________________
५१
એક કન્યા સાથે આવેલી, મુનિએ તેનો હાથ પકડેલો, તેને જોઈને કુમારનું ચિત્ત વિસ્મય પામ્યું, કુમારના ચિત્તને તેણે હરી લીધું. તે કન્યા પણ કુમારને જોઈને વિચારે છે કે શું આ ચંદ્ર, સૂર્ય, દેવ કે સાક્ષાત્ કામદેવ છે ? કુમારે જિનેશ્વરને નમસ્કાર કરીને તે મુનિને નમસ્કાર કર્યા. મુનિ કુમારને કહે છે કઈ નગરીથી આવેલા છો ? આપનું કુળ નામ, વર્ણ વગેરે શું છે ? કયા કારણથી અહીં આવેલા છો ? લજ્જાથી નમેલા એવા કુમારે સર્વ કહ્યું. કુમારે પણ મુનિને પૂછ્યું કે કોણે આવું શ્રેષ્ઠ જિનમંદિર અટવીમાં પણ અહીં બંધાવ્યું છે ? તમે કોણ છો ? આ કન્યા કોણ છે ? તે આપ કહો. મુનિએ કહ્યું, હે કુમાર અમારી કથા લાંબી છે. અમે દેવપૂજા કરી લઈએ ત્યાં સુધી પ્રતીક્ષા કર. મુનિએ પુત્રીની સાથે દેવપૂજા કરી. તે કન્યા કુમારને અને કુમાર તે કન્યાને વારંવાર વળી વળીને જોવા લાગ્યા. શ્રેષ્ઠ કમળો વડે તીર્થેશની પૂજા કરીને મુનિ મંડપમાં આવ્યા, અને કુમારને કહ્યું. હે કુમાર ! ચૈત્યથી ઉતરીને મારી ઝૂંપડીમાં આવો. પરોણા એવા તમારો પૂજાસત્કાર અમે કરીએ. રાજપુત્ર પણ મુનિના આગ્રહથી ઝૂંપડીમાં ગયો અને મુનિએ આપેલા આસન ઉપર ત્યાં બેઠો. મુનિએ કહ્યું કે, હે વત્સ ! ચૈત્યની, મારી અને આ કન્યાની મોટી કથા તને કૌતુક છે તો તું સાંભળ. (૧-૯૯)
હરિષણમુનિનો આત્મવૃત્તાંત :
અહીં પૃથ્વી ઉપર અમરાવતી જેવી મંત્રિતાવતી નામની નગરી છે. હરિષણરાજા સુખપૂર્વક તે નગરીનું રક્ષણ કરે છે. તેમની પ્રિયદર્શનાનામની પત્ની છે. તેમની કુક્ષિથી જન્મેલ અજિતસેન નામનો પુત્ર છે.
એક વખત રજવાડી ગયેલા તે રાજાને વિપરીતશિક્ષાવાળો કોઈ અશ્વ જંગલમાં ખેંચી ગયો. અશ્વને રોકી ન શકાતાં વટવૃક્ષની ડાળીને પકડીને રાજાએ તે અશ્વને છોડી દીધો. આગળ સરોવર હતું તેમાં મુખ વગેરે પ્રક્ષાલન કરીને તે રાજાએ આ આશ્રમમાં પ્રવેશ કર્યો. ત્યાં પોપટો તાપસના શિષ્યને પ્રેરણા કરતાં હતા કે “અતિથિનું આતિથ્ય કરો.’ હરણાંઓના મોઢામાંથી ખાધાં પછી આવેલા ધાનના ઢગલાં પડ્યા હતા ને મોઢામાં ફીણ આવ્યા હતાં. મુનિના ખોળામાં હરણનાં બચ્ચાં બેઠેલાં હતાં. વૃક્ષોની છાયામાં તાપસમંડલ બેઠેલું હતું ને કુલપતિ શિષ્યોથી વીંટળાયેલા હતા. ત્યાં કચ્છ-મહાકચ્છના વંશમાં ઉત્પન્ન થયેલા વિશ્વભૂતિ નામના કુલપતિને રાજાએ જોયા. રાજા ત્યાં આવે છે, મુનિને વંદન કરે છે. મુનિ પણ રાજાને આશીર્વાદ આપે છે :
‘‘રાનન્ ! વૃષમધ્વનવિમોર્વતનું મુરેસ્તુ, શ્રીશાનવાસવનમક્ષિાવાક્ષમુલમ્ । स्कन्धाद्रिमूर्द्धनि, चलश्रुतिर्दोलयोर्यत्, पाश्वद्वयोरुपवनीयति कुन्तलाली” ॥ મુનિએ આ પ્રમાણે રાજાને આશીર્વાદ આપીને પૂછ્યું કે તમે અહીં ક્યાંથી આવ્યા છો ? એકાકી કેમ છો ? રાજાએ હાથ જોડીને સર્વ હકીકત મુનિને કહી. રાજાએ ત્યાં રહીને
datta-t.pm5 2nd proof