________________
કનકરથનું કાવેરી નગરી તરફ પ્રયાણ :
રાજાએ દૂતને બોલાવીને કનકરથ પાસે મોકલ્યો. પિતાની આજ્ઞાથી કનકરથે કાવેરીનગરી તરફ સૈન્ય સાથે પ્રયાણ કર્યું. અવિલંબ પ્રયાણથી જતાં વનમાં કોઈક આમ્રવૃક્ષ નીચે કુમાર બેઠો. ત્યાં કોઈ દૂતે આવીને કુમારને કહ્યું કે અરિદમન નામનો રાજા આદેશ કરે છે કે, અમારા દેશની સીમામાં પ્રવેશ કરતા તારે મૃત્યુ થશે. દૂતને કનકરથે કહ્યું કે તારા રાજાને જણાવજે કે કુમાર યુદ્ધ માટે કૌતુકી છે. દૂતે જઈને અરિદમનરાજાને કહ્યું અરિદમન કુમાર સાથે યુદ્ધ કરવા માટે નીકળે છે. કુમાર પણ યુદ્ધની તૈયારી કરે છે, લશ્કરે જ્યારે યુદ્ધ માટે પ્રયાણ કર્યું ત્યારે સૂર્ય ઢંકાઈ ગયો. પવનવેગી ઘોડા લશ્કરમાં હતાં. આકાશરૂપી વક્ષસ્થળમાં જાણે સ્તનરૂપી ઘોડા દોડતા ન હોય તેમ તેઓ ચાલ્યા. કનકરથ અને અરિદમન વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અને કનકરથકુમારે અરિદમનનો પરાજય કરીને જીવતો બાંધી લીધો. કેટલાંક પ્રયાણો ગયા પછી કુમારે અરિદમનને મુક્ત કર્યો. વૈરાગ્ય પામેલા અરિદમને પ્રવ્રજ્યા ગ્રહણ કરી અને નમિનાથ તીર્થંકરના તીર્થમાં મોક્ષ પામ્યા
અટવીમાં આગળ જતાં સંધ્યાસમયે જલની શોધ માટે ગયેલા ચરપુરુષોએ આવીને કુમારને પ્રણામ કર્યા. કુમારે પૂછ્યું કે કેમ ઘણા સમયે તમે પાછા આવ્યા, ત્યારે ચરપુરુષો કહે છે કે એક સમુદ્ર જેવું અમે સરોવર જોયું, ત્યાં વનકુંજમાં એક દેવાંગના જેવી સુંદર કન્યાને અમે જોઈ. તે સાંભળીને કુમાર વિસ્મય પામ્યો. સેવકોને વિસર્જન કરીને તે રાત્રિ પસાર કરી, મંગલપાઠકોએ પ્રયાણ માટે ઢોલ વગડાવ્યો. આગળ પ્રયાણ કરતાં મિત્ર સહિત કુમાર સરોવર સમીપ આવ્યો, ત્યાં તેણે પણ દેવાંગના જેવી તે કન્યાને જોઈ અને વિચારે છે કે આવું સ્ત્રીરત્ન મનુષ્યલોકમાં ક્યાંથી સંભવે? લવણસમુદ્રમાં શું કર્પર સંભવે? કુમાર કન્યાને સુખપૂર્વક જોઈ રહ્યો હતો, તેટલામાં તેનું સૈન્ય ત્યાં આવ્યું અને સૈન્યના કોલાહલથી તે કન્યા અદૃશ્ય થઈ ગઈ.
આગળ જતાં કુમારે ત્યાં એક ચૈત્ય જોયું. કુમારે ચૈત્યમાં પ્રવેશ કર્યો ત્યાં નામેયપ્રભુના દર્શન થયા. ત્યાં પુષ્પો વગેરે લાવીને જિનોત્તમની કુમારે પુજા કરી અને આનંદિત થયેલા કુમારે હર્ષાશ્રયુક્તનેસ્તુતિ કરી :
નિઃશેષમુઠ્ઠસંવાદ- ન્વત્રનાડુ ! I जयामेयगुणग्राम ! नाभेय ! जिनपुङ्गव ! ॥ अद्य मे सफलं चक्षुरद्य मे सफलं शिरः । अद्य मे सफलः पाणिरद्य मे सफलं वचः ॥ दृष्टोऽसि वन्दितोऽसि त्वं पूजितोऽसि स्तुतोऽसि यत् ।
वदन्निति स तीर्थेशं प्रणनाम मुहर्मुहुः" ॥ તે અવસરે ત્યાં વયોવૃદ્ધ, જટાધારી એક મુનિ આવ્યા તેમની સાથે પુષ્પકરંડક લઈને
datta-t.pm5 2nd proof