________________
५५
જો તે માંત્રિકી દેવી હોય તો અમે ત્યાં શું કરીએ. હે દેવ ! નગરમાંથી સર્વ પાંખડીઓને કાઢી મૂકો. મંત્રી વડે આ સૂચિત થવાથી રાજાએ જૈનમુનિઓને છોડી સર્વ પાખંડીઓને નગરમાંથી કાઢી મૂક્યા. એટલામાં પાપી ક્રૂર એવી તે સુલસાએ આવીને રાજાને એકાંતમાં આ પ્રમાણે કહ્યું : હે દેવ ! આજ રાત્રિએ મેં આવા પ્રકારનું સ્વપ્ન જોયું છે, કોઈ દેવતાએ આવીને જાણે મને આ પ્રમાણે કહ્યું છે : રાજા સવારે સર્વ પાંખીઓને કાઢી મૂકશે, તેથી તું જઈને રાજાને આની શુદ્ધિ કહે કે આ તમારી પુત્રવધુ જે કુમાર વનમાંથી લાવ્યો છે તે નક્કી રાક્ષસી છે અને તેનું આ કૃત્ય છે. હે પ્રભુ ! પાખંડીઓનો પરાભવ ન કરો. હે રાજા ! જો મારા વચનમાં તમને સંશય હોય તો આજે જ રાત્રિમાં તે કૌતુકને નીહાળો. રાજાએ રાત્રિના કુમારને પોતાની પાસે સુવા કહ્યું. કુમાર વિચારે છે કે નક્કી આજે રાત્રિમાં પત્નીનો દોષ પ્રગટ થશે. એક બાજુ પિતાના આદેશનું ઉલ્લંઘન બીજી બાજુ પત્નીનું દુ:ખ, “ડૂતો વ્યા રૂતતટી''
આ બાજુ તે સુલસાએ રાત્રિમાં તે જ પ્રમાણે કર્યું. ચરપુરુષોએ તે જોઈને રાજાને પ્રાત:કાળે કહ્યું. ક્રોધિત થયેલાં રાજાએ પુત્રને ઠપકો આપ્યો. અરે ! તું જાણવાં છતાં પણ રાક્ષસી એવી આને હે કુલાંગાર ! દુરાચારી ! પાપી ! તું કેમ પાળે છે ? તું આવ અને જો, તારા વડે ચંદ્ર જેવું નિર્મળ આ કુળ કલંકિત કરાયું છે. કુમારે હાથ જોડીને રાજાને કહ્યું હે દેવ ! આ સર્વ મિથ્યા છે, આપ પ્રસન્ન થાઓ, ક્રોધ ન કરો. રાજા બોલ્યો, અરે ! જો અમારા વચનમાં વિશ્વાસ ન હોય તો તું સ્વયં જઈને જો. કુમારે પણ રાજાના આદેશથી ત્યાં જઈને જોયું તો લોહીથી ખરડાયેલા મુખવાળી ઋષિદત્તા ગાલ ઉપર હાથ ટેકીને બેઠેલી હતી, રડી રહી હતી. કુમાર તેને કહે છે કે હે સુભગા ! હું શું કરું ગઈકાલે કોઈ યોગિણીએ રાજાની આગળ તને “રાક્ષસી’ તરીકે જાહેર કરી છે. પ્રાતઃકાળે ચરપુરુષોએ પણ આવા પ્રકારની તને જોઈને રાજાને કહ્યું છે. હું જાણતો નથી કે હમણાં શું થશે ?
રાજાએ કેશ વડે ખેંચીને વિલાપ કરતી એવી ઋષિદત્તાને ચાંડાલોને સોંપી અને રાજાએ આદેશ કર્યો કે આ પાપિણીને નગરમાં ફેરવીને શ્મશાનમાં લઈ જઈને મારી નાંખો. ઋષિદત્તાને અત્યંત વિકૃત કરીને નગરમાં ફેરવીને નગરજનોના હાહાકાર વચ્ચે ચાંડાલો સ્મશાનમાં લઈ ગયા. તે વખતે તેણીની કષ્ટમય અવસ્થા જોવા માટે અસમર્થ એવો સૂર્ય અસ્ત થયો. શમશાનમાં તેને મારવા માટે નિષ્ફર એવા એક મારાએ તલવાર ઊગામી અને તેને ઇષ્ટદેવનું સ્મરણ કરી લેવા કહ્યું. ત્યારે ભયાતુર એવી તે મૂર્શિત થઈ જમીન ઉપર પડી. મારાઓને થયું કે તેના રામ રમી ગયા છે. તેઓ નગરમાં પાછા ફરી ગયા. (ચ.ઉ.૧૯૧૨૫૮) પિતાના આશ્રમમાં ઋષિકુમારસ્વરૂપે ઋષિદત્તાનો વસવાટ :
ઋષિદત્તા પવન આવવાથી ભાનમાં આવી અને નિર્જનતાનો લાભ લઈ નાસવા
datta-t.pm5 2nd proof