________________
प्रस्तावना।
આ વીરવંશાવલિ અથવા તપાગચ્છ વૃદ્ધપટ્ટાવલિની હસ્તલિખિત પ્રતિ, સાહિત્યપ્રેમી શ્રીયુત કેશવલાલ પ્રેમચંદ મેદી બી. એ. એલએલ. બી. (અમદાબાદ) એ મોકલી હતી જે તેમને પં. શ્રી ગુલાબવિજયજીના પુસ્તક ભંડારમાંથી મળી આવી હતી. એ પ્રતિ, જેમ છેવટે જણાવેલું છે, સંવત ૧૯દર માં લખાએલી છે–એટલે નવીજ છે. મૂળ કઈ પ્રતિ ઊપરથી એ નકલ કરવામાં આવી છે તે જાણવામાં આવ્યું નથી. એ પ્રતિની પત્રસંખ્યા ૧૧૨ છે તેમાં ૩૭–૩૦ ને આંક ભેગે એકજ પાના પર આવેલ હોવાથી એકંદર પાન ૧૧૧ છે. પાનાની દરેક બાજુએ ૧૦-૧૨ પંક્તિઓ લખેલી છે અને દરેક પંક્તિમાં રપ થી ૩૦ અક્ષરે આવેલા છે. અમે આ આવૃત્તિમાં હાલની નવી પદ્ધતિ પ્રમાણે દરેક પાનની બંને બાજુની સમાપ્તિ સૂચવનારા એક કમથી ( ) આવા કૅસમાં આપ્યા છે.
આ પટ્ટાવલીને કર્તા કોણ છે તે કોઈ આદિ અંતમાં લખ્યું નથી. તેમજ બીજા પણ કોઈ સાધન નથી તે જાણી શકાયું નથી. પટ્ટાવલિની પૂર્ણાહતિ સંવત્ ૧૮૦૬ માં થએલા વિજયદ્ધિસૂરિના કષર્ગવાસસાથે થાય છે તેથી એમ અનુમાન કરી શકાય કે એ જ સમય દરમ્યાન અને સંકલન થએલી હોવી જોઈએ. નહિ તે વિજ્યાદ્ધિસૂરિની પાટ ઊપર આવનાર આચાર્યના ઉલ્લેખ એમાં અવશ્ય કરવામાં આવ્યું હતું. પટ્ટાવલિના કર્તા કેઈ આણંદસૂર ગચ્છાનુયાયી યુતિ હોવા જોઈએ. કારણ કે એમાં વિજયસેનસૂરિ પછીની જે પરંપરા આપી છે તે તેજ પક્ષની છે અને વિજયદેવસૂરિ જેવા પ્રસિદ્ધ આચાર્ય અને તેમના સમુદાયમાંથી ક્રિયા ઉદ્ધાર કરી વેગ પક્ષ સ્થાપનાર સત્યવિજ્ય પંન્યાસ આદિને એમાં જરાએ ઉલ્લેખ નથી.
પટ્ટાવલિ કર્તા ખરેખર બહુ સંગ્રાહક રૂચિવાલે છે એમાં સંદેહ નથી. તેણે પિતાની એ પટ્ટા વિલિમાં મળી આવતી દરેક ઐતિહાસિક હકીકતને નોધવાની કાળજી લીધી છે. આટલા વિસ્તાર સાથે લખાએલી બીજી કઈ પટ્ટાવલિ અમારી જાણમાં આવી નથી. એમાં વળી ઘણા ડેકાણે તા સંવત ધાને ઉલ્લેખ કરેલ છે જે અન્યત્ર મળ બહુ દુર્લભ છે. જો કે ઘણાક ઠેકાણે સંવતના આંકડાઓમાં મોટી ભલે પણ કરેલી છે. અને તે ભૂલના લીધે તેણે કઈ વ્યકિતને કોઈ સાથે સમકાલીન ડરાવી દીધી છે. જેમ કે પ્રસિદ્ધ દાનેશ્વરી જગડું શાહ જે વાસ્તવિક રીતે વિક્રમના ૧૪ મા સકાના પ્રારંભમાં થયું છે, તેને એમાં ૧૩ મા સૈકાના કુમારપાલના સમકાલીન થએલા લખ્યા છે. આ મોટી ભૂલ સંવતના આંક ડાના લીધે જ થએલી છે. કારણ કે જે પંચવરપી ભયંકર દુકાલાવતુ ૧૩૧૧ થી ૧પ સુધી પડ્યા હતા તેના ઠેકાણે અણ ૧૨૧૧ થી ૧પ સુધી પડેલે લખ્યું છે અને આવી રીતે શતકના આંકમાં ભૂલ થવાથી સેક વરસ પછી થએલા જગને કુમારપાલને સમકાલીન ડાવી દીધું છે. આટલી મોટી ભૂલ શી રીતે થઈ તેનું નિશ્ચિત કારણ સમજાતું નથી. પરંતુ એમ અનુમાન કરી શકાય કે જે મૂળ પાના યા પુસ્તકમાંથી જગની હકીકત તેણે લીધી હશે તેમાં શતકના અંકમાં લેખ--દેણ હવે જોઈએ. અને તે દેશની ભ્રાંતિએ તેણે પોતાની કુમારપાલની રામકલીનતાવાળી કપના ઉપજાવી કાઢી હોવી જોઈએ. અસ્તુ.
Aho I Shrutgyanam