________________
४१
જે સજ્જન સાખિ કરી, બાપઇ બાંધ્યા બેઉ1
ઋષિદત્તા તે ઇમ ભણઈ, તે કિમ છૂરઈ છેહ” I [તૃ.ઉ./૨૨૧-૨૨૩] હા ! અહીં જાણ્યું, મારા પિતાએ પૂર્વે એક ઔષધિ મને કહેલી, જેના પ્રભાવથી નારી નવીન મનુષ્ય બની જાય છે. અરણ્યમાંથી તે ઔષધિ લાવીને તેના પ્રભાવથી મુનિવેષધારી તે નારી સુખેથી ઉદ્યાનમાં રહે છે. હરિપેણ રાજાએ કરાવેલા જિનમંદિરમાં જળ, મોદક, કમળો, ફળો વડે ત્રિસંધ્યાએ જિનેશ્વરભગવંતની પૂજા કરે છે. (તુ.ઉ. ૨૦૨-૨૨૮) સુંદરરાજાનું પુત્રીના લગ્ન માટે હેમરથરાજાને કહેણ -
આ બાજુ સ્વર્ણરથ ઋષિદરા વિના શૂન્યમનસ્ક બની ગયો છે. સુલસાએ કૌબેરી જઈને રુક્મિણીને ખુશ કરી, રુક્મિણીએ એનું ભોજનાદિ વડે સ્વાગત કર્યું અને રાજકુળમાં તે પૂજ્ય બની.
સુંદરરાજાએ પોતાના દૂતને હેમરથરાજાને કહેણ આપવા રથમર્દનનગર મોકલ્યો. ત્યાં જઈને દૂત કહે છે કે અમારા રાજા વિજ્ઞપ્તિ કરે છે કે તમારો કુમાર રુક્મિણીને પરણવા આવ્યો નહિ તેનું કારણ કહો ? તમારા કુમારને મારી પુત્રી પરણવા માટે મોકલો. દૂતનું વચન સાંભળીને હેમરથ રાજા કુમારને કહે છે : હે વત્સ ! તું દરરોજ શા માટે ખેદ પામે છે. જે કારણથી પૂર્વકૃત કર્મ સર્વેને પણ દુઃસ્તર છે. અહીં અજ્ઞાતકવિ કર્મોના વિપાક વગેરે બતાવવા માટે અનેક ઉદ્ધરણો કહે છે. તેથી હે વત્સ ! મારા આગ્રહથી સુંદરરાજાની પુત્રીના પાણિગ્રહણ માટે તું જા. (તુ.ઉ.૨૨૯-૨૪૭) રુક્મિણી સાથે લગ્ન માટે કનકરથનું પ્રયાણ :
જ્યોતિષીએ કહેલા દિવસે લગ્ન માટે કુમાર ચાલ્યો. માર્ગમાં તે જ આશ્રમ આવે છે, તે સર્વ યાદ કરે છે અને અગ્રુપૂર્ણનેત્રે વિચારે છે કે ઋષિદત્તા વિના આ સર્વ વિફળ છે. એટલામાં ત્યાં વલ્કલધારી કોઈક મહામુનિ આવ્યા. હે રાજન્ ! તમારું સ્વાગત હો ! એ પ્રમાણે કહેતાં તેને રાજાએ નમસ્કાર કર્યો અને પુષ્પાંજલિ અર્પણ કરી. રાજા પોતાની પ્રિયાના વિભ્રમથી તપ-ધ્યાનમાં લીન એવા મુનિને ફરી ફરી જુવે છે. મુનિ વિચારે છે કે શું આ મારા પતિ રુક્મિણીને પરણવા માટે ચાલ્યા છે. રાજાએ મુનિને પોતાના ઉતારે લઈ જઈ ભોજનાદિ કરાવવા વડે સત્કાર કર્યો અને મુનિને પૂછ્યું કે આ વનમાં આપ ક્યારથી છો ? મધુર વાણીથી મુનિએ કહ્યું કે આ આશ્રમમાં પહેલાં હરિષણમુનિ રહેતા હતા. ઋષિદત્તા નામની તેમની પુત્રી હતી. તેને કોઈક રાજકુમાર પરણીને લઈ ગયો. હરિપેણ મુનિએ પણ અગ્નિમાં પ્રવેશ કર્યો. તે અવસરે પૃથ્વી ઉપર ફરી ફરીને નિર્જન એવા આ આશ્રમમાં હું આવ્યો છું. મરુદેવા અને નાભિરાજાના પુત્ર આદિનાથ પ્રભુને નમસ્કાર કરો જે સર્વાતિશય સંપૂર્ણ અને સર્વઇચ્છિતને પૂર્ણ કરનારા છે. મને અહીં રહેતા પાંચ વર્ષ પૂર્ણ
datta-t.pm5 2nd proof