________________
૧ઋષિદત્તાકથાની પરંપરા*_ [૧] વસુદેવહિંડી મધ્યમખંડમાં [કર્તા-ધર્મસેનગણિમહત્તર] ૭મા સૈકામાં રચિત ઇસિદત્તાકહા
શૌરસેની ભાષામાં આપેલ છે. પ્રકાશન-લાલભાઈ દલપતભાઈ વિદ્યામંદિર, અમદાવાદ
૯, ઈ.સ. ૧૯૮૭. [૨] આખ્યાનકમણિકોશમાં [કર્તા-નેમિચન્દ્રસૂરિ] વૃત્તિકર્તા આમ્રદેવસૂરિએ ૧૨મા સૈકામાં
૨૯ ભાવશલ્યાનાલોચનદોષાધિકારમાં ઋષિદત્તાચરિત્ર પ્રાકૃતમાં ૯૧મી કથારૂપે ૫૪૦
ગાથામાં રચેલ છે. પ્રકાશન – પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટી, બનારસ સં. ૨૦૧૮. [૩] વિવેકમંજરી [કર્તા-કવિ આસડ] ના વૃત્તિકર્તા બાલચંદ્રસૂરિએ ઋષિદત્તાકથા સંસ્કૃતમાં
લખી છે. રચના સં. ૧૨૭૮, પ્રકાશન – ઈ. સ. ૧૯૭૫ [૪] અજ્ઞાતકવિકૃત સંસ્કૃત-પ્રાકૃત મિશ્રભાષામાં લખાયેલ ઋષિદત્તાચરિત્ર લેખન સં. ૧૫૬૯
તથા ૧૮૨૪, પ્રાપ્તિસ્થાન - લા.દ. ભા.સં. વિદ્યામંદિરમાં વિજયદેવસૂરિ સંગ્રહમાં હ.પ્ર.
ક્રમાંક ૧૪પ૬ અને ૯૧૮૭. [૫] અજ્ઞાતકવિકૃત ઋષિદત્તાવાસ – સં. ૧૫૦૨. [૬] ઋષિદત્તાચઉપઈ [કર્તા-દેવકલશ] સં. ૧૫૬૯. પત્ર ૧૩, કડી ૩૦૧. પ્રાપ્તિસ્થાન –
(૧) હાલાભાઈ મગનલાલનો ભંડાર-પાટણ (૨) લા.દ.ભા.સં. વિદ્યામંદિર
અમદાવાદ ક્રમાંક ૧૨૫૧. (૩) લીંબડી ભંડાર. (૪) કોડાઈકેનાલનો ભંડાર. [૭] ઋષિદત્તારાસ [કર્તા-સહજસુંદર] સં. ૧૫૭૨. પ્રાપ્તિસ્થાન લા.દ.ભા.સં. વિદ્યામંદિર,
ક્રમાંક ૧૦૪૨. [૮] ઋષિદત્તાચોપાઈ [કર્તા-રંગસાર] સં. ૧૬૨૬. પ્રાપ્તિસ્થાન – જોધપુર. [૯] ઋષિદત્તાવાસ [કર્તા-જયવંતસૂરિ] સં. ૧૬૪૩. પ્રાપ્તિસ્થાન – (૧) લા.દ.ભા.સં.
૧. આ માહિતી જયવંતસૂરિરચિત ઋષિદત્તાવાસ સંપાદક – નિપુણા અ. દલાલ પ્રકાશક –
લા.દ.ભા.સં. વિદ્યામંદિર સિરીઝ-૫૩ પુસ્તકમાંથી સાભાર આપેલ છે. આ પરંપરાની યાદી બનાવવા માટે નીચેના ગ્રંથ ઉપયોગમાં લીધા છે : (૧) જૈન ગુર્જર કવિઓ - ભાગ ૧, ૨, ૩ દેસાઈ મોહનલાલ દલીચંદ. (૨) લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના હસ્તપ્રત ભંડારની યાદી. (૩) ડહેલાના ઉપાશ્રયના હસ્તપ્રત ભંડારની યાદી. (૪) શ્રીમદ્ રાજેન્દ્રસૂરિસ્મારક ગ્રંથ સં. નાહટા અગરચંદ. (૫) આનંદ કાવ્યમહોદધિ ભાગ-૧ સં. ઝવેરી જીવણલાલ સાકરચંદ.
datta-t.pm5 2nd proof