________________
४३
તને ધિક્કાર છે. ઉભયલોકમાં વિરુદ્ધ એવું કૃત્ય કરીને અકૃત્યકારી એવી તે સ્વકુળને મલિન કર્યું છે. આ પ્રમાણે તેની હીલના કરતાં રાજાએ તે રાત્રિ પસાર કરી. રાજાએ નમસ્કારનું ધ્યાન કરીને આ પ્રમાણે ભાવના ભાવી. અહીં અજ્ઞાતકવિએ ભર્તુહરિશતક, સિંદુરપ્રકર વગેરેના વૈરાગ્યગર્ભિત શ્લોકો સુંદર આપેલ છે. (તુ.ઉ.૨૯૪-૩૧૭).
આ સમગ્ર વૃત્તાંતને જાણીને કનકરથકુમાર ચિતા ઉપર આરૂઢ થવા માટે ઉદ્યત થયો. કૌબેરીપતિ સુરસુંદરરાજાએ વેગથી આવીને વાર્યો. “આવું સ્ત્રીજનઉચિત કર્મ તારા જેવાને ઉચિત નથી.” આ પ્રમાણે રાજાએ કહેવા છતાં કુમાર આગ્રહને છોડતો નથી ત્યારે રાજાના પરિવારે મહામુનિને કહ્યું કે કુમાર આપનું કહ્યું કરશે. આવા પ્રકારના મરણથી આપ એને અટકાવો. સુંદરરાજાએ પણ મુનિને આ પ્રમાણે પ્રાર્થના કરી. મુનિએ કાંઈક હસીને કુમારને કહ્યું કે મહાત્માઓ અકાર્ય એવા કાર્યને સહસા સ્ત્રીમાટે કરતાં નથી. હે રાજન્ ! શું એક ભવમાં અનેક ભવો કરવા છે? સ્ત્રી માટે જેઓ મરે છે તે ફોગટ જન્મ હારી જાય છે. અહીં અજ્ઞાતકવિએ અધ્યાત્મકલ્પદ્રુમ વગેરેના અનેક વૈરાગ્યગર્ભિત શ્લોકો ઉદ્ધરણ તરીકે આપેલ છે.
પત્નીના સંગની વાર્તા પણ મર્યા પછી દુર્લભ છે જીવતો રહીશ તો ફરી આવીને તે ક્યારે પણ મળશે. કુમાર મુનિને કહે છે કે હે મુનિ ! મને શા માટે છેતરો છો ? શું મરેલો માનવી જીવતો થાય ? પ્રાણો કંઠે આવી જાય તો પણ અસંભવિત ન કહેવું જોઈએ. મુનિ કહે છે : તારા સત્ત્વથી મરી ગયેલી પણ ઋષિદત્તા મળશે. હે રાજન ! આ કથનમાં ભાનુમંત્રીનું આખ્યાનક તું સાંભળ. (તૃ.ઉ.૩૧૮-૩૩૭) ભાનુમંત્રીનું આખ્યાનક:
વારાણસી નગરીમાં સૂરસેન રાજા હતા, તેની શ્રીદત્તા પત્ની હતી. એ રાજાને ભાનુનામનો મંત્રી હતો. જે સન્માર્ગે ચાલનારો હતો. તેને ગુણવાળી, કલાયુક્ત, સુલક્ષણા, પ્રિયભાષિણી પત્ની સરસ્વતી હતી. બન્ને વચ્ચે શંકર-પાર્વતી જેવો, કૃષ્ણ-રૂક્મિણી જેવો સ્નેહ હતો. બંને સોગઠાબાજી રમતાં, આનંદક્રીડા કરતાં દિવસો પસાર કરતાં હતાં.
એક દિવસ રાજાએ પ્રધાનને બોલાવ્યો પરંતુ તે મોડો ગયો. રાજાએ તેને ઠપકો આપ્યો. “તું બુદ્ધિશાળી છે છતાં તે ઠપકાનું કારણ કેમ ઊભું કર્યું? પ્રધાને જવાબ આપ્યો, “મારી પત્ની બહુ પ્રેમાળ છે, એ મારો વિરહ સહન કરી શકતી નથી.” રાજાએ કહ્યું.
અધિકારી તરીકે તારે કામ કરવું જોઈએ.” આવું સાંભળી મંત્રી પોતાને ઘરે ગયો. રાજાએ મંત્રીની પરીક્ષા કરવા માટે તેને યુદ્ધમાં મોકલ્યો. રાજાને પગે લાગી મંત્રી યુદ્ધ કરવા ગયો. રાજાએ એની પાસે એની મુદ્રાની મહોર ઘરેથી મંગાવી લીધી. મંત્રી સૈન્યમાં શોભવા લાગ્યો, જબરું યુદ્ધ જામ્યું. આ બાજુ રાજાએ મંત્રીનો પ્રેમ જાણવા એને ઘેર એની સ્ત્રી પાસે ચર મોકલ્યો. આ જોઈ સ્ત્રી સમજી ગઈ કે “નક્કી મારો પતિ યુદ્ધમાં મૃત્યુ પામ્યો છે,
datta-t.pm5 2nd proof