________________
३५ ઘણું આપે જેથી તેમનું ગુજરાન ચાલે. પત્ની પારકાનું કામ ખાંડવા-દળવાનું કરે. આમ દિવસો પસાર થાય છે.
એક વાર શેઠ ચાતુર્માસિકપર્વમાં પુત્રની સાથે શંખપુર ગયા. શેઠે મંદિર બંધાવ્યું હતું ત્યાં તેઓ ગયા, પ્રદક્ષિણા વગેરે કરીને ગર્ભગૃહમાં ગયાં, ત્યાં માળીએ જૂના સ્નેહથી ફૂલો આપ્યાં. શેઠે જિનેશ્વરપરમાત્માની ભક્તિભાવથી પૂજા કરીને ગંભીર અને મધુરસ્તોત્રોથી ચૈત્યવંદના કરી :
"नेत्रानन्दकरी भवोदधितरी श्रेयस्तरोर्मञ्जरी,
श्रीमद्धर्ममहानरेन्द्रनगरी, व्यापल्लताधूमरी । हर्षोत्कर्षशुभप्रवाहलहरी, राग-द्विषां जित्वरी,
પૂના શ્રીનિનપુવી ભવતા એયરી સેહિનામ્” [ દિ૩/૨]. ત્યારપછી ભાવના ભાવી (જુઓ-દ્ધિ.ઉ.૧૭૩-૧૭૪) પછી ગુરુમહારાજને વંદન કરવા ઉપાશ્રયમાં આવ્યાં ત્યાં બેસીને પૂછ્યું, “હું સંપત્તિવાળો હતો તે નિર્ધન શાથી થઈ ગયો ?” ગુરુએ પૂર્વભવનો વૃત્તાંત જણાવ્યો :
રત્નપુર શહેરમાં રત્નશેઠ અને રત્નાવતી દંપતીનો તું ધનનામનો પુત્ર હતો. તે આઠ વર્ષનો થયો ત્યારે પરણાવી દીધો. એક વાર જ્યારે તું જમવા બેઠો હતો ત્યારે ભાણામાં વધારે ખીર પીરસાઈ ગયેલી. તું જેટલામાં નજર કરે છે તેટલામાં દુષ્કર તપ તપી રહેલા મલિનગાત્રવાળા એક મહામુનિને તું જુવે છે. તે મુનિ ફરતાં ફરતાં તારે ત્યાં પધાર્યા. તે મુનિને ભાવથી ખીર હોરાવી, ત્યાર પછી આ થોડી છે એમ વિચારીને ફરી થોડી આપી, ફરી ત્રીજી વાર થોડી આપી. આ રીતે તે વચ્ચે વચ્ચે ખંડિત દાન આપ્યું, તેથી સત્પાત્રદાનના પ્રભાવે તને શ્રેષ્ઠીની પદવી મળી અને વચ્ચે વચ્ચે જે મનના સંકલ્પ-વિકલ્પો કર્યા તેથી નિર્ધનપણું પ્રાપ્ત થયું. અહીં વચ્ચે અજ્ઞાતકવિએ દાન, શીલ, તપ અને ભાવ ધર્મના ચાર પ્રકારો બતાવી દાન અને ભાવધર્મ ઉપર મધ્યકાલીન ગુજરાતી ભાષામાં સુંદર શ્લોકો વર્ણવેલ છે. (દ્ધિ.ઉ./૨૦૩-૨૦૭)
એક વાર કાળી ચૌદસે તે મંત્રની સાધના કરી, મંત્ર સિદ્ધ થયો ને સાક્ષાત્ કપર્દી યક્ષ આવ્યો. યક્ષે કહ્યું, “તું જે માંગીશ તે મળશે” મેં કહ્યું, ““મેં ભગવાનની પૂજા ચાતુર્માસિકપર્વમાં કરી છે તેનું ફળ આપ.” યક્ષે કહ્યું, “હું એ ફળ કેવી રીતે આપું ? જે સર્વજ્ઞ હોય તે જ આપે.” એ રાત્રે તને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં કોઈકે કહ્યું, “ચાર રત્ન ભરેલા કળશો મૂક્યા છે તે તું લઈ જજે.” આ પ્રમાણે સવારે તને ચાર રત્નોથી ભરેલા કળશો મળ્યા.
પુત્રોએ પૂછ્યું, “આ ધન ક્યાંથી લાવ્યા? કોણે ખુશ થઈને આપ્યું” ? સર્વ હકીકત જણાવી. પૈસો આવ્યો એટલે છોકરાઓ પિતૃભક્ત થયા. મિથ્યાદષ્ટિવાળા હતા તે
datta-t.pm5 2nd proof