________________
४०
છે ઃ અરે ! ક્રૂર ! મહાપાપી ! તારા ઇચ્છિતનું સ્મરણ કર, પંચપરમેષ્ઠિને નમસ્કાર કર, અરિહંત, સિદ્ધ, સાધુ, ધર્મનું શરણું સ્વીકાર, પુણ્યનો સંચય કર. અમારા રાજાના ઉપદેશથી તું ઋષિપુત્રી નથી (તું રાક્ષસી છો.) ઋષિદત્તાએ પણ ધર્મસાધના કરી. ચારભટે જ્યાં ચમકતી એવી તલવાર તેને મારવા ખેંચી ત્યાં ઋષિદત્તા મૂર્છિત બની પૃથ્વી ઉપર પડી ગઈ. શ્વાસરહિત મૂર્છિત એવી તેની જોઈને નિર્દય એવા પણ તેઓ કૃપાળુ બની આ રીતે વિચારે છે : "चर्वणं चर्वितस्येव, भाषितं लिखितस्य किम् ।
મૃતસ્ય મારાં હ્રિ વા, મુષિતસ્ય ચ નિગ્રહઃ'' | [ રૃ.૩./૨૦૦]
આ પ્રમાણે વિચારીને સર્વે પણ ઉગ્ર એવા ચાંડાલો લજ્જાળુ, કૃપાળુ બની સ્વનગરમાં પાછા ફર્યા. (પૃ.ઉ./૧૯૦-૨૦૧)
ઋષિદત્તાનો કરુણ વિલાપ :
પોતાના ઘાતકોને નહિ જોતી, શ્મશાનને જોતી જીવિતની ઇચ્છાવાળી ઋષિદત્તા ત્યાંથી નાશી ગઈ. દૂર જઈને નિર્જન એવા જંગલમાં હા તાત ! હા તાત ! એ પ્રમાણે કરુણસ્વરે રડે છે. રે જીવ ! તારા વડે પૂર્વભવમાં શું દુષ્કૃત કરાયું કે જેથી નિરપરાધી એવી મને તારા વડે કલંક અપાયું. કવિ અહીં કહે છે :
‘‘સા સા સંપદ્યતે બુદ્ધિઃ, સા મતિ: મા 7 માવના ।
સહાયાસ્તાદશા વ, યાદી ભવિતવ્યતા'' | [ રૃ.૩/૨૨૦]
નૈષધકાવ્યમાં દમયંતીએ ચંદ્ર પ્રતિ જે કહ્યું તે શ્લોક પણ અજ્ઞાતકવિએ ઉદ્ધરણ તરીકે આપેલ છે :
"असमये मतिरुन्मिषति ध्रुवं, करगतैव गता यदियं कुहूः । પુનરુપતિ નિરુધ્ધ નિવાસ્યતે, સદ્ધિ ! મુલ્લું ન વિધો: પુનરીક્ષ્યતે'' । [તૃ.૩.૮૨૨૨ નૈષ. ૪/૫૭ ]
ઋષિદત્તાનું પિતાના આશ્રમમાં આગમન :
અનેક પ્રકારે વિલાપ કરતી સુમુખી એવી ઋષિદત્તા પિતાના આશ્રમને હૃદયમાં ધારણ કરીને દક્ષિણદિશા સન્મુખ ચાલી. લગ્ન વખતે જે માર્ગે પોતે ગયેલી તે માર્ગમાં બાલ્યકાળે પોતે જે વૃક્ષ વાવેલા તે વિશાળ બની ગયા છે અને અન્ય ધાન્ય વડે તે માર્ગને ઓળખી ક્રમશઃ તે આશ્રમમાં પહોંચી અને ત્યાં રહેલી વિચારે છે કે શીલરત્નનિધિનું મારે કેવી રીતે રક્ષણ કરવું. અહીં અજ્ઞાત કવિએ મધ્યકાલીન ગુજરાતી ભાષામાં ત્રણ શ્લોક રોચક કહ્યા છે ઃ
“નર પાષઇ નારી તણઇ, લાગઇ કોડિ કલંક | આગઇ એ મઇં સાંસહિઉં, મુહિ ઉપમા મયંક” ॥ ‘“માય બાપ બંધવ હિનિ, મોટી પીહર બેડ । જસ કારણથી પરિહરઇ, કચ્ચન મૂકઇ કેડિ’” ॥
datta-t.pm5 2nd proof