SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ જિનધર્મમતિવાળા થયા. વચ્ચે પુણ્યના પ્રભાવ ઉપર અજ્ઞાતકવિએ મધ્યકાલીન ગુજરાતી ભાષામાં સુંદર શ્લોકો આપેલ છે. (દ્ધિ.ઉ./૨૩૮-૨૪૬) આ રીતે ધનદશ્રેષ્ઠિનું કથાનક સાંભળી રાજાએ વિશ્વભૂતિ મુનિની અનુજ્ઞાથી જિનપ્રાસાદ બંધાવી પ્રથમપ્રભુની શ્રેષ્ઠ પ્રતિમા સ્થાપિત કરી. અહીં વિશ્વભૂતિમુનિ અમૃતસમાન અષ્ટપ્રકારી પૂજાના ફળવિષયક ઉપદેશ આપે છે તે હરિષેણ રાજાએ સાંભળ્યો (કિ.ઉ.૨પર-૨૫૭) આ રીતે સુકૃતકાર્યોથી પોતાનો જન્મ સફળ કરી એક માસ આશ્રમમાં રહી હરિપેણરાજાએ નગરમાં જવાની ઇચ્છા કરી ત્યારે વિશ્વભૂતિ મુનિએ વિષાવહારી મંત્ર રાજાને આપ્યો. શીધ્રપ્રયાણ વડે રાજા પોતાની નગરી અમરાવતીમાં આવ્યો. એક દિવસ હરિષણરાજા પર્ષદામાં બેઠેલો છે, ત્યાં કોઈ પુરુષે આવીને રાજાને વિજ્ઞપ્તિ કરી કે, મંડલાવતી નગરીમાં પ્રિયદર્શન અને વિદ્યુ...ભાની પુત્રી પ્રીતિમતીને સર્પ હંસ્યો છે. આપ વિષમંત્રના જાણકાર છો તેથી આવીને પુત્રીનું વિષ ઉતારો. હરિપેણ રાજા પ્રીતિમતીનું વિષ ઉતારવા જાય છે. પ્રિયદર્શનરાજાએ પોતાની પુત્રી પ્રીતિમતીના લગ્ન હરિપેણ સાથે કર્યા. હરિપેણ લગ્ન કરીને પોતાની નગરીમાં પાછો આવે છે અને પ્રીતિમતીની સાથે પાંચ પ્રકારના વિષયભોગો ભોગવે છે. (દ્ધિ.ઉ.૪પ-૨૭૮) [તૃતીય ઉલ્લાસ]. ઋષિદત્તાનો આશ્રમમાં જન્મ : કેટલોક કાળ ભોગો ભોગવતાં પસાર થયો. ત્યારે હરિષણરાજા પ્રીતિમતી સાથે તાપસદીક્ષા ગ્રહણ કરે છે. પ્રીતિમતીને પૂર્વે રહેલો ગર્ભ પાંચમે માસે પ્રગટ થયો. ઋષિપત્નીને ગર્ભ રહેલો જાણીને સર્વે તપસ્વીઓ આશ્રમની સ્થિતિને આ અયોગ્ય છે એમ જાણીને અન્યત્ર જતાં રહ્યા. આ બાજુ નવમે માસે પ્રીતિમતીએ પુત્રીને જન્મ આપ્યો. ઋષિના આશ્રમમાં જન્મ થયો તેથી માતા-પિતાએ પોતાની પુત્રીનું નામ “ઋષિદત્તા” રાખ્યું. પ્રસૂતિના રોગથી તેની માતા મૃત્યુ પામી. આ બાજુ હરિફેણતાપસ પોતાના પૂર્વ દુષ્કતની નિંદા કરે છે. વિચારે છે કે, “ક્યત્યા, વનડડમોલો, ગુર્તી પત્ની, સુતાગનુઃ | પવિત્વ, કૃતિ: પન્ચા:, ‘fથમિદં વર્ગણિતમ્'' I [તૃ.૩/૨૨] પત્નીની ઉત્તરક્રિયા કરી, પુત્રીનું કષ્ટપૂર્વક લાલન-પાલન કરતાં આઠવર્ષની તે થઈ. સુરૂપવાળી પુત્રીને જોઈને હરિષણમુનિ વિચારે છે કે, વનમાં ફરતાં ભીલો મારી પુત્રીનું હરણ કરશે તેથી વિશ્વભૂતિમુનિએ કહેલ અદેશ્યકરણ અંજનથી પુત્રીને ક્ષણવારમાં અદશ્ય કરી. તે હરિષેણ અને આ મારી કન્યા ઋષિદત્તા છે. બંનેને પરસ્પર અનુરાગવાળા datta-t.pm5 2nd proof
SR No.009695
Book TitleRushidatta Charitra Sangraha
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2011
Total Pages436
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy