________________
४७
રાજાએ ઋષિદત્તાની સાથે સૂર્યાભદેવની જેમ પરિવાર સહિત આવીને મુનિને ત્રણ પ્રદક્ષિણા કરી વંદન કર્યા અને સૂરિએ ક્લેશનો નાશ કરનારી દેશના આપી. અહીં અજ્ઞાતકવિએ જ્ઞાતાધ્યયનનું ૧૭મું અધ્યયન આપેલ છે, તેમાં અશ્વકથાનક વર્ણવેલ છે. ગુરુની અમૃતસમાન દેશના સાંભળીને કેટલાક જીવો દેશવિરતિ પામ્યા, કેટલાક જીવો સમ્યગ્દર્શન પામ્યા. રાજા-રાણી સિવાય સર્વ નગરજનો નગરીમાં પાછા ગયા. રાણીએ અહીં પોતાના મનમાં જે સંશય હતો તે અંગે ગુરને પ્રશ્ન કર્યો. હે ભગવંત ! મને આ ભવમાં “રાક્ષસી'નું બિરુદ શાથી પ્રાપ્ત થયું ? ગુરુએ કહ્યું કે, હે રાજપત્ની ! તે અંગે તું સાંભળ. (ચ.ઉ.૧૭-૬૮) ઋષિદત્તાના પૂર્વભવોઃ
આ ભરતક્ષેત્રમાં રત્નપુર નામનું નગર છે. ગંગદત્ત નામનો રાજા અને તેની ગંગાનામે પ્રિયા છે. તેમને ગંગસેના નામની પુત્રી છે. આ બાજુ તે નગરમાં ધર્મમાર્ગને પ્રવર્તાવનારી ભદ્રયશસૂરિની શિષ્યા ચંદ્રયશાનામની પ્રવર્તિની પધારે છે. ગંગસેના વગેરે સ્ત્રીઓ તેમની દેશના સાંભળવા જાય છે. અહીં દેશનામાં ચંદ્રયશા સાધ્વીના મુખે અજ્ઞાતકવિએ અધ્યાત્મકલ્પદ્રુમ ગ્રંથના સ્ત્રીદ્વાર, અપત્યદ્વાર, ધનદ્વાર, દેહદ્વાર, વિષયદ્વાર, ઉત્તરાધ્યયન, દશવૈકાલિકસૂત્ર વગેરે ઉદ્ધરણો આપેલ છે. ચંદ્રયથાપ્રવર્તિનીની દેશના સાંભળીને ગંગસેનાને ભવથી વૈરાગ્ય થાય છે. તે નવીનવ્રુત ભણે છે, યથાશક્તિ ક્રિયા કરે છે, ગુણીજનની સંગતિ કરે છે. શીલરૂપી અલંકારને ધારણ કરતી તે સ્વકુળને શોભાવે છે.
આ બાજુ તે જ નગરમાં સંગાનામની કોઈ શ્રાવિકા માસક્ષમણ વગેરે દુષ્કર તપ તપે છે. લોકો તેની વિશેષ ગુણસ્તુતિ વગેરે કરે છે ગંગસેના સંગાની આ પ્રશંસા સહન કરી શકતી નથી. તેણે નિસ્પૃહ એવી સંગાને કલંક આપ્યું કે, રાક્ષસીસ્વરૂપ આ સંગા રાત્રે ત્રણ પ્રકારના માંસ ખાય છે. ગંગાએ આપેલા આ કલંકને સંગા ક્ષમા ધારણ કરી સહન કરે છે. અહીં અજ્ઞાતકવિએ ક્ષમાધારણ કરવા અંગે ઉપદેશમાલા વગેરે ગ્રંથોના ઉદ્ધરણ આપ્યા છે. સંગા સંલેખના કરીને તીવ્ર તપ તપીને તપ અને ક્ષમાના પ્રભાવથી દેવલોકમાં ગઈ. ગંગાને સંગાની કરેલ અવજ્ઞાથી શરીરમાં મહાભયંકર સોળ વ્યાધિઓ થયા અને પોતાના દુષ્કતની આલોચના કર્યા વગર નાગશ્રીની જેમ નિંદાને પામી તે નરકમાં ગઈ. અહીં અજ્ઞાતકવિએ જ્ઞાતાધ્યયનના સોળમાં અધ્યયનમાં નાગશ્રીબ્રાહ્મણીનું દૃષ્ટાંત આપેલ છે તે આગમપાઠ આપેલ છે. નરકનું આયુષ્ય ભોગવી ત્યાંથી અનેક તિર્યંચોના ભવમાં ભમીને ત્યાંથી શ્રીમતિનગરમાં ધનશ્રેષ્ઠી અને રત્નાવતીની કુક્ષિએ શ્રીમતિનામની પુત્રી તરીકે તું ઉત્પન્ન થઈ શ્રીમતિને બાળપણમાં ગુરુની દેશના સાંભળીને વૈરાગ્ય થવાથી વ્રતગ્રહણની ભાવના થાય છે. શ્રીમતિ માતાને કહે છે કે, હે માતા ! આજે મેં આગમવાણી સાંભળી છે તેથી મને વ્રતગ્રહણથી ભાવના થઈ છે. અહીં આગમવાણી તરીકે શ્રીમતીના મુખે
datta-t.pm5 2nd proof