________________
ઋષિને જુવે છે ત્યારે પિતાને વિનંતી કરે છે કે હે તાત ! તમે મારું પાલન કરો, પાલન કરો. રાજય પાછું ગ્રહણ કરો ને શાંતિથી જીવો. “અરિદમનમુનિ જણાવે છે કે સંસાર કડવો ઝેર જેવો છે અને લક્ષ્મી અસ્થિર છે માટે મારે એનો ખપ નથી.” પિતાની વાણીથી શત્રુશલ્ય જિનધર્મમાં રત થાય છે એનો રાજ્યાભિષેક થાય છે અને એ રાજય કરે છે, એના રાજયાભિષેક વખતે ઘણા રાજાઓ, મંત્રીઓ હાજર રહે છે. તે ભક્તભોગી થઈ પોતાના પટ્ટે પુત્રને સ્થાપીને અને પ્રવ્રજ્યાસ્વીકાર કરી મુક્તિપદ પામશે. (પ્ર.ઉ./૧૩૬-૨૫૮)
[ દ્વિતીય ઉલ્લાસ ] કુમાર કનકરથ ઋષિદત્તાને જોવા સેવકે દર્શાવેલા માર્ગમાં જાય છે ત્યારે એના પ્રયાણ સમયનું વર્ણન :- જ્યારે ઢોલ વાગ્યો ત્યારે પેલો ગુર્જરદેશ જુએ તો એને તાવ જ આવી ગયો. કર્ણાટકરાજવીને તો કાનમાં અગ્નિ લાગી ગયો. દ્રવિડરાજાનો ગર્વ ગળી ગયો. ચોલરાજાને ઊંઘ આવી ગઈ. શત્રુઓની સ્ત્રીઓનો આનંદ થંભી ગયો. (દ્ધિ.ઉ./૧૪) કનકરથકુમારનું આગળ પ્રયાણ :
અરિદમનનો વિજય કરીને કનકરથ કુમાર આગળ પ્રયાણ કરે છે ત્યાં એક તળાવ આવે છે. એક કન્યાને ત્યાં જુએ છે. સ્વર્ગકન્યા, અપ્સરા જેવી કન્યાને જોઈને વિસ્મય પામે છે, તેટલામાં તે કન્યા અદશ્ય થઈ જાય છે. તે કન્યાને જોવા માટે તેની તલાસમાં આગળ વધે છે ત્યાં એક ચૈત્યને જુવે છે, તેમાં પ્રવેશ કરે છે. ત્યાં બીરાજમાન પ્રથમ યુગાદિદેવની વિવિધ પ્રકારે પૂજા કરીને ચૈત્યવંદના કરે છે તે ખૂબ ભાવવાહી છે :
"यत्रैव यत्रैव तवेश ! मूर्तिस्तत्रैव तत्रैव मनो मदीयम् । यत्रैव यत्रैव पदौ त्वदीयौ तत्रैव तत्रैव शिरो मदीयम् ॥ अद्य मे सफला प्रीतिरद्य मे सफला मतिः । अद्य मे सफलं जन्म, अद्य मे सफलं कुलम् ॥ अद्य मे सफलं चक्षुरद्य मे सफलं शिरः । अद्य मे सफलं वाचः स्यान्मेऽद्य सफलः करः ॥ तच्चक्षदृश्यसे येन, तन्मनो येन चिन्त्यसे ।
સન્નનાનન્દનનન, સા વાપft તુય યથા' [ દિ૩/૪૨-૪૪] અજ્ઞાત કવિએ અહીં તીર્થંકરભગવાનની પૂજાભક્તિફળ માટે આગમગ્રંથચૈત્યવંદનભાષ્ય, પદ્મચરિત્ર વગેરેના ઉદ્ધરણો આપ્યા છે. ચૈત્યવંદના કરીને કુમાર પરમાત્માની સ્તુતિ કરે છે તેટલામાં ત્યાં જટાધારી વૃદ્ધ એવા એક તાપસ યુગાદિદિનની પૂજા માટે આવે છે. રાજા પણ પૂજા કરીને મુનિ પાછા વળે છે ત્યારે મહાભક્તિપૂર્વક નમસ્કાર
datta-t.pm5 2nd proof