હાલની ભાષામાં કયી હતા. એટલે સંપૂર્ણતાની અને મૂળ ભાષાની દષ્ટિએ આ પ્રસ્તુત આવૃત્તિ વિદ્વાને અવશ્ય આદરણીય થશે એમ સમજીને અહીં એને પુનઃ સમગ્ર રીતે પ્રકાશિત કરવામાં આવી છે. આશા છે કે વિદ્વજને એને યથેષ્ઠ લાભ લેશે. તથાસ્તુ. ભારત જન ત્રિાલય, “ના
-મુનિ નિવિજ્ઞા | વૈશાખ ૫, વિક્રમ સંવત્ ૧૭૭.
Aho! Shrutgyanam