________________
પ્રસ્તુત સંપાદન અંગે :
પ્રસ્તુત ‘ઋષિદત્તાચરિત્રસંગ્રહ’માં ત્રણ અપ્રકાશિત કૃતિઓને હસ્તપ્રતો ઉપરથી લિવ્યંતર કરીને સંપાદન કરીને પ્રકાશિત કરવામાં આવે છે. [૧] સિવિશુપાવરૂદ્ય (સિત્તા વિર્ય છે. [૨] અજ્ઞાતવયં ઋપિત્તારિત્રમ્ | [૩] અજ્ઞાતવાતૃવં શિવત્તારિત્રમ્ |
તેમાંથી પ્રથમકૃતિ પ્રાકૃતભાષામાં છે અને બીજી અને ત્રીજી કૃતિ સંસ્કૃતભાષામાં છે. આ ચરિત્રમાં ઋષિદત્તામહાસતીનું જીવનચરિત્ર આલેખન કરવામાં આવેલ છે.*
ત્રણે કૃતિઓનો કથાસાર અને સંક્ષિપ્તસાર અલગથી આગળ આપેલ હોવાથી અહીં તે અંગે ફરી ઉલ્લેખ કરેલ નથી. પ્રસ્તુત સંપાદનમાં જે ત્રણ અપ્રકાશિત કૃતિ આપેલ છે તેમાંથી પહેલી કૃતિ પ્રાકૃતમાં છે અને તેની રચના ગુણપાલમુનિનો સમય ૯-૧૦માં સૈકાની વચ્ચેનો નિશ્ચિત થયેલ હોવાથી તે સમયની કહી શકાય.
૧. ઋષિદત્તાચરિત–આમાં ઋષિ અવસ્થામાં હરિષણ-પ્રીતિમતીથી જન્મેલી પુત્રી ઋષિદત્તા અને
રાજકુમાર કનકરથનું કૌતુકતાપૂર્ણ ચરિત્ર વર્ણવાયું છે. કનકરથ એક અન્ય રાજકુમારી રુક્મિણી સાથે લગ્ન કરવા જતો હોય છે ત્યારે માર્ગમાં એક વનમાં ઋષિદત્તા સાથે લગ્ન કરી પાછો આવે છે. રુકિમણી ઋષિદત્તાને એક યોગિનીની સહાયથી રાક્ષસીરૂપે કલંકિત કરે છે. તેને ફાંસીની સજા પણ થાય છે. પરંતુ ઋષિદત્તા પોતાના શીલના પ્રભાવથી બધી મુશ્કેલીઓ પાર કરે છે અને પોતાના પ્રિય સાથે સમાગમ કરે છે. આ આકર્ષક કથાનકને લઈને સંસ્કૃત-પ્રાકૃતમાં રચાયેલાં કેટલાંય કથાકાવ્યો મળે છે.
આ કથા ઉપર સૌથી પ્રાચીન રચના પ્રાકૃતમાં છે. તેનું પરિમાણ ૧૫૫૦ ગ્રન્થાગ્ર છે. તેની રચના નાઇલકુલના ગુણપાલમુનિએ કરી છે. કર્તાની અન્ય રચના “જબૂચરિય” પણ મળે છે. ઇસિદત્તાચરિય (ઋષિદત્તાચરિત્ર)ની પ્રાચીન પ્રતિ સં. ૧૨૬૪ યા ૧૨૮૮ની મળે છે. તે ઉપરથી નિશ્ચિત છે કે કૃતિ તે પહેલાંની રચના છે. ગુણપાલમુનિનો સમય પણ ૯-૧૦મી સદીની વચ્ચેનો અનુમાનથી નિશ્ચિત કરવામાં આવે છે.
બીજી રચના ૧૧૯૪ સંસ્કૃત શ્લોકો ધરાવે છે. તેના ચાર સર્ગો છે. તેમાં ક્રમશઃ પહેલા સર્ગમાં ૨૫૮ બીજામાં ૨૭૮, ત્રીજામાં ૫૪૦ અને ચોથામાં ૨૧૮ શ્લોકો છે. કર્તાનું નામ નથી આપ્યું.
અન્ય અજ્ઞાતકર્તક રચનાઓ વિભિન્ન પરિણામની મળે છે, જેમકે ૨૮૨૭ ગ્રન્થાગ્ર, ૪૪૨ ગ્રન્થાગ્ર (સંસ્કૃત) અને ૪૫૧ સંસ્કૃત શ્લોકોમાં. આ ચરિત્ર ઉપર એક ઋષિદત્તાપુરાણ અને ઋષિદત્તાસતી આખ્યાનકના ઉલ્લેખો મળે છે.
[જૈ.બુ.સા.ઇ.ગુજરાતી નવી આ.ભા-૬ પૃ. ૩૪૬-૩૪૭]
datta-t.pm5 2nd proof