________________
[૩]
અજ્ઞાતકર્ત્તક ઋષિદત્તાચરિત્રનો સંક્ષિપ્તસાર
"दुग्गइपहपत्थाणं, अब्भक्खाणं पयासयंतीए ।
સિવત્તા વઘુસી, વઘુસીયસંતાવા' દુર્ગતિમાર્ગના પ્રસ્થાનરૂપ અભ્યાખ્યાનને (આળને) ચડાવતી એવી ઋષિદત્તાએ અનેકવાર અનેક શોક-સંતાપોને પ્રાપ્ત કર્યા.
પ્રારંભમાં આ પ્રાકૃતગાથાની વ્યાખ્યા કરીને કવિએ ઋષિદત્તાકથાનો પ્રારંભ કર્યો છે :
ભરતક્ષેત્રના મધ્યદેશમાં હેમરથનામનો રાજા અને સુયશાનામની તેમની સુયશવાળી પત્ની છે. તેમને કનકરથનામનો પુત્ર છે.
આ બાજુ કાવેરીનામની નગરીમાં સુંદરપાણિનામનો રાજા અને વાસુલાનામની તેમની પત્ની છે. તેમને રુક્મિણી નામની પુત્રી છે.
પુત્રીને નવયૌવના જોઈને સર્વઆભરણથી વિભૂષિત કરી માતાએ પિતાની સમીપે મોકલી પિતાને પ્રણામ કરીને ખોળામાં બેઠેલી પુત્રીને જોઈને રાજા ચિંતાતુર બન્યો. યૌવન પામેલી આ કન્યા કયા વરને આપવી. વિચારતાં યાદ આવ્યું કે, હેમરથનો પુત્ર કનકરથ ગુણવાન છે તે આનો પતિ થવા યોગ્ય છે.
૧. અજ્ઞાતકર્તક આ ઋષિદત્તાચરિત્રની અભ્યાખ્યાનવિષયક આ કથા પાતાસંપા-૧૨૯ સમ્યત્વવિષયે વિક્રમસેનકથા આદિ સંપૂર્ણ, પૃષ્ઠ ૧-૨૩૪ કુલ પેટાંક-૧૫ (૧૫ કથાઓ) આપેલ છે તેમાંથી પૃષ્ઠ ૨૫થી ૪૧ ઉપર આ ઋષિદત્તાની કથા આપેલ છે તેના આધારે તૈયાર કરેલ છે. કુલ પદ્યશ્લોકો આમાં ૪૪૬ છે.
ત્યારપછી આસડકવિકૃત વિવેકમંજરીની ગાથા-૫૮ ઉપરની પ.પૂ.બાલચંદ્રસૂરિવિરચિત વૃત્તિમાં આ ઋષિદત્તાકથા મુદ્રિત થયેલી પ્રાપ્ત થઈ, તેમાં પદ્ય શ્લોકો ૪૪૪ છે. વિવેકમંજરીનીવૃત્તિના પાઠભેદો અમે આ પ્રકાશનમાં ટિપ્પણીમાં આપેલ છે.
અમે આ ઋષિદત્તાચરિત્ર પાટણની તાડપત્રીયના આધારે તૈયાર કરેલ છે. તેમાં કર્તાનો ઉલ્લેખ આપેલ નથી. સમ્મા.