________________
६७
વસુદેવહિંડીનો ઋષિદત્તાકથા અંગેનો આ સ્રોત સૌથી પ્રાચીન જણાય છે. અનુમાનથી ૭મા સૈકા અગાઉ થયેલા શ્રીસંઘદાસક્ષમાશ્રમણે વસુદેવપિંડીનામનો ચરિતગ્રંથ પ્રાકૃતમાં આરંભ્યો અને તે શ્રીધર્મદાસગણિમહત્તરે પૂર્ણ કર્યો. આ વસુદેવહિંડીના મધ્યમખંડમાંથી ઇસિદત્તા (ઋષિદત્તા) કહા પ્રકાશન-એલ.ડી.સિરીઝ-૯૯માંથી અહીં અમે પરિશિષ્ટ-૧માં આપેલ છે.
[૨] શ્રીઆમ્રદેવસૂરિવિરચિત આખ્યાનકમણિકોશવૃત્તિમાં ઋષિદત્તાખ્યાનક પ્રાકૃત પદ્યમાં આપેલ છે. આખ્યાનકમણિકોશની રચના વિ.સં. ૧૧૯૦માં બૃહદ્ગચ્છના શ્રીજિનચંદ્રસૂરિના શિષ્ય શ્રીઆમ્રદેવસૂરિએ યશોનાગ શેઠની વસતિમાં રહીને આરંભેલી એ શ્રીદેવેન્દ્રગણિ = શ્રીનેમિચંદ્રસૂરિકૃત આખ્યાનકમણિકોશ૫૨ની વૃત્તિ ધવલક્કપુર(ધોલકા)માં અચ્છુપ્તની વસતિમાં પૂર્ણ કરી, તેમાં નેમિચંદ્રને ગુણાકર અને પાર્શ્વદેવગણિએ લેખનશોધનાદિમાં અને આધાનોદ્ધરણમાં સહાય કરી. આ વૃત્તિ રચતાં સવા નવ માસ થયા. એ આખ્યાનકમણિકોશમાં ૨૯ ભાવશલ્યાનાલોચનઅધિકાર-ગાથા-૩૮માં ઋષિદત્તાનો ઉલ્લેખ આવે છે અને વૃત્તિમાં ૯૧ ક્રમાંક તરીકે ઋષિદત્તાખ્યાનકનાં પ્રાકૃત પદ્યમાં ૫૪૦ શ્લોકો આપેલ છે.
આ આખ્યાનકમણિકોશની વૃત્તિમાંથી ઋષિદત્તાખ્યાનક પૂ.મુનિશ્રીપુણ્યવિજયજીમહારાજ દ્વારા સંપાદિત અને પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટી સિરીઝ નં.-૫ વારાણસીથી પ્રકાશિત પુસ્તકમાંથી અમે પરિશિષ્ટ-૨માં આપેલ છે.
[૩] શ્રીજયકીર્તિસૂરિવિરચિત શીલોપદેશમાલાની શ્રીસોમતિલકસૂરિવિરચિત શીલતરંગિણીવૃત્તિમાં ઋષિદત્તાકથા આપેલ છે. શ્રીજયકીર્તિસૂરિકૃત શીલોપદેશમાલા ઉપર વિ.સં. ૧૩૯૨માં રુદ્રપલ્લીયગચ્છના શ્રીસંઘતિલકસૂરિના શિષ્ય શ્રીસોમતિલકસૂરિ (અપરનામ વિદ્યાતિલક) એ શીલતરંગિણીનામની વૃત્તિ રચેલ છે અને તેની પ્રથમાવૃત્તિ હીરાલાલહંસરાજે પ્રકાશિત કરેલ છે. આ શીલોપદેશમાલાની ગાથા-૫૫માં ઋષિદત્તાનો ઉલ્લેખ છે અને તેની શીલતરંગિણીવૃત્તિમાં સંસ્કૃત પદ્યમાં ૨૫૦ શ્લોકોમાં ઋષિદત્તાકથા આપેલ છે.
આ શીલોપદેશમાલાની વૃત્તિમાંથી ઋષિદત્તાકથા પૂ.આ.રાજશેખરસૂરિમહારાજ દ્વારા સંપાદિત અને મુલુંડ તપાગચ્છ સમાજ તરફથી પ્રકાશિત પુસ્તકમાંથી અમે પરિશિષ્ટ-૩માં આપેલ છે.
આ સિવાય પ્રસ્તુત પ્રકાશનમાં ઉદ્ધરણો, વિશેષનામો, સૂક્તિ જેવા પદ્યાંશો મધ્યકાલીન ગુજરાતીભાષાના દૂહાઓ વગેરેના અન્ય પરિશિષ્ટો પણ તૈયાર કરેલ છે. કુલ નવ પરિશિષ્ટોથી આ ગ્રંથ સમૃદ્ધ બન્યો છે.
datta-t.pm5 2nd proof