________________
६०
શકતી નથી અને સંગાને તેણે અભ્યાખ્યાન આવી ચડાવ્યું કે આ સંગા દંભિની છે. દિવસે તપ કરે છે અને રાક્ષસીની જેમ રાત્રે મૃતકનું માંસ ખાય છે. આ અભ્યાખ્યાનને સંગાએ સમભાવથી સહન કર્યું. હે વત્સા ! ગંગા એવી આ તુચ્છ કર્મબંધ ઉપાર્જિત કર્યું અને મિથ્યાદુષ્કૃત કર્યું નહિ તે વિપાકના વશથી તું વારંવાર ઘણા ભવો ભમીને થોડું કર્મ બાકી રહ્યું ત્યારે ફરી ગંગાપુરમાં રાજપુત્રી થઈ. ત્યાં જિનધરમથી ભાવિત થઈને તે મુનિવ્રત ગ્રહણ કર્યું અત્યંત ઉગ્ર તપ કર્યો પણ કપટ સહિત તપ કર્યો હોવાથી પર્યંતે તે કપટની આલોચના કર્યા વગર તું મરી અને ઈશાનેન્દ્રની ઇદ્રાણી તું બની ત્યાં ચ્યવીને તું હરિષેણરાજાની પુત્રી પ્રીતિમતીની કુક્ષિથી આશ્રમમાં ઋષિદત્તા તરીકે જન્મી. કનકરથ અને ઋષિદત્તાને વૈરાગ્ય, પ્રવ્રજ્યાગ્રહણ, કેવલજ્ઞાનની પ્રાપ્તિ, મોક્ષગમન :
પ્રાચીન કર્મના વિપાકથી તને આ ભવમાં રાક્ષસીનું કલંક લાગ્યું ‘‘દુષ્કર્મમર્મનિવુરં હિ તુરન્તમેવ ન ક્ષીયતે મવાતૈપિ વેદમાનામ્’’ || ‘‘દુષ્કર્મરૂપી મર્મને દુઃખેથી ભેદી શકાય છે, સેંકડો ભવોથી પણ પ્રાણીઓનું દુષ્કર્મ નાશ પામતું નથી. આ પ્રમાણે ગુરુની વાણીને સાંભળીને ઋષિદત્તાને જાતિસ્મરણજ્ઞાન થયું. તેણે સર્વ ચક્ષુથી પ્રત્યક્ષ જોયું. ત્યારે રાજાને પણ ઋષિદત્તાના આ ભાવો સાંભળીને વૈરાગ્ય થયો. અને ગુરુને કહ્યું કે મને દીક્ષા આપો. વૈરાગ્યવતી ઋષિદત્તાએ પણ ગુરુને દીક્ષા આપવા માટે વિનંતી કરી. ગુરુએ કહ્યું કે અહીં વિલંબ કરવો યોગ્ય નથી. ‘‘અસારેમુત્ર સંસારે સારેય હિતપ:ક્રિયા'' । અસાર એવા આ સંસારમાં સારભૂત આ તપ અને ક્રિયા છે. તે બંને દંપતિએ સિંહરથ નાના પુત્રને રાજપદે સ્થાપીને ગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરી. કનકરથ અને ઋષિદત્તાએ વ્રત ગ્રહણ કરી કપટરહિત બાર પ્રકારના તપની આરાધના કરી એક વખત ગુરુની સાથે શીતલનાથભગવાનના જન્મથી પાવન થયેલ ભદ્રિલાપુર નગરમાં ગયા. ત્યાં બંનેને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ અને કેવલજ્ઞાની એવા તે બંને શેષ અઘાતીકર્મોને ખપાવી પરમપદને પામ્યા.
કથાના આ અંતિમ ભાગમાં ધર્મોપદેશ, સંસારત્યાગને તપ મહત્ત્વનો ભાગ ભજવે છે. કર્મનો નિયમ અફર છે. તેથી કુકર્મથી સર્વથા દૂર રહેવું એ સલાહ દુન્યવી ગમે તે માનવીને આપી શકાય, પણ સંસારની ક્ષણભંગુરતા સમજી ચૂકેલી વ્યક્તિને દીક્ષિત થયે જ સાચો ધર્મલાભ થઈ શકે છે. ઉપશમને આલેખતો આ અંત અન્ય અનેક ચરિત્રોની માફક અંતે શાંતરસને આગળ કરે છે ઐહિકબંધનો તૂટી જતાં, કર્મની આસક્તિ ભસ્મીભૂત થતાં અંતમાં, જીવનમાં શાંતિ સિવાય બીજો કયો રશ સંભવે.
સમગ્ર દૃષ્ટિએ અવલોકતાં વાર્તામાનાં ઘટકોને કવિએ રસપ્રદ રીતે અને પૂરતાં વૈવિધ્યસહિત રજૂ કર્યા છે. એમ કહી શકાશે.
૨. આસડકવિકૃત વિવેકમંજરી ગાથા-૫૮ની વૃત્તિમાં આ કથા આપેલી હોવાથી વૃત્તિના રચિયતા એવા પૂ.બાલચંદ્રસૂરિમહારાજ છે અને તેમને ‘સરસ્વતીપુત્ર’નું બિરુદ પ્રાપ્ત થયું છે. આ કથામાં તેમણે અંતમાં શાંતરસને મુખ્ય કર્યો છે.
datta-t.pm5 2nd proof