________________
ઋષિદત્તાના કનકરથ સાથે લગ્ન:
પત્નીની ઉત્તરક્રિયા કરીને પિતાએ તે કન્યાનું લાલન-પાલન કરીને આઠવર્ષની કરી. મારી આ રૂપવતી કન્યાને વનવાસી ભીલો હરી લેશે, એમ વિચારીને પિતાએ વિશ્વભૂતિમુનિએ આપેલ અંજન આંજીને તેને અદશ્ય કરી. હે કુમાર ! આ જંગલમાં અદશ્ય એવી કન્યાએ તને જ દર્શન આપ્યા છે. કુમાર અને કન્યા બંને અરસ-પરસ એકબીજાને જોતાં અનુરાગી બન્યા. મુનિએ પણ તેમનો ભાવ જાણીને હસીને કુમારને કહ્યું. હે કુમાર ! અતિથિ એવા તને આ કન્યા હું આપું છું.
કુમાર મુનિને ભોજન માટે આમંત્રણ કરે છે ત્યારે મુનિ કહે છે કે ફળમૂલાદિને છોડીને તપસ્વીઓને કાંઈ કલ્પતું નથી. કુમારે પોતાની છાવણીમાં જઈને પરિવાર સહિત ભોજન કર્યું. પત્નીની સાથે ત્યાં સુખપૂર્વક કેટલોક કાળ પસાર કર્યો. એક દિવસ મુનિ કુમારને કહે છે કે, તે કુમાર ! હે જગદાધાર ! વધું શું કહું ! તું આનું અપમાન ન કરતો. આ જંગલમાં આવાસ કરનાર હોવાથી અકુશળ છે. ગુણની રાશિ એવા તને આ થાપણ આપી છે. તારા સંગથી આ પણ ગુણની ખાણ બનશે. “પૃનામ પતા ધૂનિરો સુરમમવે' મૃગની નાભિમાં ગયેલી ધૂળ પણ સુગંધિત બને છે. વળી તે કુમાર ! બીજું એ કે હું હવે અગ્નિમાં પ્રવેશ કરવા ઇચ્છું છું. “મારા જેવા જાગ્રસ્તને જીવિત કરતાં મરણ શ્રેષ્ઠ છે.' કુમાર મુનીશ્વરને પગમાં પડીને પ્રાણપરિત્યાગની વાર્તા પણ ન કરવા કહે છે. રડતી એવી ઋષિદત્તા પણ પિતાને વીનવે છે. મુનિ પુત્રીને શોક ન કરવા કહે છે અને શિખામણ આપે છે :
"शुश्रूषेथा गुरून् शीलं पालयेथाः पतिव्रते ! ॥ सपत्नीष्वपि मा कोपी: कोपयन्तीष्वपि द्रुतम् । विधुः संतप्यते क्वापि दूयमानोऽपि राहुणा ? ॥ मा भूः सुखे च दुःखे च वत्से ! धर्मपराङ्मुखी ।
धर्म एव हि जन्तूनां पिता माता सुहृत् प्रभुः ॥ [ १७५ पू./१७७] જમાઈ અને દીકરીને પૂછીને પંચપરમેષ્ઠિમાં તત્પર એવા મુનિએ અગ્નિપ્રવેશ કર્યો. ઋષિદત્તા કરુણસ્વરે વિલાપ કરે છે. કવિ અહીં કરુણરસનું દર્શન કરાવી રહ્યા છે. રડતી એવી ઋષિદત્તાને રાજપુત્ર કનકરથ ખોળામાં બેસાડીને આશ્વાસન આપે છે. મુનિની ઉત્તરક્રિયા કરીને કુમારે ત્યાં મુનિનો સૂપ બનાવ્યો. (૧૦૦-૧૮૫) કનકરથનું સ્વનગરી તરફ પ્રયાણ :
કનકરથ જે રુક્મિણીનામની કન્યાને પરણવા નીકળ્યો હતો તેની અવજ્ઞા કરીને પોતાની નગરી તરફ પાછો વળ્યો. પતિની સાથે ચાલેલી ઋષિદત્તાએ માર્ગમાં સર્વ ઋતુના ફળ-વૃક્ષો વગેરે વાવ્યા. અખંડિત પ્રયાણ કરતાં કુમાર રથમર્દનનગરમાં આવ્યો. પિતાએ
datta-t.pm5 2nd proof