SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ३४ કરે છે. મુનિ પણ રાજાને પૂછે છે કે હે રાજન્ ! તારું કુળ, નામ, વર્ણ ક્યાંથી તું આવ્યો છે ? તે કહે, ત્યારે કુમાર મુનિને પોતાનું વૃત્તાંત જણાવે છે. તેટલામાં જટાજૂટધારી એક કન્યાને જુવે છે અને કુમાર પૂછે છે : કોણે આ ચિત્તાલ્હાદક જિનમંદિર બંધાવ્યું છે? જંગલમાં તમે કોણ છો ? આ કુમારિકા કોણ છે ? તે આપ મને કહો, મુનિ કહે છે કે અમારી મોટી કથા છે. જિનમંદિરમાં આ કથા કરવાથી આશાતના થાય, તેથી હે કુમાર ! અહીં સમીપવર્તી ઝૂંપડીમાં તું જલ્દી આવ, ત્યાં તારો અતિથિસત્કાર કરીને એ કથા કહીશું. હરિફેણમુનિનો આત્મવૃત્તાંત: ત્યારપછી હરિષણમુનિ પોતાનો સમગ્ર વૃત્તાંત કુમારને કહે છે : હરિષેણ રાજા એક વાર અજાણ્યા ઘોડા ઉપર સવાર થઈ નીકળી પડ્યો. ફરતાં ફરતાં જંગલમાં આવી ચડ્યો. ત્યાં ઘોડાને એણે છોડી દીધો, પછી એ ખૂબ ફર્યો અને દિશાઓ ભૂલી ગયો. ત્યાં એક તાપસનો આશ્રમ જોયો, એ આશ્રમમાં આવીને બેઠો. કચ્છ-મહાકચ્છના વંશમાં થયેલા વિશ્વભૂતિ તાપસ અનેક શિષ્યોથી વીંટળાઈને બેઠેલા હતા. હરિષેણ રાજા ગુરુને નમ્યો અને કહ્યું, ““હે મહાનુભાવ ! તમારા દર્શનથી બધું જ સારું થઈ ગયું. જે મૃગોની મૈત્રી રાખનાર છે, દુઃખી પ્રાણીઓને સાંત્વના આપનાર છે તેને કોણ ન વાંદે ? આમ કહી ગુરુને પગે લાગ્યો. તાપસ વિચારે છે કે આકૃતિથી તો આ રાજા લાગે છે. તાપસે રાજાને આશીર્વાદ આપ્યા : “જ્યાં સુધી આ સ્વરગંગાનો પ્રવાહ ચાલે છે, જ્યાં સુધી સૂર્ય આકાશમાં ચાલે છે, જ્યાં સુધી મેરપર્વત શોભે છે ત્યાં સુધી તું સ્વજન, પુત્ર, પૌત્રથી વીંટળાયેલો રહે. જ્યાં સુધી કાચબાની પીઠ પર ભુજગપતિ છે ત્યાં સુધી તું રાજય કર.” એક વાર રાજાએ વિદ્વોષ્ઠિમાં પૂછ્યું : પૈસા કમાવામાં દુઃખ છે, કમાયા પછી સાચવવામાં દુઃખ છે, પૈસાને વાપરવો દુષ્કર છે, એક જન્મને માટે પૈસાનું પાપ ઊભું થાય છે. હું પૈસાને કેવી રીતે વાપરું જેથી મારો જન્મ સફળ થાય ? મુનિએ કહ્યું, “જે માણસો ન્યાયથી પૈસા કમાઈ મંદિર બંધાવે તેનું કલ્યાણ થાય છે. ધનદશ્રેષ્ઠિની જેમ.” દાનના પ્રભાવ ઉપર ધનદશ્રેષ્ઠીની કથા : ધનદ નામનો શેઠ નામ પ્રમાણે ગુણવાન હતો. એને ધનશ્રી નામે પત્ની અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જેવા ચાર પુત્રો ધનદત્ત, ધનપાલ, ધનસાર, ધનનાયક નામે હતા. રાજાએ એને શેઠની પદવી આપી. સારા વ્રતવાળા શેઠે ગુરુની દેશના સાંભળી, શેઠે ઋષભદેવભગવાનનું મોટું મંદિર બંધાવ્યું. આખા ગામને એ શુભપ્રસંગે નોતર્યું. દરેકના બધા દિવસો સારા નથી જતા. ધનદશેઠ નિર્ધન થઈ ગયા, તેથી વિચારે છે. “કુટુંબમાં ધન વગર રહેવું યોગ્ય નહિ.” તેથી તેઓ શંખપુરની પાસેના ગામમાં રહેવા ચાલ્યા ગયા. ચારે ય પુત્રો શહેરમાં ધન કમાય અને અવારનવાર પિતા પાસે આવી થોડું datta-t.pm5 2nd proof
SR No.009695
Book TitleRushidatta Charitra Sangraha
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2011
Total Pages436
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy