________________
માંડી. અસહાય, એકાકિની એવી તે રુદન કરતી આગળ વધી. માર્ગમાં પોતે રોપેલા વૃક્ષો આવવાં લાગ્યા. એ નિશાનીથી આગળ વધતી તે પિતાના આશ્રમમાં પહોંચી. પિતાને સંભારી સંભારીને તેણે કલ્પાંત કરી મૂકયું. ઋષિદત્તા વિલાપ કરતાં કહે છે કે, હે તાત ! જો આજે હું આપને જીવતાં જોત તો આ કષ્ટ પણ મારા માટે ઉત્સવરૂપ બની જાત. હું કેટલું કહું ? “યાદવોÀતે પૂર્વ તાદવ દિ નૂ' જેવું વાવીએ તેવું જ ફળ મળે છે. આ પ્રમાણે શોકને કાંઈક હળવો કરીને પિતાના આશ્રમમાં કંદમૂલ-ફળનો આહાર કરતી તે એકલી રહી. વિચારવા લાગી : એકલી સ્ત્રીને સતત ભય રહે. શીલનું રક્ષણ કઈ રીતે કરું. યાદ આવ્યું કે પિતાએ એક ઔષધિ બતાવી છે કે જે કાનમાં રાખવાથી સ્ત્રી પુરુષ બની જાય અને તે ઔષધિના પ્રભાવથી ઋષિદત્તા પુરુષસ્વરૂપ બની અનિવેશને ધારણ કરી જિનેશ્વરને પૂજતી સુખપૂર્વક ત્યાં રહે છે. (ચ.ઉ.૨૫૯-૨૮૫)
કથાનકના આ ખંડમાં કવિએ હેમરથપક્ષે રૌદ્ર, સુલતાને પક્ષે ભયાનક અને બીભત્સ ઋષિદત્તાના પક્ષે કરુણ અને છેવટના ભાગમાં અદ્ભુત અને શાંતરસનું યોજન કરેલ છે. ઋષિદત્તાના વિરહમાં કનકરથની પરિસ્થિતિ :
જગતમાં સાચો પ્રેમ ઘણી વાર આકરી કસોટીએ ચડે છે. કનકરથનો પ્રેમ કસોટીએ ચડ્યો. પ્રિયાના વિરહમાં તે વિલાપ કરી રહ્યો. તે રાજ્યમાં શૂન્યહૃદયે રહે છે. આ બાજુ સુલસા પહોંચી રુક્મિણી પાસે અને તેને બધી વાતથી વાકેફ કરી. કુંવરીએ રાજાને વાત કરી અને તેણે ફરીવાર પરણવા આવવાનું કનકરથ માટે કહેણ મોકલ્યું. હેમરથરાજાએ પુત્રને ખૂબ સમજાવ્યો અને પિતાની આજ્ઞાને માન્ય કરીને ફરી એક વાર કનકરથ રુક્મિણીને પરણવા ચાલ્યો. કવિ કહે છે કે, “રુદ્રસ્નાનત્રમવાર્તધ્ય માષિત દિ પિતુઃ સતામ્'' (ચ.ઉ. ૨૮૬-૨૯૬). કનકરથનું રુક્મિણીને પરણવા માટે કાવેરી તરફ પ્રયાણ :
જ્યોતિષે આપેલા શુભમુહૂર્ત રુક્મિણીને પરણવા માટે કનકરથ ચાલ્યો. રસ્તે જતાં પોતે ઋષિદત્તાને પરણ્યો હતો તે આશ્રમ આવ્યો. પૂર્વનાં સ્મરણો જાગૃત થયાં, આ તે જ વૃક્ષો છે, આ તે જ સરોવર છે, આ તે જ ભૂમિ છે, આ આગળ રહેલું જિનમંદિર છે, જે પૂર્વે મને સુખ માટે થયું હતું તે હમણાં દુઃખ માટે થયું. “નિરીકે સ્થપિ નિવૃદ્ધ ! દા વિશે ! ત્તિ મયિ” ? હે વિધિ ! નિરપરાધી એવા પણ મારા વિષે તે આ શું કર્યું? આ પ્રમાણે વિચારીને કેટલાક સૈનિકો સાથે તે જિનમંદિરમાં ગયો. તેની જમણી આંખ ફરકવા લાગી પ્રિયસૂચક ઇંગિતો અનુભવતાં તે વિચારવા લાગ્યો. ત્યાં તો તાપસવેષી ઋષિદત્તા પુષ્પો લઈને આવી. કુમારે પણ તેના હાથમાંથી પુષ્પમાળા લીધી. કુમાર પ્રિયાના ભ્રમથી તેને જોવા લાગ્યો. ઋષિદત્તા સમજી ગઈ કે પ્રીતમ હવે રુક્મિણીને પરણવા જાય છે. પ્રશ્નોત્તર થયાં, ઋષિદત્તાએ તાપસ તરીકે પોતાનો પરિચય આપ્યો. તાપસને જોતાં પોતાની દૃષ્ટિ
datta-t.pm5 2nd proof