________________
ધરાતી નથી એમ કુંવરે કહ્યું. કુમારે પોતાની સાથે ઋષિકુમારને કાવેરી નગરી આવવા ઘણું દબાણ કર્યું. મુનિ કુમારને કહે છે કે તું ફોગટ આગ્રહ ન કર, કેમ કે “સંયમીઓને રાજસંગતિ દૂષિત કરે છે.” કુમારે ઘણા આગ્રહપૂર્વક મુનિને કહ્યું : “ર્વતે પ્રાર્થનામકું વદિશા આપ વિંદ પ્રમો ! ?” તમારા જેવા મુનિઓ શું પ્રાર્થનાભંગ કરે ? આખરે કુમારના આગ્રહને વશ ઋષિકુમારે કુમારની પ્રાર્થના સ્વીકારી. અહીં કવિ કહે છે કે ઋષિદત્તા સમાન સતી ક્યાંય પણ છે કે નહિ તે જોવા માટે સૂર્ય ત્યારે અન્ય દ્વીપમાં ગયો. કુમાર અને મુનિ પ્રીતિપૂર્વક સંધ્યાકૃત્ય કરી રાત્રે એક પલંગમાં સુઈ ગયા.
વિપ્રલંભ શૃંગારને પડખે કવિએ અહીં કરુણરસનો પણ અસરકારક સાક્ષાત્કાર કરાવ્યો છે. (ચ.ઉ.૨૯૭-૩૨૯) કાવેરી નગરીમાં નગરપ્રવેશ અને રુક્મિણી સાથે લગ્ન, રુક્મિણીએ કરેલો ઘટસ્ફોટઃ
પ્રભાતે કુમારે કાવેરી તરફ પ્રયાણ કર્યું. કાવેરીમાં સુરસુંદર રાજાએ નગરપ્રવેશ કરાવ્યો. કનકરથ અને રુક્મિણીના લગ્ન થયાં. સસરાએ આગ્રહ કરીને જમાઈને રોક્યો. પિયુ પોતાને હવે વશ થયો છે એમ જાણી મદોન્મત્ત એવી રુક્મિણીએ પતિને પ્રશ્ન કર્યો કે માર્ગમાં તાપસકન્યાને શું પરણી બેઠાં હતાં. એવું તે ઋષિદત્તામાં શું જોયું કે જેના કારણે તેની સાથે લગ્ન કરી કાવેરી આવવાનું જ માંડી વાળ્યું, તે તાપસકન્યા એવી તે કેવી હતી? ઉદાસ હૈયે છતાં અંતરના પ્રેમે પ્રેરેલી ઉત્કટતાથી કુમારે ઋષિદત્તાના રુક્મિણી આગળ ભારોભાર વખાણ કર્યા અને રુક્મિણીને હલકી પાડી અને કહ્યું કે ઋષિદત્તાના વિરહમાં તું મારી પ્રિયા થઈ છો “યત્ ક્ષેરેથી વિના પૃષ્ટિરપિ પ્રતિરી ન લિમ્' ? ખીર વગર રાબડી પણ પ્રીતિ કરનારી થતી નથી શું ? ક્રોધાગ્નિથી ધમધમતી રુક્મિણીએ હવે પોત પ્રકાશ્ય ને પોતે ઋષિદત્તાને કઈ રીતે કલંક આપ્યું તે વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો. તે સાંભળી કનકરથી કોપ્યો, તિરસ્કારના આકરા શબ્દો તેણે રુક્મિણીને કહ્યા. ઋષિદત્તા જેવી નિરપરાધી સ્ત્રીને ભયાનક સંકટમાં સપડાવવાને કારણે રુક્મિણીને વૈરિણી ઠરાવીને પોતે ચિતા રચાવી બળી મળવા તૈયાર થયો. ચિતામાં બળી મરવા તૈયાર થયેલાં કુમારને ઋષિદત્તામુનિએ આશ્વાસન આપી આત્મહત્યાથી બચાવ્યા :
ઋષિદત્તાને સંભારી તેની પાછળ ચિતામાં બળી મળવા તૈયાર થયેલા કુમારને સસરા સુંદરપાણિએ અટકાવ્યો પણ તે અટક્યો નહિ ત્યારે સુંદરપાણિએ ઋષિદત્તામુનિને કુમારને આત્મહત્યાથી અટકવા સમજાવવા માટે કહ્યું. તાપસ ઋષિદત્તાએ હસીને કુમારને કહ્યું કે હે કુમાર ! સ્ત્રી માટે શા માટે મરે છે તે તું કહે. તારા જેવા પૃથ્વીના સ્વામી આ રીતે સ્ત્રી માટે મૃત્યુ પામે તે તારી અજ્ઞતા છે. મને વનમાંથી અહીં આગ્રહપૂર્વક લાવ્યો છે તે તું શું ભૂલી ગયો છે. પોતે જીવતો રહેશે તો ક્યારેક પોતાની પ્રિયાને મેળવશે એવું આશ્વાસન
datta-t.pm5 2nd proof