________________
જણાવતાં અનેક ઉદ્ધરણો આપ્યા છે મહાનિશીથ સૂત્રમાં કહેલ સ્ત્રીના શીલની સ્તુતિનો પાઠ પણ કહ્યો છે. (તૃ.૧.૪૬૮-૪૯૫) સુરસુંદરરાજા દ્વારા કુમાર અને ઋષિદત્તાનો સત્કાર :
રુક્મિણી અને ઋષિદત્તા વચ્ચે આભ અને ગાભ જેટલું અંતર જાણીને સુંદરરાજા પણ મસ્તક ધુણાવવા લાગ્યાં. આવી સુકુલીન સ્ત્રીરત્ન માટે કુમારનો આગ્રહ સ્થાને છે, એ પ્રમાણે વિચારીને ઋષિદત્તા સહિત કુમારને પોતાના આવાસમાં લઈ ગયા. રાજાએ સ્નાન, ભોજન, તાંબૂલ, વસ્ત્રાદિ વગેરેના દાનથી પ્રિયા સહિત કુમારનો સત્કાર કર્યો.
સુલતાનામની યોગિની નગરજનો વડે નિંદાવા લાગી. લાકડી, પથ્થરાઓ વડે લોકો તેને મારે છે. ગધેડા ઉપર તેને બેસાડીને, નગરમાં ફેરવીને ચતુષ્પથમાં લાવી તેની નાસિકા છેદીને રાજાએ તેને કાઢી મૂકી. સુંદરરાજાએ ઇર્ષાળુ પોતાની પુત્રી રુક્મિણીને એકાંતમાં શીખામણ આપી. આ મહાન સતીને રાક્ષસીનું તે કલંક લગાડ્યું અને ફોગટ વૈરકરનારી બની એની તું ક્ષમા માંગ. માતા-પિતા અને ગુરુની શિખામણ અમૃત રસાયણ સરખી છે. જેઓ માનતા નથી તેઓ બાપડા રલે છે. એ પ્રમાણે મધ્યકાલીન ગુજરાતી દૂહામાં કવિ કહે છે. (તૃ.૧.૪૯૬-૫૧૧) રુક્મિણી પ્રત્યે ઋષિદત્તાનો પ્રમોદભાવઃ
આ બાજુ દોગંદકદેવની જેમ ઋષિદત્તા સાથે સુખમાં મગ્ન બનેલો કુમાર ઋષિદત્તા સતીને કહે છે કે, પૂર્વપુણ્યના પ્રભાવથી સૌ સારાવાના થયા. પરંતુ મારો મુનિમિત્ર યમરાજ પાસે શીતાદિ કષ્ટોને સહન કરતો હશે. ઋષિદત્તા હસીને કહે છે : હે સ્વામી ! વિષાદ ન કરો. આ સર્વ ઔષધિનો વિલાસ છે. પ્રિયાએ કહ્યું : હે પ્રભુ ! પૂર્વે સ્વીકારેલ વર આપો. ત્યારે કુમારે કહ્યું કે હે દેવી ! તને હું શું આપું ? ત્યારે ઋષિદત્તા કહે છે કે જેમ મને, તે પ્રમાણે રૂક્મિણીને રાખો, એ પ્રમાણે સાંભળીને કુમાર વિચારે છે. સ્વપત્ની એવી રુક્મિણી મુખમાં ઇષ્ટ, મનમાં દુષ્ટ, અનિષ્ટ કરનારી શું મારા રોષ માટે યુક્ત છે ? અહીં અજ્ઞાતકવિ સજ્જન અને દુર્જન વચ્ચેનું અંતર ગુજરાતી દૂહામાં કહે છે :
“સજ્જણ તે સજ્જણ હુઈ, દુજણ કિમઈ ન હૃતિ !
અવગુણ કીજઈ અગર જિમ, તુહજી હુઇ સુગંધ . ઉવયારહ ઉવયારડઉ, સવ્વો લોય કરેઇI
અવગુણ કિદ્ધઇ ગુણ કરઇ, વિરલા જણણિ જણે” || [.ઉ./પર૧-૫૨૨ ]
આ પ્રમાણે વિચારીને કુમાર ઋષિદત્તાને કહે છે તારા વચન પ્રમાણે હો ! મહાસત્ત્વશાળી પુરુષો ક્ષમાધારણ કરનારા હોય છે. પોતાના સ્વામીના વચનને સાંભળીને લજ્જાભંગ કરીને ઋષિદત્તાએ સ્વબુદ્ધિથી અકાર્યકારી એવી રુકિમણીને બોલાવી. (તુ.ઉ.પ૧૨-૫૨૪)
datta-t.pm5 2nd proof