________________
३७
જોઈને હરિષેણમુનિએ કુમારને કહ્યું. આ પુત્રી હું તને આપું છું. કુમાર મુનિને પોતાની સાથે ભોજન ગ્રહણ કરવા કહે છે. મુનિ નિષેધ કરે છે અને કહે છે કે મુનિઓને શુકંદાદિ ભોજન લેવું કલ્પે છે. અહીં સંતોષનું માહાત્મ્ય બતાવવા માટે અજ્ઞાત કવિએ અન્ય ઉદ્ધરણો આપ્યા છે. વળી કહે છે કે, સુસ્વાદિષ્ટ, સ્નિગ્ધ એવો રાજપિંડ જિનેશ્વરના વચનથી મુનિને કલ્પતો નથી. અહીં અજ્ઞાત કવિએ મુનિને કેવો પિંડ કલ્પે તે અંગે આગમાદિગ્રંથોની ગાથાઓ આપેલ છે. (પૃ.ઉ./૨૬-૪૧)
હરિષેણ તાપસની પુત્રી ઋષિદત્તા સાથે કુમારના લગ્ન :
શુભક્ષણે ઋષિદત્તા સાથે કુમારના લગ્ન થયા. અન્ય દિવસે મુનિ કુમારને ગદ્ગદ્વાણી દ્વારા કહે છે કે આને દુઃખ અને અપમાનનું સ્થાન ન બનાવતો. આ મુગ્ધ છે, મૃગીની જેમ વનવાસી છે, હાવ-ભાવથી અજાણ છે. તારા સંગના સમાયોગથી સારાલક્ષણોવાળી, સદાચારી, સદ્ગુણી, સારા અલંકારોવાળી, સત્ત્વશાળી મારી કન્યા થશે. અહીં અજ્ઞાતકવિએ આશ્રયવશ પુરુષ ગરિમા અને લધિમાને પ્રાપ્ત કરે છે તે અંગે આગમગ્રંથ વગેરેના ઉદ્ધરણો આપેલ છે. (પૃ. ઉ.૫૧-૬૦)
હરિષેણ મુનિનો અગ્નિપ્રવેશ, ઋષિદત્તાનો વિલાપ :
હરિષણમુનિ અગ્નિપ્રવેશ કરવાની ઇચ્છા કુમાર આગળ વ્યક્ત કરે છે અને પોતાની પુત્રી ઋષિદત્તાને સુંદર શિખામણ આપે છે, ત્યારપછીમુનિ અગ્નિપ્રવેશ કરે છે. ઋષિદત્તા વારંવાર મૂર્છા પામે છે, પૃથ્વીતળ ઉપર આળોટે છે, કરુણસ્વરે રુદન કરે છે. તાત ! તાત ! બોલતી પોતાના વક્ષઃસ્થળને તાડન કરતી વિલાપ કરે છે. મેં માતાને પણ જોઈ નથી. હે તાત ! મારી માતા પણ તમે છો. આજે તમારા વિરહથી મારે માતા-પિતા બંનેનો વિયોગ
થયો છે. (પૃ.ઉ. ૬૧-૭૧)
કુમાર દ્વારા ઋષિદત્તાને આશ્વાસન, રાજર્ષિના સ્તૂપની સ્થાપના :
કનકરથકુમાર ઋષિદત્તાને આશ્વાસન આપે છે અને કહે છે કે તારે પિતાનો શોક કરવો ઉચિત નથી. તેઓ ભુક્તભોગી, મહાત્યાગી, રાજ્યનું પાલન કરનાર અને વ્રતનું પાલન કરનાર છે. ત્યારપછી અજ્ઞાતકવિએ અહીં રઘુવંશ, નૈષધ, આગમગ્રંથ વગેરેના જીવનની અસારતા બતાવનારા શ્લોકો આપ્યા છે. પોતાની પ્રિયાને ઉપદેશાત્મક આ શ્લોકો દ્વારા પ્રતિબોધ આપીને રાજર્ષિની ઉત્તરક્રિયા કરીને પ્રમોદપૂર્વક ત્યાં કુમારે રાજર્ષિના સ્તૂપની સ્થાપના કરી (પૃ.ઉ./૭૨-૮૯)
રુક્મિણી દ્વારા ઋષિદત્તાને કલંકિત કરવાનો પ્રયાસ :
કનકરથકુમાર પ્રિયા સહિત અખંડિતપ્રયાણ કરતાં રથમર્દનનગરમાં આવે છે અને પત્ની સહિત માતા-પિતાને પ્રણામ કરે છે અને યુવરાજપણાને પામેલો પત્ની સહિત ભોગોને
datta-t.pm5 2nd proof