________________
આવ્યું અને ત્યાં કનકરથનો એક ઋષિકુમાર સાથે ભેટો થયો. વાસ્તવમાં તે પુરુષવેષમાં રહેલી ઋષિદત્તા જ હતી. કનકરથને તે ઋષિકુમાર પ્રત્યે અતિસ્નેહ પ્રગટ્યો. તેથી તે તેને આગ્રહ કરીને સાથે લઈ રુક્મિણીને પરણવા આગળ ચાલ્યો.
રુક્મિણીની સાથે લગ્ન થયાં પછી થોડો સમય વીત્યો ત્યારે એક રાત્રિએ રુક્મિણીએ કનકરથને પોતે તેને મેળવવા શું શું કર્યું, ઋષિદત્તાને કેવી રીતે કલંકિત કરી વગેરે જણાવ્યું કનકરથ તો આ સાંભળી ક્રોધથી ભભૂકી ઊઠ્યો. ઋષિદત્તાના વિરહમાં તેણે પોતાના પ્રધાનોને ચિતા સળગાવવા કહ્યું. અને અગ્નિપ્રવેશ કરવાનો નિર્ણય કર્યો. સાથે આવેલ ઋષિકુમારે તેને ઘણું સમજાવ્યું, પણ તેનો દઢ નિર્ણય હતો કે હવે ઋષિદત્તા વગર નહિ જીવું. ઋષિએ કહ્યું કે હું ઋષિદત્તાને લઈ આવું છું. ઋષિદત્તા પ્રગટ થઈ અને તેણે પતિ પાસે વરદાન માંગેલું કે ઋષિદત્તાને જીવતી લાવું તો શું આપશો? તે વરદાનરૂપે તેણે પતિની પાસે માંગ્યું કે તમે મારી સાથે જેવો વ્યવહાર કરો છો તે જ રીતે રુક્મિણી સાથે પણ તમારે વ્યવહાર કરવો.
પોતાને કલંક લગાડનાર શોકય પ્રત્યે આવી ઉદારતા રાખવી એ સામાન્ય સ્ત્રી માટે શક્ય નથી. નહિ જેવી વસ્તુ વગેરે માટે પણ ઉદારતા રાખવી ઘણી દુર્લભ છે. ત્યારે આ રીતે પતિના પ્રેમ સંબંધી ઉદારતા દાખવવી એ ઘણી મોટી વાત છે. ઋષિદત્તાએ આજીવન રુક્મિણી સાથે સગી બહેનની જેમ જીવન જીવી ગૃહસ્થજીવન સાર્થક કર્યું.
એકવાર મહેલની અટારીએ કનકરથ અને ઋષિદત્તા બેઠેલાં હોય છે, ક્રમે કરીને વાદળાંઓની ભેગા થવાની અને વિખેરાઈ જવાની ક્ષણભંગુરતાને જોઈને કનકરથ અને ઋષિદત્તાને વૈરાગ્ય થાય છે. ઉદ્યાનમાં પ્રાતઃકાળે જ્ઞાની ગુરુભગવંત પધારે છે. ઉદ્યાનપાલકે વધામણી આપી, કનકરથ પરિવાર સહિત ગુરુભગવંતને વંદન કરવા જાય છે. ગુરુભગવંત ભવનિતારણી દેશના આપે છે. દેશના પૂર્ણ થયા પછી ઋષિદત્તા ગુરુભગવંતને પૂછે છે કે, હે ભગવંત ! મને આ ભવમાં “રાક્ષસી’નું કલંક શાથી લાગ્યું. જ્ઞાની ગુરુભગવંત જ્ઞાનના બળથી ઋષિદત્તાના પૂર્વભવોને કહે છે અને પોતાના પૂર્વભવોને જાણીને ઋષિદત્તાને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. કનકરથને પણ આ સાંભળીને વિશેષ વૈરાગ્યભાવ થયો. કનકરથ અને ઋષિદના બંને પોતાના પુત્ર સિંહરથને રાજગાદી ઉપર સ્થાપન કરી ગુરુભગવંત પાસે ચારિત્ર ગ્રહણ કરે છે. કનકરથ અને ઋષિદત્તા બંનેએ સંયમજીવન અંગીકાર કરી ગુરુભગવંત પાસે આગમગ્રંથોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, તપ તપ્યાં, ગુરુભગવંત સાથે વિચરતાં તે બંને કેવલજ્ઞાન પામીને મોક્ષસુખ પામ્યાં. ધન્ય છે આવી મહાસતીને જેમણે મરણાંત ઉપસર્ગ આપનારને પણ ક્ષમા આપી. તેનો અપરાધ ક્યારેય યાદ કર્યો નહિ કે, કરાવ્યો નહિ. ઊલટું તેના ઉપર પ્રેમની વર્ષા કરી. આવી મહાસતીને પ્રાત:કાળે સ્મરણ કરીને આપણે પણ ઇર્ષ્યા જેવા દુર્ગુણોથી મુક્તિ મળે અને ઉદારતાગુણ જીવનમાં પ્રાપ્ત થાય તે માટે યત્ન કરીએ.
datta-t.pm5 2nd proof