________________
સાધુના દર્શનથી જેમ કાણા હાથમાંથી પાણી વહી જાય તેમ પાપ વહી જાય છે. પમિનીસ્ત્રી, રાજહંસી તેમજ તપસ્વી સાધુઓ જે દેશમાં હોય તે દેશમાં સુખ હોય છે.
આગમમાં જણાવ્યું છે કે, સાધુમહારાજને જોઈને ઊભા થવું, આવતા જોઈએ તો સામે જવું, આસન આપવું, ગુરુના બેઠા પછી જ બેસવું, એમને વંદન કરવું, ઉપાસના કરવી, ગુરુ વિહાર કરે ત્યારે વળાવવા જવું, ગુરુ સમક્ષ પગ ઉપર પગ ચઢાવીને ન બેસવું, તેમ જ ઊંચા સાદથી બોલવું નહિ. શ્રીધર રાજા ગુરુનો વિનય કરે છે અને ધર્મમુનિ ક્લેશનો નાશ કરનારી દેશના આપે છે :
““મનુષ્ય જન્મ દુર્લભ છે. જેવી રીતે સાગ લાકડું ઉત્તમ છે, રત્નચિંતામણિ ઉત્તમ છે, તેવી જ રીતે મનુષ્યજન્મ બધા જ ભવમાં ઉત્તમ છે. એક લાખ યોજનનો જંબૂદ્વીપ છે. તેને ફરતો બે લાખ જોજનનો લવણસમુદ્ર છે. એમાં પૂર્વ અને પશ્ચિમ દિશામાં ધૂસર-સમિલા નાંખી હોય તો કોઈક જ વાર ભેગી થાય, તેવી રીતે મનુષ્યભવ કોઈક જ વાર ઉપલબ્ધ થાય છે. મનુષ્યભવ જે હારી જાય તેને જેવો પસ્તાવો થાય તેવો પસ્તાવો હાથી કાદવમાં ખેંચી જાય ત્યારે તેને થાય. માછલી લોટના આકર્ષણે જાળમાં ફસાઈ જાય ત્યારે જેવો થાય તેવો, બાજપક્ષી બીજાપક્ષીને પકડે ત્યારે તેને જેવો થાય તેવો, શેઠને ગામડામાં રહેવું પડે ત્યારે જેવો થાય તેવો, યુવાન ઘરડો થાય ત્યારે, દેવને સ્વર્ગ છોડવું પડે ત્યારે, આદરપાત્ર અપૂજિત થાય ત્યારે, ને માની અપમાનિત થાય ત્યારે જેવો પસ્તાવો તેમને થાય તેવો મનુષ્યજન્મ હારી જવાથી થાય.
ચૌદ રાજલોકના માપવાળા જગતની અંદર એવું એકેય સ્થાન નથી જે આપણે ના અનુભવ્યું હોય, ચોરાશી લાખ યોનિમાં એવું એકે સ્થાન નથી જેમાં ધર્મ-આળસુ માણસ ન ગયો હોય. આપણે દેવ, તિર્યંચ, મનુષ્ય વગેરે ગતિમાં અનંતવાર ભમ્યા છીએ. જિનભગવાને જે પગલપરાવર્તો કહ્યાં છે તેમાં જીવ અનંતીવાર ભમ્યો છે. પ્રથમ જીવ અવ્યવહારરાશિમાં હોય છે, પછી ઘણા લાંબા સમય પછી વ્યવહારરાશિમાં આવે છે, એમાં આર્યક્ષેત્રમાં આવે છે, કુળ, રૂપ, આરોગ્ય સારું મેળવે છે, પરંતુ ધર્મ ઉપર શ્રદ્ધા થતી નથી.
ચાર પ્રકારનો ધર્મ-સુપાત્રે દાન, શીયળ, તપ, ભાવ પાળવો જોઈએ. એ પાળવાથી વિનય, વ્યવહાર, વિદ્યા, ભોગો વગેરે મળે. બારમા દેવલોક જવાય, નવરૈવેયકમાં જવાય, અનુત્તરવિમાનમાં જવાય અને મોક્ષપ્રાપ્તિ પણ થાય.
આ રીતે ચાર પ્રકારનો ધર્મ સાંભળીને શ્રીધર રાજા એક સુરૂપવાન મુનિને જોઈને પૂછે છે કે, આ કોઈ દેવકુમાર છે? કુબેર છે? રતિપતિ છે? હરિ છે? વિદ્યાધર છે કે સુર છે? ગુરુભગવંત કહે છે કે, લીલાવતીપુરીનો સ્વામી આ અરિદમનરાજા છે. આ રીતે સાંભળીને શ્રીધરનૃપતિએ અરિદમનરાજાના પુત્રી શત્રુશલ્યને જાણ કરવાં દૂતને લીલાવતીનગરી મોકલ્યો, શત્રુશલ્ય ત્યાંથી આવે છે. સમતાયુક્ત માનસવાળા અરિદમન
datta-t.pm5 2nd proof