________________
७०
[૨૬]ઋષિદત્તાચૌપાઈ [કર્તા-ચૌથમલ] ૨.સં. ૧૮૬૪. દેવગઢમાં રચના કરી છે. [૨૭]ઋષિદત્તાચરિત્ર [કર્તા-બાલચંદ્રસૂરિ] સંસ્કૃતભાષા. પ્રાપ્તિસ્થાન - લા.દ.ભા.સં. વિદ્યામંદિર (પુ.) ક્રમાંક ૧૪૫૬.
[૨૮]ઋષિદત્તાચઉપઈ [કર્તા-શિવકલશ] પ્રાપ્તિસ્થાન - લા.દ.ભા.સં. વિદ્યામંદિર (પુ.) ક્રમાંક ૬૨૧૮.
[૨૯]ઋષિદત્તાકથાનક [અજ્ઞાતકવિકૃત] પ્રાપ્તિસ્થાન - લા.દ.ભા.સં. વિદ્યામંદિર. નોંધ : જ્યાં ભાષાનો ઉલ્લેખ નથી ત્યાં ભાષા મધ્યકાલીન ગુજરાતી સમજવી. ઉપકારસ્મરણ :
આ ગ્રંથના પ્રકાશન કાર્ય માટે અને આર્થિક સહયોગ માટે શુભપ્રેરણા કરનાર પરમપૂજ્ય રામચંદ્ર-ભદ્રંકર-કુંદકુંદસૂરિમહારાજના શિષ્યરત્ન પરમપૂજ્ય પંન્યાસપ્રવર વજ્રસેનવિજયમહારાજનો આભાર માનું છું. તેમ જ આ ગ્રંથના સંપાદનકાર્યમાં પંડિતવર્યશ્રી અમૃતભાઈ પટેલનો સહયોગ અમને મળ્યો છે. તેમણે અત્યંત શ્રમસાધ્ય લિવ્યંતરનું કાર્ય કરી આપેલ છે – તેમાં પણ મુનિવરગુણપાલવિરચિત પ્રાકૃતકૃતિની એક માત્ર તાડપત્રીય ઉપરથી લિવ્યંતર કરી આપેલ છે. તેમ જ એકવાર પ્રૂફવાંચન પણ કરી આપેલ છે, જેથી આ સંપાદનનું કાર્ય સુકર બન્યું છે. તેમ જ આ કૃતિઓનું અંતિમ પ્રૂફવાંચન પ.પૂ.ગણિવર્ય શ્રીનયભદ્રવિજયમહારાજે કરી આપીને પ્રૂફમાં રહી ગયેલી અશુદ્ધિઓનું પરિમાર્જન કરી આપેલ છે. આ કૃતિઓની હસ્તપ્રતોની ફોટોકૉપી અને ઝેરોક્ષ નકલ કોબા કૈલાસસાગરજ્ઞાનભંડારના હસ્તપ્રતોના સંગ્રહમાંથી ત્યાંના કાર્યકર્તાઓના સૌજન્યથી તથા એલ.ડી.ઇન્ડોલૉજીના હસ્તપ્રતના સંગ્રહમાંથી જિતેન્દ્રભાઈ શાહના સૌજન્યથી અમને પ્રાપ્ત થયેલ છે તે બદલ બંને સંસ્થાઓના કાર્યકર્તાનો ખાસ આભાર માનું છું. આ સિવાય જ્યારે જ્યારે સંપાદન કાર્યમાં મુદ્રિત ગ્રંથોની જરૂર પડી ત્યારે ત્યારે ગીતાર્થગંગા સંસ્થા તરફથી પણ અમને પુસ્તકો પ્રાપ્ત થયેલ છે તે બદલ તે સંસ્થાના કાર્યકર્તાનો પણ આભાર માનું છું.
હસ્તપ્રતો ઉ૫૨થી આ ગ્રંથના સંપાદન-સંશોધનનો પ્રયાસ કરેલો હોવાથી આ સંપાદનમાં જે કાંઈ ત્રુટિઓ રહેલી હોય તે વિદ્વાનો સુધારીને વાંચે અને તે અંગે યથોચિત માર્ગદર્શન પણ આપે, એ માટે વિદ્વાનોને ખાસ વિનંતી કરું છું.
આ ગ્રંથના સંપાદન કાર્યમાં શુદ્ધિકરણપૂર્વકનું કાર્ય થાય તે માટે ૪-પવાર પ્રૂફવાંચન કરીને યથાશક્ય શુદ્ધિકરણ કરેલ છે આમ છતાં દૃષ્ટિદોષથી, અનાભોગથી કે અજ્ઞતાથી જે કાંઈ અશુદ્ધિઓ રહી હોય તેનું પરિમાર્જન કરી વાચકવર્ગ વાંચે એવી ખાસ ભલામણ કરું છું.
datta-t.pm5 2nd proof