________________
સંપાદકીય
પ્રાત:કાળે રાઈપ્રતિક્રમણનો પ્રારંભ કરતાં પૂર્વે ભરખેસર-બાહુબલીસઝાય બોલીએ છીએ, તે સઝાયની નવમી ગાથામાં “ઋષિદત્તા' મહાસતીનું નામ આલેખાયેલ છે :
राइमई रिसिदत्ता, पउमावइ अंजणा सिरीदेवी । जिट्ठ सुजिट्ठ मिगावइ, पभावई चिल्लणादेवी ॥
[ભરડેસર-બાહુબલીસઝાય-ગાથા[૯] પર સુખમાં પણ દુઃખ આપનારો એક દુર્ગુણ છે - ઈર્ષ્યા. ઇર્ષ્યાનું મારણ કરવાની ક્ષમતા ઉદારતા નામના સદ્ગુણમાં છે. ઋષિદત્તાના ચરિત્રમાંથી જીવનમાં કેવી ઉદારતા હોવી જોઈએ તે સમજવા મળે છે. | ઋષિદત્તા એક ઋષિની કન્યા હતી. તેના પિતાને વૈરાગ્ય થયો ત્યારે તેની માતા રાણી પ્રીતિમતીએ સગર્ભાવસ્થામાં સંન્યાસ સ્વીકારેલો. ત્યારબાદ આશ્રમમાં ઋષિદત્તાનો જન્મ થયો. જન્મતાં જ તેની માતા મૃત્યુ પામી. તેથી તેના પિતાએ તેનો ઉછેર કરેલો. તે રૂપ, લાવણ્ય અને ગુણોનો ભંડાર હતી. જંગલમાં તેના શીલની રક્ષા કરવા માટે તેના પિતાએ તેને એક અંજન આપેલું. જેનો ઉપયોગ કરવાથી તે અદૃશ્ય થઈ શકતી હતી.
એક વખત હેમરથરાજાનો પુત્ર કનકરથ રુક્મિણી નામની રાજકન્યાને પરણવા જઈ રહ્યો તો રસ્તામાં તેણે ઋષિદત્તાના આશ્રમ પાસે પડાવ નાંખ્યો ત્યાં તેનો મેળાપ ઋષિદત્તા અને તેના પિતા સાથે થયો. ઋષિદત્તાના પિતાની ઇચ્છાથી ત્યાં જ તેણે ઋષિદત્તા સાથે લગ્ન કર્યા.
સંતોષી કનકરથ ઋષિદત્તાને પરણી પાછો વળ્યો. આ સમાચાર રુક્મિણીને મળ્યા. તેનાથી આ બિલકુલ સહન ન થયું. તેણે ઋષિદત્તાને કલંકિત કરવા માટે સુલસીનામની એક જોગિણીને સાધી અને તેના દ્વારા મંત્ર-તંત્રથી પડ્યુંત્ર રચી ઋષિદત્તા નરમાંસભક્ષિણી રાક્ષસી છે તેવું પૂરવાર કરી ઋષિદત્તાને રાક્ષસીનું કલંક આપ્યું, કનકરથના પિતાએ ઋષિદત્તાને નગરમાં વિકૃત કરી ફેરવીને મારાઓને મશાનમાં લઈ જઈ મારી નાંખવાનો આદેશ કર્યો. ભાગ્યયોગે તે બચી ગઈ.
ઋષિદત્તા મરી ગઈ છે એમ માની કનકરથના પિતાએ તેને પુનઃ રુક્મિણીના પિતા સુરસુંદરરાજાનું કહેણ આવતાં લગ્ન કરવા આગ્રહ કરીને મોકલ્યો. વળી પાછું તે જ જંગલ