________________
४२ થયાં છે. હમણાં સગુણીના સંગથી સફળ થયો છું. કુમાર મુનિને કહે છે કે હે મુનિ ! તમને જોતાં મને તૃપ્તિ કેમ થતી નથી? હે મુનિ ! મારે આગળ જવાનું છે. તમારી પ્રીતિરૂપી શૃંખલાથી હું બંધાઈ ગયો છું, તમે મારી સાથે ચાલો. પાછા વળતાં તમને અહીં મૂકી દઈશ આ પ્રમાણે સ્વર્ણરથ કહે છે ત્યારે મુનિએ કહ્યું : હે સ્વામી ! આ પ્રમાણે આગ્રહ ન કરો સંયમીઓને રાજસંગતિ ઉચિત નથી. રાજા કહે છે કે હે મુનિ ! તમારા જેવા મહાત્માઓ પ્રાર્થનાભંગ કરે તો અન્યને શું કહેવું ? અહીં અજ્ઞાત કવિએ સુંદર શ્લોક આપ્યો છે :
"याचमानजनमानसवृत्तेः पूरणाय बत जन्म न यस्य ।
તેન મૂરિષ્ઠ મારવતીયં, ન મૈને જીfમને સમુદ્રઃ' I[તૃ.૩/૨૮૪]
અમાત્ય વગેરેના અતિ આદરથી રાજાના આગ્રહને મુનિએ સ્વીકાર્યો તે વખતે કવિ કહે છે કે સૂર્યાસ્ત થયો. કુમાર અને મુનિ સાધ્યવિધિ કરીને એકપભ્રંકમાં તે રાત્રિના સ્નેહસહિત સૂઈ ગયા. સ્વર્ણરથે સૈન્ય સાથે પ્રયાણ કર્યું અને જલ્દી કૌબેરીનગરી પાસે આવ્યા. આ બાજુ રાજા સુરસુંદર રાજપુત્રને લેવા માટે સન્મુખ ગયો અને ઉત્સવપૂર્વક કૌબેરી નગરીમાં પ્રવેશ કરાવ્યો. જ્યોતિષીએ કહેલા શુભ દિવસે કુમાર રુક્મિણીને પરણ્યો. (તુ.ઉ.૨૪૮-૨૯૩) રુક્મિણીએ કરેલા રહસ્યોદ્ઘાટનથી કલંક ઉતરવાથી ઋષિકુમારને થયેલો આનંદ :
એક દિવસ વાસગૃહમાં રહેલા કુમારને રુક્મિણીએ કહ્યું કે હે વલ્લભ! તે ઋષિદત્તા કેવી હતી કે જે આપને અત્યંત હાલી થઈ. ત્યારે કુમારે કહ્યું કે હે દેવી ! તિલોત્તમા, રંભા અને મેનકા પણ તેની આગળ ઝાંખી પડી જાય. વિશુદ્ધ શીલ, શૃંગાર અને સુંદરઆકારથી શોભતી મારા મનની મોહિની એવી ઋષિદત્તાનું શું વર્ણન કરું ? ભાગ્યયોગે તેનો વિરહ થવાથી તું મારી પ્રિયા થઈ. અમૃતને છોડીને વિષને કોણ સેવે ? સ્વામીના આવા વચનો સાંભળીને કોપથી કુપિત થયેલી દુષ્ટ એવી રુક્મિણીએ પતિને આ પ્રમાણે કહ્યું : હજુ સુધી મેં કરેલા પૂર્વ પુરુષાર્થને આપે સાંભળ્યો નથી શું ? ત્યારપછી રુક્મિણીએ પોતે ઋષિદત્તાને કલંકિત કરી તે વૃત્તાંત કહ્યો. આ રીતે રુક્મિણીની સાથે થયેલી અશિષ્ટ એવી ગોષ્ઠીને કનકરથે મુનિને બોલાવીને એકાંતમાં કહી. પોતાને લાગેલું કલંક ઉતરવાથી મુનિને પણ ઘણો આનંદ થયો. સ્વર્ણરથે પોતાના સ્થાનથી રુક્મિણીને કાઢી મૂકી અને કહ્યું કે નિર્લજ્જ ! નિર્દય ! કૂર ! ચંડી ! દુષ્કર્મકારિણી ! તેં તારા આત્માને નરકરૂપી ખાડામાં ધકેલ્યો છે. અજ્ઞાત કવિ કહે છે કે જીવલોકમાં છ નરકો છે :
"कुग्रामवासः, कुनरेन्द्रसेवा, कुभोजनं क्रोधमुखी च भार्या ।
ન્યાવિહૂર્વ ર રિદ્રિતા , પગૌવત્નો નન્ના મવત્તિ'' [7.૩/૩૦૭] ગુણવાન એવી ઋષિદરા મહાસતી હતી તેનો તે વિનાશ કરાવ્યો. અશુભકારી એવી
datta-t.pm5 2nd proof