SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ આપેલ છે તેનું લિખંતર કરીને સંપાદન કરેલ છે. દરેક તાડપત્રીય ઉપર ૪થી ૫ લિટી આપેલ છે. કુલ પદ્ય શ્લોકો ૪૪૬ છે. પ્રતિના અંતે પત્ર ૨૩૪ ઉપર લે.સં. ૧૩૩૪ વર્ષનો ઉલ્લેખ છે. દ્વિતીય કાર્તિક માસે વદ પક્ષમાં લખાયેલ છે. (૨) આ ઋષિદત્તાચરિત્રની બીજી પ્રત ઋષિદત્તાકથા પત્ર-૨૦ નંબર-૭૭૨ શેઠ આણંદજી કલ્યાણજી જૈનપુસ્તક ભંડાર લીંબડીની મળેલ છે. દરેક પત્રો ઉપર ૧૧ પંક્તિ આપેલ છે. ઉપરની તાડપત્રીયમાં જ્યાં જ્યાં અક્ષરો ઉકેલાયાં નથી ત્યાં ત્યાં આ પ્રતનો અમે ઉપયોગ કરેલ છે. અક્ષરો સુવાચ્ય છે. (૩) આ ઋષિદત્તાચરિત્રના વિવેકમંજરીની ગાથા-૫૮ ઉપરની પૂજય આચાર્યબાલચંદ્રસૂરિમહારાજની વૃત્તિમાં ૪૪૪ સંસ્કૃત શ્લોકો આપેલ છે. બે શ્લોકો પાતાસંપા. તાડપત્રીયમાં વધુ છે અને સામાન્ય કેટલાક પાઠભેદો છે. તે સિવાય સંપૂર્ણ કૃતિ સરખી છે. વિવેકમંજરીની વૃત્તિ સં. ૧૨૭૮માં પૂ. બાલચંદ્રસૂરિમહારાજે રચેલી છે અને પાતાસંપા.ની પ્રત લખાયાની રચના સંવત ૧૩૩૪નો ઉલ્લેખ છે પાતાસંપા.ની પ્રતમાં કર્તાનો ઉલ્લેખ નથી. એ પ્રતમાં આપેલ ૬થી ૭ કથાનકો વિવેકપંજરીની વૃત્તિમાં આવેલ છે, તેથી આ ઋષિદત્તાચરિત્રની કૃતિની રચના અંગે વિવેકમંજરીની વૃત્તિમાં આ કથા આવતી હોવાથી બાલચંદ્રસૂરિમ. નો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. વિદ્વાનો આ અંગે વિશે વિમર્શ કરે. વિવેકપંજરીના પાઠભેદો મુ. સંજ્ઞાથી અમે પ્રસ્તુતગ્રંથમાં ટિપ્પણમાં આપેલ છે. પા.તા. સંઘવીપાડાની ધર્મકથાની પ્રતમાંથી આ ઋષિદત્તાકથાનું લિવ્યંતર પણ પં. અમૃતભાઈ પટેલે કરી આપેલ છે તેના આધારે, લીંબડીની પ્રતના આધારે અને પૂ.આ.બાલચંદ્રસૂરિમ.ની વૃત્તિમાં આપેલ ઋષિદત્તાચરિત્ર મુદ્રિતના આધારે આ કૃતિનું સંપાદન કાર્ય કરેલ છે. પ્રસ્તુત ઋષિદત્તાચરિત્રસંગ્રહમાં પરિશિષ્ટ ૧-૨-૩માં ત્રણ ઋષિદત્તાચરિત્ર અંગે પ્રકાશિત કૃતિઓ આપેલ છે. તેનો પરિચય આ પ્રમાણે છે : [૧] શ્રીધર્મસેનગણિવિરચિત વસુદેવહિંડીના મધ્યમખંડમાં ઇસિદત્તાકહા શૌરસેની ભાષામાં આપેલ છે. ભાનુયશ અને ભાનુવેગનામના બે ચારણશ્રમણો પધારે છે ત્યારે ભરદ્વાજ તેમને વંદન કરવા જાય છે અને પૂછે છે કે હે ભગવંત ! કયા દૂરદેશથી અહીં પધાર્યા છો? ચારણશ્રમણો કહે છે કે અમે વિદ્યાધરશ્રેણીથી અષ્ટાપદતીર્થ, સમેતગિરિ ઉપર ત્યાં રહેલા ચૈત્યોને વંદન કરવા ગયેલા, ત્યાં રહેલા ચૈત્યોને વાંદીને અમે સાંભળ્યું કે શીતલનાથપ્રભુની જન્મભૂમિ ભક્િલપુર નગરમાં ઉદ્યાનમાં રાજર્ષિ કનકરથ અને ઋષિદત્તાને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે. તે સાંભળીને અમે ત્યાં વંદન કરવા ગયા. તે વખતે ભરદ્વાજ વિનયથી મહર્ષિને કહે છે કે હે ભગવંત ! અમારા ઉપર અનુગ્રહ કરીને અમને કહો કે કયા નગરના કનકરથ રાજર્ષિ હતા અને ક્યા દુઃખથી તેમણે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. ત્યારે તે વિદ્યાધર ચારણયુગલમાંથી એક મુનિએ કનકરથ અને ઋષિદત્તાની સમગ્ર કથા કહી. datta-t.pm5 2nd proof
SR No.009695
Book TitleRushidatta Charitra Sangraha
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2011
Total Pages436
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy