________________
३८
ભોગવે છે. આ બાજુ કૌબેરીનગરીના રાજા સુરસુંદરે કુમારના લગ્નના વૃત્તાંતને લોકમુખેથી સાંભળ્યો અને કુમારને વરવાની ઇચ્છાવાળી તેની રુક્મિણીનામની પુત્રી આમણી-દુમણી બની. રુક્મિણીએ એક દિવસ અવદ્યકારી, સમસ્તમંત્ર-તંત્રને જાણનારી સુલસા યોગિનીને બોલાવી, તે અત્યંત કુટિલ આશયવાળી છે, સ્ત્રીચરિત્રને ભજનારી છે. અહીં અજ્ઞાતકવિએ કુટિલાચરણવાળી સ્ત્રીઓ કેવી હોય તે અંગે અનેક ઉદ્ધરણો આપેલ છે.
રુકિમણીએ પોતાનો વૃત્તાંત સુલતાને જણાવ્યો અને ઋષિદત્તાને કલંક આપવા માટે યોગિનીને પૂછ્યું. સુલસાએ પણ કહ્યું કે કે હેમરથનો પુત્ર સ્વર્ણરથ તારી સાથે લગ્ન કરે એ રીતે હું કરીશ. આ પ્રમાણે કહીને તે સુલતાયોગિની રથમર્દનનગરમાં પહોંચે છે અને કુમારના આવાસમાં જઈને વર-કન્યાને અવસ્થાપિની નિદ્રા આપે છે. ઋષિદત્તાના રૂપને જોઈને તે મસ્તક ધૂણાવે છે. ઋષિદત્તાને કલંક આપવા માટે કોઈક મનુષ્યને મારીને તેના મુખને લોહી વડે ખરડીને તેની પાસે માંસને નાંખે છે. આ પ્રમાણે અત્યંત ક્રૂર કાર્ય તે કરે છે.
પ્રાતઃકાળે મરેલા માણસને જોઈને કલકલારવ થાય છે. જાગેલો કુમાર વિચારે છે કે કોણે આ પુરુષ માર્યો હશે? આનું મુખ લોહીથી રંગાયેલું છે, ઓશીકે માંસ પડેલું છે. શું મારી પ્રિયા રાક્ષસી છે ? અથવા શાકિની, ડાકિની, નિશાચરી, વ્યંતરી કે ભૂતડી છે? આ રીતે મનમાં સંકલ્પો-વિકલ્પો કરીને પ્રિયાને જગાડે છે હે દેવી ! જાગ ! જાગ ! હરિષણ કુલમાં ઉત્પન્ન થયેલી સતી એવી તું શું રાક્ષસી છો? તે પણ ભયભીત થયેલી કહે છે કે કેમ આવું કહો છો ? રાત્રિએ થયેલી હકીકત કુમાર કહે છે, લોહીથી ખરડાયેલું મુખ, માંસ ઓશીકે પડ્યું છે તે જણાવે છે, ત્યારે ઋષિદત્તા કહે છે કે હું તો પૂર્વે શુષ્કકંદાદિનું ભોજન કરનારી છું, માંસભોજી નથી. કોઈ પણ વૈરીએ મારા પૂર્વકર્મથી પ્રેરાઈને તમારી અપ્રીતિ કરવા માટે આ કાર્ય કરેલું છે. આપને મારા વચન ઉપર વિશ્વાસ ન હોય તો મારો નિગ્રહ કરો.
કુમાર પોતાની પ્રિયાને આશ્વાસન આપે છે અને માંસને દૂર કરે છે, તેના મુખને ધુવે છે અને સ્વર્ણઅલંકારોથી પોતાના હાથે સુશોભિત કરે છે. તુલસા દરરોજ વિદ્યા વડે ઋષિદત્તાને કલંકથી કલુષિત કરે છે અને કુમાર ઋષિદત્તાના સ્નેહથી તે છૂપાવે છે.
હેમરથરાજા પ્રધાનોને પોતાના નગરમાં નિત્ય મનુષ્યને મારવાનું કારણ પૂછે છે. રાજા બધા દર્શનના જાણકારો વગેરેને બોલાવીને મનુષ્યના મરણનું કારણ પૂછે છે. પરંતુ કારણ કોઈ જાણતું નથી. રાજાએ કોપના આડંબરથી જૈન મુનિઓને છોડીને સર્વે પાંખડીઓ વગેરેને નગર વ્હાર કાઢી મૂકવા કહ્યું. (તૃ..૯૦-૧૪૩) સુલસા દ્વારા ઋષિદત્તાને રાક્ષસીનું કલંક :
આ બાજુ એક દિવસ અવદ્યને કરનારી સુલસીનામની યોગિની રાજાના મહેલમાં આવીને કહે છે કે, હે હેમરથ રાજા ! આજે મધ્યરાત્રિએ મને સ્વપ્ન આવ્યું છે અને કોઈક દેવે કહ્યું છે કે રાજા સર્વે પાંખડીઓને નગરમાંથી બહાર કાઢશે તેથી રાજાની આગળ આ
datta-t.pm5 2nd proof