________________
४८
અજ્ઞાતકવિએ ઉત્તરાધ્યયન સૂત્ર ૧૯મા અધ્યયની ગાથાઓ કહેલ છે. તેમાં પુત્રી અને માતા-પિતા વચ્ચેનો સંવાદ વર્ણવેલ છે. માતા-પિતાની અનુજ્ઞા લઈ શ્રીમતિ ભદ્રાપ્રવત્તિનીની પાસે ચારિત્ર ગ્રહણ કરે છે. માસભક્ત વગેરે દુષ્કરતપોને તપીને પ્રવર્તિની વગેરે સાધ્વી તેને શિક્ષા આપે છે તેમના ઉપર તે રોષને ધારણ કરે છે અને ગૃહસ્થની ભાષામાં કલહ કરે છે. સાધ્વીઓ સાથે ક્રોધ કરનારી એવો તેનો તપ ફોગટ જાય છે. ક્રોધના ફળથી તપની નિષ્ફળતા અંગે અહીં અનેક ઉદ્ધરણો ગચ્છાચારપ્રકીર્ણક, ઉપદેશમાલા, દશવૈકાલિક, યોગશાસ્ત્ર વગેરેનાં આપેલ છે. ગુજરાતી મધ્યકાલીન ભાષામાં પણ એક દુહો સુંદર આપેલ છે :
“કોહ પઇટ્ટઓ દેહરિ તિન્નિ વિકાર કરેઇ ।
અપ્પઉં તાવઇ, પર તવઇ, પરતહ હાણિ કરેઇ” I [ ચ.ઉ./૨૧૨ ] ક્રોધવશ જીવો કેવાં કેવાં કર્મ ઉપાર્જન કરે છે તે અંગે આગમગ્રંથનો પાઠ આપેલ છે. પરસ્પર સાધ્વીજીઓ સાથે કલહથી કરેલ ક્રોધની આલોચના કર્યા વગર, અંતે આરાધના કરી શ્રમણપણું પાળીને શ્રીમતિ એવી તું ઈશાનનામના બીજા દેવલોકમાં ઈશાનેન્દ્રની ઇંદ્રાણી તરીકે તારો જન્મ થાય છે. પંચાવન પલ્યોપમનું દેવી તરીકેનું આયુષ્ય પાળીને ત્યાંથી તું હરિષણમુનિની પુત્રી ઋષિદત્તા તરીકે જન્મી. પૂર્વકર્મના વિપાકને કારણે તને આ કલંક લાગ્યું છે. આ પ્રમાણે પોતાના પૂર્વભવોને સાંભળીને ઋષિદત્તાને જાતિસ્મરણજ્ઞાન થયું. વૈરાગ્ય પામી ચારિત્રગ્રહણ કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી પરમપદને તેણે પ્રાપ્ત કર્યું. (ચ.ઉ.| ૬૯-૨૧૮)
datta-t.pm5 2nd proof