________________
છંદ, વ્યાકરણ, અલંકાર, રથશાસ્ત્ર, પ્રમાણશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે બોતેર કળા શીખ્યો. (પ્ર.ઉ.૩૪ ઉ.થી ૫૦) કનકરથનું કાવેરી તરફ પ્રયાણ :
આ બાજુ ઉત્તરદિશામાં કૌબેરી નામની પ્રખ્યાત નગરી છે. ત્યાં સુરસુંદરરાજાનું સામ્રાજ્ય છે. તેમની વાસુલા નામની પટ્ટરાણી છે. પાંચ પ્રકારના ભોગો ભોગવતાં તેમને રુક્મિણી નામની પુત્રી થયેલ છે. તે યૌવનવય પામેલી છે, એટલે વ્યવહારુ માતા તેને અલંકારોથી સજજ કરી પિતા પાસે મોકલે છે. પિતા પુત્રીને જુએ છે અને વિચારે છે : “અહો મારી પુત્રી આટલી બધી મોટી થઈ ગઈ ! હવે એને લાયક વરની તપાસ કરવી પડશે.” મંત્રી રાજાને ચિંતિત જોઈ કારણ પૂછે છે, રાજાનો જવાબ સાંભળી મંત્રી કહે છે : “ભાચ્ચારણોથી ગવાતો એને લાયક વર સાંભળ્યો છે, તે કનકરથ છે, એને માટે માંગું મોકલો.” રાજા મંત્રીને જ માંગું કરવા મોકલે છે. આ પ્રમાણે સવિસ્તર કથન છે. (પ્ર.ઉ./પર-૭૦) પ્રયાણસમયનું વર્ણન :
શુભ મુહૂર્તમાં કનકરથે રુક્મિણીને પરણવા કોબેરી તરફ પ્રયાણ કર્યું. ગામમાં ઢોલનીચાણ વાગ્યાં. આ સમયે લાટદેશના રાજાનું વદન ખિન્ન થઈ ગયું, ભોટદેશનો રાજા કડવી વાણી બોલવા લાગ્યો. કર્ણાટક દેશના રાજાએ દેશના દરવાજા બંધ કરી દીધા. નાગદેશનો રાજાએ મોઢામાં આંગળી નાંખી દીધી. કલિંગદેશનો રાજા ઝાંખો થઈ ગયો. કુરુદેશ વિનય વગરનો થઈ ગયો અને માલવાદેશના રાજાનું મોટું કાળું થઈ ગયું. (પ્ર.ઉ./૭૩)
કનકરથ આગળ પ્રયાણ કરતાં અરિદમન રાજાના પ્રદેશમાં પહોંચ્યો. રાજાએ જયારે જાયું કે કુંવર પોતાના પ્રદેશમાં પ્રવેશ્યો છે ત્યારે એને કહેવડાવ્યું : “તું મારા દેશની સીમામાં પ્રવેશ નહીં કરી શકે તેમ જ પડાવ પણ નહીં નાખી શકે.” આવાં ફૂર વચનો સાંભળી કુંવર ખૂબ જ ગુસ્સે થયો ને યુદ્ધ માટે તૈયાર થયો. (પ્ર.ઉ.૭૮-૮૬) યુદ્ધનું વર્ણન :
સૈનિકો સૈનિકો સાથે, રથમાં બેઠેલા રથીઓ સાથે, ઘોડા ઉપર બેઠેલા ઘોડેસવારો સાથે આ રીતે નીતિપૂર્વક યુદ્ધ થયું. યુદ્ધમાં થતાં અનેક જીવોનો સંહાર જોઈને કનકરશે અરિદમનને બાયુદ્ધ કરવા કહ્યું અને બંને વચ્ચે ભુજાયુદ્ધ થયું તેમાં કનકરથે ઝંપા આપીને કળા વડે અરિદમનને જીવતો પકડી લીધો. યુદ્ધમાં હારેલા અરિદમનરાજાના પશ્ચાતાપનું વર્ણન :
કનકરથે અરિદમનરાજાને હરાવ્યો, પકડ્યો ને પછી છોડી મૂક્યો, ત્યારે અરિદમન રાજા વિચારે છે કે : ““હવે શું કરું ?ક્યાં જાઉં ? રાજ્ય કેવી રીતે કરે ? સંસાર તો અસાર
datta-t.pm5 2nd proof