________________
૧૮
આપ્યું. કુમારે કહ્યું કે હે મુનિ ! મને શા માટે છેતરે છે મરેલાં તે કાંઈ પાછા આવે? કુંવરની શંકા એ હતી કે વિરહની વેદના હવે કેમ સહેવી ? તાપસ પોતાની તપની શક્તિથી જો પ્રિયાને પાછી મેળવી આપે તો તેને પોતાનો આત્મા પણ સોંપી દેવા તૈયારી બતાવી. પ્રસન્ન થયેલાં તાપસે કુંવરના આ સાહસથી તેની પ્રિયતમા પ્રસન્ન થઈ છે એમ જણાવતાં કુંવરે પૂછ્યું કે તે તેને ક્યાંય દીઠી છે? જ્ઞાનના બળને આગળ કરી તાપસે જણાવ્યું કે પોતે ત્યાં જઈ તેને મોકલશે. કુંવરને સુખી કરવા પોતે એટલો ભોગ આપશે પણ પોતે એ કાર્ય કરે તો કુમાર દક્ષિણા શું આપે ? કુંવરે પોતાના પ્રાણ પણ આપી દેવાની વાત કરી ત્યારે મુનિએ કહ્યું કે હે કુમાર ! તારો આત્મા તારી પાસે રાખ. સમય આવે પોતે જે માગે તે તેણે આપવું એવું વચન તાપસ કુંવર પાસે લીધું અને કુંવરે આપ્યું. (ચ.ઉ.૩૩૦-૩૬૯). ઋષિદત્તાનું નિજરૂપે પ્રગટ થવું :
તાપસવેશી ઋષિદત્તા પડદા પાછળ ગઈ. પરિણામ જાણવા સૌ અધીરા બન્યા, ઔષધિના પ્રભાવથી ઋષિદત્તા નિજરૂપે પાછી ફરી. દેવતાઓએ ત્યાં પુષ્પવૃષ્ટિ કરી. રૂપરૂપના અંબાર સમી તેને જોઈને સૌ અંજાઈ ગયા. સોનાની આગળ પીત્તળ જેવું ભાસે તેવી ઋષિદત્તા આગળ રુક્મિણી દેખાવા લાગી. કુમારનો આગ્રહ સદાગ્રહ છે આવી અતિમધુર આકૃતિ માટે કોણ મરવા તૈયાર ન થાય ? કુંવર માટે ઋષિદત્તા સર્વથા યોગ્ય છે એમ સૌને લાગ્યું. સુંદરપાણિ રાજા જાતે આવી કુમાર અને ઋષિદત્તાને હાથી ઉપર બેસાડી પોતાના મંદિરે લઈ ગયા. સુલતાને ગધેડા ઉપર બેસાડી નગરમાં ફેરવી ગામમાંથી કાઢી મૂકી. પોતાની દીકરી રુક્મિણીને રાજાએ એકાંતમાં અત્યંત કર્કશ ભાષામાં ઠપકો આપ્યો. કુમારે પણ કેટલોક કાળ ઋષિદત્તાની સાથે સસરાને ત્યાં વિષયસુખો ભોગવ્યાં (ચ.ઉ.૩૭૦-૩૯૧) ઋષિદત્તાએ વરદાનની માગણી કરી અને કુમારે વરદાન આપ્યું -
એક દિવસ કુમારને પરોપકારી તાપસમિત્ર યાદ આવ્યો અને તેનો વિરહ તેને સતાવવા લાગ્યો. પોતાના ખોળામાં બેઠેલી ઋષિદત્તાને તેણે વાત કરી અને કહ્યું કે, મિત્ર વગર આ પૃથ્વી મને અંધકારમયી લાગે છે. ઋષિદત્તાએ હસીને કહ્યું કે વિષાદ ન કરો. તાપસરૂપે પ્રીતમના સ્નેહની પરીક્ષા પોતે કરી હતી એમ કહ્યું. આ સર્વ ઔષધિની લીલા છે તેમ કહ્યું. ત્યાં ઋષિદત્તાએ કહ્યું કે તમે જે વચન આપ્યું છે તે વરદાન મને આપો અને ઋષિદત્તાએ રુક્મિણીને પોતાની જેમ સરખી જ ગણીને અપનાવી લે તેમ માંગ્યું. કુમાર સજજન અને દુર્જનની તુલના કરવા લાગ્યો, વિરોધીમાં પણ આની મનોવૃત્તિ કેવી કૃપાવાળી છે તે વિચારવા લાગ્યો અને કુંવરે તે પ્રમાણે કર્યું. આ પ્રમાણે સ્વામીના વચનને પામીને ઋષિદત્તાએ અતિગૌરવપૂર્વક રુક્મિણીને બોલાવી. (ચ.ઉ.૩૯૨-૩૯૯)
કથાનકના પ્રણયત્રિકોણના કોણ બનતાં ત્રણ પાત્રોના માનસનો કવિએ ખૂબ સારો
datta-t.pm5 2nd proof