________________
४४
નહિ તો વીંટી તેમ જ મુગુટ એકલાં કેમ આવ્યા ?’’ આમ વિચારી સરસ્વતી પણ મૃત્યુ પામી. યુદ્ધમાં વિજય મેળવી ભાનુમંત્રી પાછો આવ્યો. એણે જાણ્યું કે પોતાની સ્ત્રી વિયોગથી મૃત્યુ પામી છે. આ સાંભળી મૂર્છિત થઈ ગયો, ઠંડા ઉપચારથી જાગૃત થઈ ઘેર ગયો. વિલાપ કરવા માંડ્યો, “હે પ્રિયે ! તારા વિના બધી દિશાઓ આંધળી થઈ ગઈ છે.” આમ વિલાપ કરતાં કરતાં તે સાવ મૂઢ બની ગયો. પોતાનાં માણસો કે બીજા કોઈને ઓળખતો નથી. આમ ગાંડો બની ગયો એટલે રાજાએ તેને પ્રધાનપદેથી છૂટો કરી મૂક્યો.
એકવાર એ બહાર નીકળ્યો, રસ્તામાં ગંગા તરફ જતાં કોઈ યાત્રી મળ્યો. તેની સાથે ચાલવા લાગ્યો. ગંગા નદી જઈ ‘‘સરસ્વતી, સરસ્વતી, સરસ્વતી’”, એમ ત્રણ વાર બોલી સ્નાન કરવા લાગ્યો. એક દિવસ ધ્યાની, જ્ઞાની અને મૌની સાધુ ત્યાં સ્નાન કરવાં આવ્યા. તેને ભાનુમંત્રીએ નમસ્કાર કર્યા. મુનિને પૂછ્યું, ‘‘મારી સ્ત્રી મરીને ક્યાં ગઈ છે ?’’ મુનિએ વિભંગજ્ઞાનથી જોયું ને કહ્યું : “ગંગાપુર ગામમાં સિંહદત્તનામના ધનવાનની તે પુત્રી થઈ છે. અત્યારે એનું નામ સુંદરી છે. જે બહુ દયાવાન. ઉંમરમાં બાર વર્ષની થઈ છે. એના પિતા પણ એને વિષે ચિંતાતુર છે કે આને યોગ્ય વર કોણ મળશે ? યશ અને બુદ્ધિમાન તું એ સુંદરી પાસે જઈશ તો એને જાતિસ્મરણ જ્ઞાન થશે અને એ તને પરણશે.’’
કોઈકવાર સુંદરી ત્યાં સ્નાન કરવા આવી. ભાનુમંત્રીને સ્નાન કરતો જોયો ને તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાનો પૂર્વભવ જોયો એટલે તેના ગળામાં વરમાળા નાંખી પરણી ગઈ. માતા-પિતાએ જાણ્યું એટલે દંપતીને ઘેર લઈ ગયાં. આવા સાહસિક કાર્ય માટે સત્કાર કર્યો. આમ ભાનુમંત્રી ગંગા નદી પાસે ગયો અને એની સ્ત્રી એને ત્યાં મળી ગઈ. (પૃ. ઉ./૩૩૮-૪૬૭)
ઋષિદત્તાનું કુમારને મિલન ઃ
આ પ્રમાણે ભાનુમંત્રીની દૃષ્ટાંત સાંભળીને સ્વર્ણરથ સ્વસ્થ થયો. કુમાર ઋષિકુમારને કહે છે કે, હે પ્રભુ ! તે ઋષિદત્તા કેટલા દિવસે મને મળશે ? તે ક્યાંય જોયેલી કે સાંભળી છે. આપના જ્ઞાનવિશેષથી ક્યાંય પણ જીવતી જોઈ હોય તો મને કહો. મુનિ કહે છે તે તારી પત્નીને હું જ્ઞાનથી પ્રત્યક્ષ જોઈ રહ્યો દક્ષિણ દિશાનો સ્વામી શ્રાદ્ધદેવ નામનો રાજા છે તેની પાસે વિકસિતરૂપવાળી ઋષિદત્તા છે. હું તેની પાસે પોતાને સ્થાપન કરીને મિત્રના હિત માટે તારી પ્રિયાને હમણાં લઈ આવીશ. હવે કુમાર મુનિને કહે છે કે પૂર્વે મેં મારું ચિત્ત તને આપ્યું છે હે મુનિરાજેન્દ્ર ! હમણાં તારામાં મારો આત્મા સ્થાપિત કરું છું. મુનિ કહે છે કે, હે મિત્ર ! તારો આત્મા તારા ઘરે રહો. જ્યારે હું પ્રાર્થના કરું ત્યારે તારે મને તે આપવું કુમારે કહ્યું કે એ પ્રમાણે હો ! ત્યારપછી ક્ષણવાર મુનિ પડદાની અંદર ગયા અને પૂર્વરૂપનો ત્યાગ કરીને ઋષિદત્તા બન્યા. દેવતાઓએ ઋષિદત્તાના શીલના પ્રભાવથી ત્યાં પંચ દિવ્યો પ્રગટ કર્યા. અજ્ઞાત કવિએ ત્યારપછી શીલના માહાત્મ્યને
datta-t.pm5 2nd proof