SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ६४ બીજી કૃતિ અજ્ઞાતકક છે અને તેનો સમય તેમાં શીલોપદેશમાલાના મુળગાથાનાં ઉદ્ધરણો આપેલ હોવાથી ત્યારપછીનો ગણી શકાય. શીલોપદેશમાલાની રચના સં. ૧૩૯૨માં થયેલ છે તેથી અજ્ઞાતકર્તક ઋષિદત્તાચરિત્રનો રચનાકાળ આશરે ૧૫-૧૬માં સૈકા વચ્ચેનો કહી શકાય. - ત્રીજી કૃતિ અજ્ઞાતકર્તક છે. તે ધર્મકથાસંગ્રહ પ્રતમાંથી અમે તૈયાર કરેલ છે. તે પ્રતમાં પંદર કથાઓનો સંગ્રહ આપવામાં આવેલ છે. તેમાંથી ઋષિદત્તાકથી લીધેલ છે. તે પ્રતના અંતે લેખન સં. ૧૩૩૪ આપવામાં આવેલ છે તેથી રચના તે પૂર્વેની કહી શકાય. વળી આ ત્રીજી કૃતિ આસડકવિની વિવેકમંજરી ઉપરની પૂ. બાલચંદ્રસૂરિમાની વૃત્તિમાં પણ હોવાથી એમની કૃતિ તરીકે પણ ગણી શકાય. ધર્મકથાસંગ્રહમાં ઋષિદત્તાચરિત્રના ૪૪૬ શ્લોકો છે અને વિવેકમંજરીની વૃત્તિમાં ૪૪૪ શ્લોકો છે. બે શ્લોકો અને સામાન્ય કેટલાંક પાઠભેદો સિવાય સંપૂર્ણ કૃતિ સમાન છે. વિવેકમંજરીની વૃત્તિ પૂ.આચાર્ય બાલચંદ્રસૂરિએ સં. ૧૨૭૮માં રચેલી છે, તદંતર્ગત આ ઋષિદત્તાચરિત્ર હોવાથી ૧૩મા સૈકાની આ કૃતિ કહી શકાય. હસ્ત પ્રતિઓનો પરિચય: [૧] ગુણપાલમુનિવર રચિત પ્રાકૃત ‘રિસિત્તરિયની એક માત્ર તાડપત્રીય પ્રત ઉપલબ્ધ છે. એ પ્રત જિનરત્નકોશમાં આપેલ માહિતી મુજબ Bhand. Vi No. 1296 Kiel II. No 8 (dated sam.1264 ? 1288) cf. Br. No. 343. છે. એ પ્રતની માઇક્રોફિલ્મ કૉપી ઉપરથી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિવિદ્યામંદિરમાંથી ૫. અમૃતભાઈ પટેલને એલ.ડી. ઇન્ડોલોજીના નિયામક શ્રીજિતેન્દ્રભાઈ શાહ દ્વારા ફોટોકૉપી પ્રાપ્ત થયેલ છે. તેમાં ફોટોકૉપીના કુલ ૩૬ પેજ છે. દરેક પૃષ્ઠ ઉપર નવ તાડપત્રોનો સમાવેશ કરેલ છે. દરેક તાડપત્રમાં ૩થી ૪ લિટીઓ આપેલ છે. વચ્ચે અમુક લખાણ ખંડિત છે. તેમજ છેલ્લા પૃષ્ઠ ઉપરનાં તાડપત્રીયો ઘસાઈ ગયેલાં છે. તેથી તે ખંડિત તાડપત્રો હોવાથી મુનિ જિનવિજય સંપાદિત “જંબૂચરિયની પ્રસ્તાવનામાંથી અમે પ્રશસ્તિ ૨. ધર્મકથાસંગ્રહ પાતાસંપા.ની તાડપત્રીયમાંથી ઋષિદત્તાચરિત્રનું લિવ્યંતર કર્યા પછી વિવેકમંજરીગ્રંથનું સંપાદનકાર્ય કર્યું તેમાં ગાથા ૫૮ની વૃત્તિમાં ઋષિદત્તાકથા આવી, શ્લોકો સરખા લાગ્યા તેથી બંને કૃતિઓ મેળવી તો સરખી રચના હોવાથી પ્રશ્ન થાય છે ધર્મકથાસંગ્રહની રચના પૂ.આચાર્ય બાલચંદ્રસૂરિએ કરેલ છે? ધર્મકથાસંગ્રહ અંતર્ગત ૧૫કથાઓમાંથી બીજી પણ ૫-૬ કથાઓ વિવેકમંજરીની વૃત્તિમાં છે. વિદ્વાનો આ અંગે વિચારવિમર્શ કરે. સમ્મા. ૩. સં. ૧૨૬૪ (૧૨૮૮)માં ગુણપાલકૃત પ્રાકૃત ઋષિદત્તાચરિત્રની પ્રત અણહિલવાટકે ભીમદેવના રાજ્યમાં (કી. ૨, ૯) લખાઈ [જૈ.બુ.સા.ઇ.ગુજરાતી નવી આવૃત્તિ પૃ. ૨૩૦૫. પ00] datta-t.pm5 2nd proof
SR No.009695
Book TitleRushidatta Charitra Sangraha
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2011
Total Pages436
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy