________________
છે, સંધ્યાના રંગ જેવું છે, રૂપ વીજળીના ઝબકારા જેવું છે, યૌવન ઝાકળના ટીપાં જેવું છે. સામ્રાજ્યનું પરિણામ નરક જેવું છે. એક ઘાંચી દશ કતલખાના ભેગાં કરીએ ને જેટલું પાપ થાય તેટલું પાપ કરે છે. દશ ઘાંચી જેટલું પાપ કરે તેટલું પાપ એક ધ્વજવાળો (કલાલ) કરે. દશ ધ્વજવાળા ભેગાં થાય ને જેટલું પાપ કરે તેટલું એક વેશ્યા કરે ને દશ વેશ્યા ભેગી થાય ને જેટલું પાપ કરે તેટલું એક રાજા રાજય કરે ત્યારે થાય. ઘરેણાં, યૌવન, શય્યા, મિષ્ટાન્ન બધું જ દેહને માટે નકામું છે. ગમે તેટલું સારું ખવડાવો, પીવડાવો છેવટે સડી જાય છે. વિધિએ જે લલાટમાં લખ્યું હોય છે તે જ બને છે. જેમ કે કેરડાના વૃક્ષને પાન નથી હોતાં તેમાં વસંતનો શો દોષ ? ઘુવડને દેખાય નહિ તેમાં સૂર્યનો શો દોષ ? ચાતક મોટું ફાડીને બેઠું હોય તેમાં મેઘનો શો દોષ ? આ રાજ્ય, રથ, ઘોડા બધા જ કિંપાકના ફળ જેવાં છે. આ રીતે વિચારતો અસહાય, એકાકી એવો અરિદમન વિકટ અટવીમાં સાર્થથી છૂટી પડેલી અંધ ગાયની જેમ, યૂથથી ભ્રષ્ટ થયેલ કુરંગની જેમ ભમે છે. કવિએ વિકટ અટવીનું ભયંકર વર્ણન કરેલું છે. મનુષ્યરહિત એવી અટવીમાં રખડતો એવો અરિદમન ક્રમશ: શ્રીવાસ નામના નગરમાં પહોંચ્યો. સર્વસંગનો પરિત્યાગ કરીને વ્રત લેવાની ઇચ્છાવાળો ગુરુના આગમન માટે જ્યાં નજર કરે છે, ત્યાં કોઈક ગુરુભગવંત પધાર્યા “વૈદ્ય કહેલું ઇષ્ટ છે” એવી કહેવત બની. (પ્ર.ઉ.૮૭-૧૧૭) અરિદમનરાજાએ ગુરુ પાસે સાંભળેલી વાણી :
જૈનધર્મની ધુરાને ધારણ કરનારા ધર્મમૂર્તિમુનીશ્વર માસકલ્પવિહારી ત્યાં સમવસર્યા, તેમને ત્રણ પ્રદક્ષિણા આપી બે હાથ જોડી એકાગ્રમનથી રાજાએ પ્રણામ કર્યા.
ગુરુ ધર્મદેશના સંભળાવે છે :
જન્મ-મરણ વગરના વીતરાગભગવંતે બે ધર્મ કહ્યા છે. (૧) સાધુઓનો ધર્મ (૨) શ્રાવકોનો ધર્મ. જે ધર્મ પાળીને લોકો સિદ્ધ થઈ ગયા છે, થવાનાં છે ને થાય છે. ધર્મ ત્રણે જગતના આધાર જેવો છે સૂર્ય, ચંદ્ર, વર્ષા બધું ધર્મના તાબે છે. ધર્મની કૃપાથી જ સુરઅસુરની સંપત્તિ મળે છે. ધર્મ રત્નચિંતામણિ જેવો અને કલ્પવૃક્ષ સમાન છે.
સાધુધર્મ ખૂબ જ કઠણ છે. કોઈ માણસ મેરુપર્વતને ત્રાજવામાં તોલે, દરિયો હાથથી તરી જાય, લોઢાના જવ મીણના દાંતથી ખાય, તલવાર ઉપર પગેથી ચાલે. રેતીના ફાકડા મારે, એનાથી પણ કઠણ સર્વવિરતિધર્મ છે. જે પ્રાણી એક દિવસની દીક્ષા પાળે છે, તે મોક્ષે ન જાય તો છેવટે વૈમાનિકદેવમાં અવશ્ય જાય છે. આ સાંભળીને અરિદમન રાજાએ દ્રવ્યથી અને ભાવથી શત્રુઓનું દમન કરી દીક્ષા અંગીકાર કરી. (પ્ર.ઉ.૧૧૮-૧૩૫)
આ બાજુ શ્રીધરરાજાને ઉદ્યાનપાલકે વધામણી આપી કે ધર્મમૂર્તિમુનીશ્વર શ્રીવાસનગરના ઉદ્યાનમાં પધાર્યા છે. શ્રીધર રાજા વિચારે છે કે, તીર્થના દર્શન કરવામાં લાખગણું, દેવાલયમાં જવાથી કોટિગણું, ગુરુ પાસે જવાથી અનેકગણું પુણ્ય થાય છે.
datta-t.pm5 2nd proof