________________
મુનિની ઉપાસના કરી તેટલામાં ત્યાં જંગલમાં ભયંકર અવાજ થયો. આશ્રમવાસી મુનિઓ ઊંચા કાન કરીને પરસ્પર એક બીજાનું મુખ જોઈને કહેવા લાગ્યા કે આ શું છે? રાજાએ કહ્યું કે મારા પગલે મારું સૈન્ય અહીં આવ્યું છે. રાજાએ સૈન્યને દર્શન આપીને સ્વસ્થ કર્યો. સૈન્ય પણ રાજાના દર્શનથી આનંદ પામ્યો. તે વનમાં સૈન્ય આવાસ કર્યો અને રાજાએ એક માસ ત્યાં રહીને મુનિની ઉપાસના કરી. હે કુમાર ! સુંદર આકારવાળું આ મંદિર અહીં હરિષેણ રાજાએ બંધાવ્યું છે. રાજા જ્યારે નગરમાં જવા નીકળ્યાં ત્યારે વિશ્વભૂતિમુનિએ રાજાને એક વિષાપહારીમંત્ર આપ્યો.
એક દિવસ હરિષેણરાજા સભામાં બેઠેલો છે, ત્યાં કોઈ રાજદૂતે આવીને રાજાને વિજ્ઞપ્તિ કરી કે હે દેવ ! મંગલાવતીનામની નગરીમાં પ્રિયદર્શનરાજા અને વિધુત્રભારાણીની કુક્ષિથી થયેલી પ્રીતિમતીનામની કન્યા છે. તેને દુષ્ટ સાપે ડંશ માર્યો છે. તે જણાવવા માટે અમારા રાજાએ મને આપની પાસે મોકલ્યો છે. દૂતના વચનને સાંભળીને રાજા વેગવાળી સાંઢણી ઉપર બેસી ત્યાં ગયો અને કન્યાનું ઝેર ઉતાર્યું અને કન્યાના પિતાએ કન્યાને હરિફેણ સાથે પરણાવી.
રાજાએ પણ તેની સાથે ભોગ ભોગવતાં કેટલોક સમય પસાર કર્યો. ત્યારપછી યુવાન એવા પુત્ર અજિતસેનને રાજ્યભાર સોંપીને રાજા તપસ્વી બન્યો. પ્રીતિમતી પણ સ્વામીના માર્ગને અનુસરી. બંને દંપતી ત્યાંથી વિશ્વભૂતિ તાપસના આશ્રમમાં આવ્યા અને તેમના ચરણકમળમાં તપ કરવા લાગ્યા. હવે પાંચમે માસે પ્રીતિમતીને ગર્ભ પ્રગટ થયો. તપસ્વીઓને વિષે પ્રીતિમતી લજ્જા પામી. આ ગર્ભવતી થયેલી છે એમ જાણીને કુલપતિએ એકાંતમાં રાજાને પૂછ્યું, રાજાએ પોતાની પ્રિયાને કહ્યું. તેણીએ કહ્યું કે હે આર્યપુત્ર ! તે વખતે ગર્ભ રહ્યો છે તે મેં જાણ્યું ન હતું. કવિ કહે છે કે તે વખતે સૂર્ય અસ્ત પામ્યો અને ગાઢ અંધકારથી આકાશ વ્યાપ્ત બન્યું અને ગાઢ એવા અંધકારને ભેદનાર ચંદ્રોદય થયો.
તાપસોમાં આ બંનેનો ધિક્કાર થયો અને વિચારણા ચાલી કે પ્રાતઃકાળે આપણે અન્યત્ર જતાં રહીશું. ચિંતાથી આકુળ એવા તે બંનેએ રાત્રિ પસાર કરી. પ્રાતઃકાળે સૂર્યોદય થયો ત્યારે હે વત્સ ! તે બંનેએ તાપસોથી રહિત એવો આશ્રમ જોયો. તે બંને આ શું? એ પ્રમાણે બ્રાંત થઈને દોડવા લાગ્યા. ત્યાં મંદ મંદ જતાં એક વૃદ્ધતાપસને જોયા. જલ્દી તેમની પાસે જઈને હરિફેણમુનિએ પૂછ્યું ત્યારે વૃદ્ધતાપસે કહ્યું કે આશ્રમમાં રહેલાં તમને ગૃહસ્થની જેમ આવું કાર્ય કરનારાં જોઈને વિશ્વભૂતિમુનિ તપસ્વીઓની સાથે અન્ય વનમાં ગયાં છે. આ પ્રમાણે કહીને તે મુનિ પણ ગયા. હરિપેણ પત્નીની સાથે ઝૂંપડીમાં આવ્યો. નવ માસ અને સાડાસાત દિવસ પૂરા થયાં ત્યારે પ્રીતીમતીએ પુત્રને જન્મ આપ્યો. ઋષિના આશ્રમમાં આ કન્યાનો જન્મ થયો એટલે માતા-પિતાએ તેનું “ઋષિદત્તા’ એ પ્રમાણે નામ રાખ્યું. ત્યારપછી સુવાવડના રોગથી ભાગ્યયોગે, તેની માતા મૃત્યુ પામી. કવિ કહે છે કે “દીશ ભવિતવ્યતા'' ખરેખર ભવિતવ્યતા આવા પ્રકારની છે.
datta-t.pm5 2nd proof