________________
३९
પ્રમાણે જણાવજે કે, તમારા આ કુમારે વનમાંથી જે પત્ની લાવી છે તે ખરેખર રાક્ષસી છે અને તેનું આ કૃત્ય છે. તેથી રાજન્ ! પાખંડીઓનો પરાભવ ન કરે. આપને જો મારા વચનમાં સંશય હોય તો આજ મધ્યરાત્રિએ જઈને જુઓ. રાજાએ યોગિનીને વિસર્જન કરી અને રાત્રિએ સ્વર્ણરથનને પોતાની પાસે સુવાડ્યો. કુમાર વિચારે છે કે આજે પત્નીનો દોષ પ્રગટ થશે. એક બાજુ પિતાનો આદેશ અને બીજી બાજુ પત્નીનો દોષ “આ બાજુ વ્યાઘ અને આ બાજુ તટી” જેવો ઘાટ ઘડાયો છે. સુલસાએ તે રાત્રિએ પણ ઋષિદત્તાનું મુખ લોહીથી ખરડ્યું, માંસ તેની પાસે મૂક્યું. હેમરથરાજાએ મૂકેલા ચરપુરુષોએ પ્રાત:કાળે રાજાને નિવેદન કર્યું, કોપથી લાલચોળ થયેલા રાજાએ કુમારને ધમકાવ્યો અને કહ્યું કે તું આનું ક્રૂર ચરિત્ર જાણતો હોવા છતાં કેમ આને રાખે છે. જા ! તારું મુખ મને બતાવીશ નહિ. કલંકિની એવી આ ઋષિદત્તાએ મારું કુળ કલંકિત કર્યું છે. કુમાર કહે છે કે હે દેવ ! આ સર્વ વૃથા છે, મારા ઉપર ક્રોધ ન કરો, પ્રસન્ન થાવ. રાજા કહે છે કે તું જાતે જઈને સર્વ જો. દુ:ખિત, દીન એવા કુમારે અત્યંત વિલાપ કરતી અને પોતાના પૂર્વકૃત કર્મના ફળના વિપાકને ચિંતવતી એવી ઋષિદત્તાને ભૂમિપીઠ ઉપર આળોટતી જોઈ. અજ્ઞાત કવિ અહીં કર્મના વિપાકોને બતાવવા માટે અનેક ઉદ્ધરણો આપે છે. ગુજરાતી ભાષામાં એક ઉદ્ધરણ કહે છે :
“કાલા કર્મ ન સીઈ, અધિક ન કીજઈ સોસા
લહિણઉં લાભઈ આપણ૩, દૈવ ન દીજઇ દોસ” II [તૃ.ઉ./૧૭૦] કુમાર ઋષિદત્તાને કહે છે કે, ગઈકાલે રાજાની આગળ ફ્લેષકારી એવી યોગિણીએ તને રાક્ષસી તરીકે જાહેર કરી છે અને ચરલોકોએ તારી એવી અવસ્થા જોઈ છે, તેથી આગળ શું થશે તે હું જાણતો નથી. (તુ.ઉ./૧૪૪-૧૭૪) હેમરથરાજાએ ઋષિદત્તાને મારી નાંખવા ચંડાળોને કરેલો આદેશ :
આ બાજુ નિર્દય એવા હેમરથરાજાએ વાળો વડે સ્વયં ખેંચીને ચંડાલપુરુષોને ઋષિદત્તા સોંપી અને કહ્યું કે આ પાપિણીને નગરમાં ફેરવીને મશાનમાં લઈ જઈને ક્ષણમાં મારી નાંખો. ઋષિદત્તાની અનેક પ્રકારે વિડંબણા કરી તેને ગધેડા ઉપર બેસાડીને નગરમાં ફેરવી તેનું અત્યંત કરુણ રીતે વર્ણન અજ્ઞાતકવિએ અહીં આપેલ છે. નગરજનો હાહારવ કરી રહ્યા છે, ઋષિદત્તાને નિર્દય એવા ચાંડાલો શ્મશાનમાં લઈ જાય છે. સત્ત્વશાળી, મહાસતી એવી તેની દુષ્ટ એવી કષ્ટદશાને જોવા માટે અસમર્થ એવો સૂર્ય અસ્ત પામ્યો. પક્ષીઓ પણ કરુણ સ્વરે રડે છે. શોકથી વૃક્ષો પણ સંકોચાઈ ગયા છે વગેરે કલ્પના કવિ કરે છે. (તુ.ઉ.૧૭૫-૧૮૯). નિર્દય એવા ચંડાલો પણ કૃપાળુ બની ઋષિદત્તાને જીવતી મૂકી દે છે -
આ બાજુ ચાંડલોના મધ્યમાંથી એકે તલવાર હાથમાં લીધી અને ઋષિદત્તાને કહે
datta-t.pm5 2nd proof