________________
પ્રસ્તુત પ્રકાશનમાં આપેલ છે. દરેક તાડપત્રીયની વચ્ચે ફૂલની નિશાની આપેલ છે. આ પ્રાકૃતચરિત્રની અન્ય બીજી પ્રત ઉપલબ્ધ થઈ શકેલ નથી તેથી એકમાત્ર તાડપત્રીય ઉપરથી આ પ્રાકૃત ઋષિદત્તાચરિત્રનું લિખંતર પંડિતવર્યશ્રી અમૃતભાઈ પટેલે કરી આપેલ છે તેના આધારે આ ચરિત્રનું સંપાદનકાર્ય કરેલ છે.
[૨] અજ્ઞાતકર્તૃક ઋષિદત્તાચરિત્રમાં ચાર ઉલ્લાસો છે. વચ્ચે વચ્ચે અનેક ગ્રંથોના ઉદ્ધરણો, મધ્યકાલીન ગુજરાતીભાષામાં દૂહાઓ અને આગમપાઠો પણ આમાં આપેલ છે. આગમપાઠો સિવાય સંસ્કૃત પદ્યમાં મુખ્ય આ ચરિત્રની રચના થયેલ છે. આ કૃતિની બે હસ્તપ્રતો અમને લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિવિદ્યામંદિરમાંથી શ્રીજિતેન્દ્રભાઈ શાહના સૌજન્યથી પ્રાપ્ત થયેલ છે.
(૧) લા.દ.ભે.સૂ. ૧૪૫૬ ઋષિદત્તાચરિત્ર પત્ર-૫૧ છે. પ્રથમપૃષ્ઠ ઉપર હાંસીયામાં બંને બાજુ ચિત્ર દોરેલ છે. વચ્ચે ગોળાકાર ચંદ્રક આપેલ છે. દરેક પેજ ઉપર ૧૧ લિટી આપેલ છે. અંતિમપૃષ્ઠ ઉપર ૮ લિટી આપેલ છે. તેમાં બે બાજુના હાંસીયામાં અને શબ્દો ઉપર કેટલાક શબ્દોની ટિપ્પણી // | કરીને આપેલ છે તે અમે ટિપ્પણીમાં આપેલ છે. છેલ્લે લખાવનારની પ્રશસ્તિ આપેલ છે. તેમાં સં. ૧૫૬૯માં, ઈ. સ.૧૪૩૪માં અષાઢ સુદ-૩ સોમવારના વૃદ્ધતપાગચ્છમાં શ્રી જ્ઞાનસાગરસૂરિના શિષ્ય ઉપાધ્યાય શ્રી જ્ઞાનવર્ધનગણિના શિષ્ય-પ્રશિષ્ય પં. શ્રીલબ્ધિવિજયગણિના માટે આ પ્રત લખાવ્યાનો ઉલ્લેખ આપેલ છે. શ્રીસ્તંભતીર્થમાં જ્યોતિષી હરદાસે આ પ્રત લખી છે એ પ્રમાણે જણાવેલ છે. ગ્રંથાગ્ર ૧૪૫૮ આપેલ છે. અક્ષરો સુવાચ્ય છે. મુખ્ય આ પ્રતિ ઉપરથી અજ્ઞાતકર્તક આ ઋષિદત્તાચરિત્રનું સંપાદન કરેલ છે આમાં જ્યાં લહીયાની ભૂલથી અશુદ્ધ પાઠો જણાયા ત્યાં નીચેની પ્રતિમાંથી પાઠ સુધારેલ છે.
(૨) લા.દ.ભે.સૂ. ૯૧૮૭ ઋષિદત્તાચરિત્ર પત્ર-પ૬ છે. આ પ્રતમાં પ્રથમ પૃષ્ઠ ઉપર ૧૫ પંક્તિ છે, પછી દરેક પૃષ્ઠ ઉપર ૧૬-૧૬ પંક્તિ છે, અંતિમપૃષ્ઠ ઉપર ૧૧ પંક્તિ છે. પત્ર-પ૬ ઉપર પુધ્ધિકા આપેલ છે તેમાં આ પ્રમાણે ઉલ્લેખ છે–સં. ૧૮૨૪ના વર્ષમાં દીવબંદરમાં પં. હરિરુચિએ પં. ગણેશરુચિના વાચન માટે આ પ્રત લખી છે. અક્ષરો સુવાચ્ય છે. ઉપરની પ્રતિના અશુદ્ધપાઠો સુધારવા માટે અમે આ પ્રતિનો ઉપયોગ કરેલ છે. બંને પ્રતિઓમાં વિશેષ પાઠભેદો પ્રાપ્ત થયેલ નથી. આનું પણ લિવ્યંતર ૫, અમૃતભાઈ પટેલે કરી આપેલ છે તેના આધારે આ સંપાદન કાર્ય કરેલ છે.
[૩] અજ્ઞાતકર્તક ઋષિદત્તાચરિત્ર આમાં કુલ ૫૪૬ પડ્યો છે. (૧) આ કૃતિ અને પાતાસંપા-૧૨૯માં સમ્યક્તવિષય ઉપર વિક્રમસેનકથા આદિ-સંપૂર્ણ પૃષ્ઠ ૧-૨૩૪ કુલ પેટાંક-૧૫ આ તાડપત્રીયમાંથી પત્ર ૪૭-૮૪ ઉપર ઋષિદત્તાકથા અલીકવિપાક ઉપર
datta-t.pm5 2nd proof