________________
५९ પરિચય આપી દીધો છે. ગુસ્સાને કારણે થતી પતિ-પત્ની વચ્ચેની તડાતડીને કુટુંબમાં પ્રગટતા રૌદ્રરસના ઉદાહરણરૂપ લેખી શકાય, સાચો પ્રેમ પ્રિયપાત્રને સુખી જોવામાં જ સંતોષ માને છે. સ્વાર્થી પ્રેમ વખત આવ્યે પ્રિયપાત્રનાં વિનાશને નોતરે છે. સાચો પ્રેમી પ્રેમની કસોટીમાં જેટલી હદે ભોગ આપી શકે તેનો ચિતાર પણ અહીં છે. નાયક-નાયિકા મળ્યાં ત્યાં મર્યાદિત સંયોગ શૃંગારનું નિરૂપણ છે. કુમાર કનકરથનું સ્વનગરમાં આગમન, રાજા હેમરથની પ્રવ્રજ્યા -
હવે કુમાર કાવેરીપતિ સુંદરરાજાને પૂછીને બંને પત્નીઓ સહિત પોતાના નગર જવા નીકળ્યો. હેમરથરાજા કુમારને લેવા સન્મુખ આવ્યા અને બંને પત્નીઓ સહિત કુમારનો નગર પ્રવેશ કરાવ્યો. સમગ્ર વૃત્તાંત જાણીને પોતાના અપરાધથી લજજા પામેલા હેમરથરાજાએ ઋષિદત્તાને સતીચક્રમાં ચૂડામણિ સમાન ક્રમે સમસ્ત પૃથ્વી કનકરથને સોંપી હેમરથરાજાએ ભદ્રાચાર્ય ગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરી કનકરથ ન્યાયપુર્વક પૃથ્વીને શાસન કરે છે. ઋષિદત્તાને સિહરથ નામનો પુત્ર થયો. (ચ.ઉ.૪૦૦-૪૦૮) કનકરથરાજા અને ઋષિદત્તાને વૈરાગ્ય, ગુરુનું આગમન અને દેશના દ્વારા પ્રતિબોધ :
ઋષિદરા સહિત કનકરથ રાજા વાતાયનમાં બેઠેલાં છે, આકાશમાં મેઘમંડલને જુવે છે. પ્રચંડપવનથી ક્ષણવારમાં મેઘછંદ વિખેરાઈ જાય છે. આ રીતે સંસારમાં સર્વે પદાર્થો ક્ષણભંદુર છે એ પ્રમાણે અનિત્યભાવના ભાવતાં રાજાને વૈરાગ્ય થયો ઋષિદત્તાની સાથે વૈરાગ્યભાવિત મનવાળા રાજાએ રાત્રિ ધર્મકથા કરતાં પસાર કરી. પ્રાતઃકૃત્ય કરીને સભાસ્થાનમાં રાજા બેઠો છે. તેટલામાં ઉદ્યાનપાલકે આવીને કહ્યું : હે નાથ ! કુસુમાકર ઉદ્યાનમાં ભદ્રયશનામના સૂરિ સપરિવાર પધાર્યા છે. ઉદ્યાનપાલકની વધામણી સાંભળી રાજાએ તેને પારિતોષિક આપ્યું અને પોતે પરિવારસહિત ગુરુને વંદન કરવા ગયો. ગુરુને પ્રણામ કરીને બેઠો અને ગુરુએ ભવનિસ્તાર કરનારી દેશના ત્યાં આપી. ગુરુની દેશના પૂરી થયાં પછી હાથ જોડીને ત્યાં ઋષિદત્તાએ કહ્યું હે ભગવંત ! મેં પૂર્વજન્મમાં એવું શું કર્મ કરેલું કે જેના કારણે મને “રાક્ષસી’ એ પ્રમાણે જુઠું આવી ચડ્યું. ગુરુએ પૂર્વભવમાં બાંધેલ કર્મના કારણે આ કલંક લાગ્યું છે તે માટે અમૃતસમાને વચનો વડે ઋષિદત્તાના પૂર્વભવો કહ્યા, ઋષિદત્તાના પૂર્વભવોનું વર્ણન -
આ ભરતક્ષેત્રમાં ગંગાપુરનામના નગરમાં ગંગદત્ત નામનો રાજા અતિવિક્રમી થયો. તેની ગંગા નામની પત્નીથી ગંગસેના નામની અત્યંત શીલવાન પુત્રી થઈ. તે જ નગરમાં ચંદ્રયશા નામની સાધ્વી પાસે દેશના સાંભળીને ગંગસેનાએ વિષયોને નિઃસાર જાણેલા. ચંદ્રયથાપ્રવર્તિનીની પાસે સંગા નામની નિસંગ એવી કોઈ સાધ્વી તપ તપી રહી હતી. લોકો તેને નમસ્કાર કરે છે, તેના તપની સ્તુતિ કરે છે. “નાસ્તિ સદ્દાવારીપૂરું યશસે યતઃ' સદાચારથી અન્ય કોઈ વસ્તુ યશ માટે થતી નથી. તેની પ્રશંસાને ગંગા સહન કરી
datta-t.pm5 2nd proof