________________
૪૬
કનકરથનો હેમરથ રાજાએ ઉત્સવપૂર્વક કરાવેલ નગરપ્રવેશ :
સુરસુંદરરાજાને પૂછીને પ્રિય એવી બે પ્રિયાયુક્ત કુમાર પોતાના નગરમાં આવ્યો. હેમરથરાજા સ્વર્ણરથને લેવા સામે આવ્યા. પિતાને આવેલા જોઈને કનકરથ ભક્તિથી તેમને નમ્યો. હેમરથરાજાએ પુત્રને પ્રમોદથી આંસુ વહાવતાં ગાઢ આલિંગન કર્યું. હેમરથરાજાએ પ્રમોદસહિત વાજિંત્રના આડંબરપૂર્વક કુમારનો નગરપ્રવેશ કરાવ્યો. સ્વર્ણરથે શોક્ય રુક્મિણીએ કરેલો ઋષિદત્તાનો સર્વ વૃત્તાંત કહ્યો. પૂર્વ કરેલા અપરાધથી લજ્જાથી નીચા મુખકમળવાળા રાજાએ ઋષિદત્તાનું સન્માન કર્યું. (તૃ.ઉ./પ૨૫-૫૩૯૦) હેમરથરાજાની પ્રવજ્યા :
કનકરથને રાજયમાં સ્થાપન કરીને વિવિધ આરંભોને છોડીને વૃદ્ધ ઉંમર જાણીને, સંસારની અસારતા જાણીને, વિષયોને વિષસમાન માનીને, અનિત્ય ભાવનાને ભાવીને, ભગવાનના વચનોનું ભાવન કરતાં ક્ષમાભદ્રગુરની દેશના સાંભળીને તેમની પાસે હેમરથરાજાએ દીક્ષાનો સ્વીકાર કર્યો. (તુ.ઉ.)૨૩૧-૫૩૩)
[ચતુર્થ ઉલ્લાસ ] સિંહરથનો જન્મોત્સવ:
સ્વર્ણરથરાજા ન્યાયપૂર્વક પૃથ્વીનું પાલન કરી રહ્યા છે. રુક્મિણી અને ઋષિદત્તાની સાથે નીતિપૂર્વક સપ્તાંગ રાજ્યને ભોગવે છે. ઋષિદત્તાની સાથે ભોગોને ભોગવતાં ઋષિદત્તાએ પુત્રરત્નને જન્મ આપ્યો અને રાજાએ પુત્રજન્મોત્સવ કર્યો તે વખતે વીંટીપરવાળાં, સોનું, ચાંદી વગેરેનું દાન આપ્યું આખાય ગામમાં તોરણ બાંધ્યા, જેલમાંથી કેદીઓને છૂટા કરવામાં આવ્યા. બીજા રાજાઓને ભોજન કરાવ્યાં, વસ્ત્રો આપ્યા. સિંહરથને માટે પાંચ ધાત્રી રાખવામાં આવી. શાસ્ત્ર અને શસ્ત્રની કળા શીખવા તેને ઉપાધ્યાય પાસે મોકલ્યો. (ચ.ઉ.૧-૧૬) કનકરથરાજા અને ઋષિદત્તાને વૈરાગ્ય :
આ બાજુ સ્વર્ણરથરાજા પ્રિયા સહિત દેવની જેમ પાંચ પ્રકારના વિષયસુખો ભોગવી રહ્યા છે. ત્યાં અકસ્માતુ દિવસે પણ આકાશમાં તિમિર-અંધકાર વ્યાપી ગયો. મેઘછંદથી આકાશ છવાઈ ગયું. ક્ષણવાર વૃષ્ટિ કરીને વાયુથી વાદળો વિખેરાઈ ગયા. આ રીતે વાદળની લીલા જોઈને રાજા અનિત્યભાવનામાં ચડી ગયા. ત્યાં ઉદ્યાનપાલકે આવીને વધામણી આપી કે હે દેવ ! કુસુમાકરઉદ્યાનમાં શ્રીભદ્રયશનામના આચાર્યભગવંત પધાર્યા છે. તેઓ જ્ઞાની, તપસ્વી, છત્રીશ ગુણોના ધારક છે. આ વધામણી સાંભળીને રાજાએ
ને આભૂષણો વગેરે ધન આપ્યું અને ખુશ કર્યો. અહીં અજ્ઞાતકવિએ પ્રીતિદાન અંગે ઔપપાતિક આગમગ્રંથનો પાઠ આપેલ છે.
datta-t.pm5 2nd proof