________________
નગરપ્રવેશ કરાવ્યો. વહુ સહિત કુમાર માતા-પિતાને પગે લાગ્યો. તે બંને અતિખુશ થયા. પિતા વડે અભિનંદન કરાયેલો કુમાર ઋષિદત્તાની સાથે વિષયસુખોને ભોગવે છે. (૧૮૬૧૯૦). સુલાયોગિણી દ્વારા ઋષિદત્તાને રાક્ષસીનું કલંક :
આ બાજુ કાવેરીનગરીના રાજા સુંદરપાણિએ આ વૃત્તાંત જાણ્યો કે કુમાર મુનિ પુત્રીને પરણ્યો છે. તેમની કન્યા રુક્મિણી પણ આ સાંભળીને દુઃખી થઈ. એક દિવસ તેને સઘળાં મંત્ર-તંત્રને જાણનારી સુલસા નામની યોગિણી મળી. તેનો આદરસત્કાર કરીને રુક્મિણીએ ઋષિદત્તાને કલંક આપવા માટે અને કુમારને અહીં લાવવા માટે કહ્યું. તે સુલતા રથમર્દનનગરમાં પહોંચી, ત્યાં જઈને અવસ્થાપિની નિદ્રા આપી એક મનુષ્યને મારી તે કુમારના આવાસમાં પહોંચી. કુમારની પાસે સુખપૂર્વક ઋષિદત્તા સુતેલી હતી તેને જોઈને મસ્તક ધુણાવવા લાગી અને વિચારવા લાગી કે, શું સુંદર રૂપ, સુંદર કાંતિ આવી છે. આ કુમાર પણ પુણ્યશાળી કે આવી પત્ની મળી.
હવે સુલસાએ ઋષિદત્તાનું મુખ લોહીથી ખરડ્યું, કારણ કે “દુરાત્મના વાર્ત ત્યાત્યવિવેવિતા ?' પાપીજનોને કૃત્ય-અકૃત્યનો વિવેક ક્યાંથી હોય ?
| ઋષિદત્તાના ઓશીકા પાસે પાપિણી સુલસાએ માંસ નાંખ્યું અને અવસ્થાપિની નિદ્રા હરીને ત્યાંથી ભાગી ગઈ. પ્રાતઃકાળે મનુષ્યને મરેલો જોઈને કલકલારવ થયો, તેથી કુમાર જાગ્યો વૃત્તાંતને જાણીને પ્રિયાનું મુખ લોહીથી ખરડાયેલું જોઈને, ઓશીકે માંસને જોઈને વિચારે છે કે શું મારી પ્રાણવલ્લભા ખરેખર રાક્ષસી છે. પોતાના ચિત્તમાં ઘણાં સંકલ્પો કરીને કુમારે પ્રિયાને કહ્યું કે હે દેવી ! જલ્દી જાગો ! જાગો ! ઋષિદત્તા જાગી ત્યારે કુમાર તેને કહે છે કે હું તને પૂછું છું કે મુનિપુત્રી થઈને શું તું રાક્ષસી છો ? તે પણ ભયભીત થયેલી કહે છે કે, હે દેવ ! કેમ આમ કહો છો? સઘળો વૃત્તાંત રાત્રિમાં થયેલો કુમાર કહે છે : રાત્રિના કોઈ પુરુષ મરાયો છે, તારા ઓશીકે માંસ છે અને તારું મોઢું લોહીથી ખરડાયેલું છે. આ પ્રમાણે પતિના વચન સાંભળીને, પોતાને તેવા પ્રકારની જોઈને લજજાયુક્ત તેણીએ કુમારને કહ્યું કે મારા કર્મ વડે પ્રેરિત થયેલા કોઈ વૈરીએ આ કૃત્ય કર્યું છે. હું માંસભક્ષી નથી. જો તમને વિશ્વાસ ન હોય તો મને મારી નાંખો “છોડપ ત્યજેતે દુષ્ટ
દેવફપ્રવેશવત્'' ઇષ્ટ એવા પણ દુષ્ટનો સડેલા અંગપ્રદેશની જેમ ત્યાગ કરાય છે. તેના વચનને સાંભળીને વિવેકી એવા કુમારે કહ્યું કે, હે પ્રિયા ! ખેદ ન કરો, અને કુમારે જાતે તેના મુખને ધોયું.
ફરી ફરી આ પ્રમાણે થવાથી તે વૃત્તાંતને જાણીને રાજાએ ક્રોધિત બની પોતાના મંત્રીઓને બોલાવ્યા અને કહ્યું કે મારા નગરમાં રોજ એક પુરુષને મારવામાં આવે છે. તમે શું જાણતા નથી કે જેથી નિરાકુળ રહો છો. મંત્રીઓએ કહ્યું કે આ કોઈ “મારી’ લાગે છે.
datta-t.pm5 2nd proof