________________
२९
પ્રાર્થના કરે છે તે આ શ્રીઅશ્વસેન રાજાના પુત્ર પાર્શ્વનાથ ભગવાન ભવ્ય જીવોની સમૃદ્ધિને માટે થાઓ. [૫] વાસ્તવિક જેમની સ્તુતિ કરવાથી આધિ, વિરોધ, કેદીપણું વગેરે વિપત્તિઓ નાશ પામે છે, વળી વાઘ, દુષ્ટહસ્તી, પાણી, અગ્નિ, વાયુ વગેરે મહાન વિદ્ગોનો સમુદાય ક્ષય પામે છે. આ લોકમાં હાથી, ઘોડા સહિત સામ્રાજ્યના ભોગની લક્ષ્મીઓ ભોગવાય છે, હાથી સમાન ગતિવાળા, સુંદરમતિવાળા અને સ્કુરાયમાન છે (ધર્મ)માર્ગ જેમનો એવા શ્રીવીરભગવંત જય પામો. (પ્રથમ ઉ.૧-૬) રથમઈનપુરનું વર્ણન:
જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં મધ્યદેશમાં રથમર્દનપુર નગર છે. જે લક્ષ્મીના ઘર જેવું અને ક્લેશ વગરનું છે. જ્યાં મકાનો પહાડ જેવા ઊંચા છે ને આકાશને ચાટે છે, જેની પાસે દેવતાના મંદિરો તો કાંઈ જ વિસાતમાં નથી. આ દેશમાં કેળના બગીચા હોય તેવાં ગામો ને શહેરો છે, તેમાં ખૂબ પાણીનાં કયારા છે. આ દેશમાં વેપારીઓનો સમાગમ છે, ત્યાં બહુ પુણ્યવાળા લોકો રહે છે, ત્યાં કરિયાણાથી ભરેલાં બજારો છે, લાવણ્યમયી સ્ત્રીઓ છે, ત્યાં અનેક હાથીઓ તથા ચંચળ ઘોડાઓ છે, ત્યાં કિલ્લા તેમજ મોટી મોટી પોળો છે, ત્યાં દેવના સમૂહથી યુક્ત મંદિરો તેમજ અનેક સદ્ગુરુઓ છે, ત્યાં મોટા મોટા વિહારો છે. મંદિરમાં ઘંટડીઓ વાગે છે તે જાણે કહેતી ન હોય કે ‘લક્ષ્મી, જીવન, યૌવન આ બધું જ ચંચળ છે. ભગવાનનું ભજન કરો.” (પ્ર.ઉ.૮-૧૪) કનકરથકુમારના જન્મોત્સવનું વર્ણન :
કુંવરનો જન્મ થયો છે તે જાણી રાજાએ જન્મોત્સવ કરાવ્યો, શ્રાવકોની નિર્ધનતા હરી લીધી, માગનારને ઇચ્છિત દાન આપ્યું, નાચનારીઓએ નૃત્ય કર્યા, ગવૈયાઓએ ગીત ગાયાં, બંદીજનો દ્વારા રાજાના વખાણ થયાં, બ્રાહ્મણોએ વેદોચ્ચાર કર્યા, કુલીનસ્ત્રીઓએ આશીર્વાદ આપ્યા. મોતી, માણેક, હીરા વગેરે રત્નો દાનમાં અપાયાં. હાથી-ઘોડાથી રમતો, સોનાના અલંકારો ધારણ કરતો અને ધાત્રીઓથી સચવાતો એ પાંચ વર્ષનો થયો. (પ્ર.ઉ.૩૦-૩૪ પૂર્વા.). કનકરથની કેળવણી અંગે વર્ણન :
અભ્યાસલાયક કુંવરને થયેલો જાણી પિતાએ તેને જ્ઞાન આપવાનો વિચાર કર્યો. નિશાળે મૂકવાનો દિવસ નજીદીક આવ્યો. એ દિવસે તેને તેલ ચોળવામાં આવ્યું, સુગંધિત દ્રવ્યો વડે સ્નાન કરાવ્યું, સારાં વસ્ત્રો પહેરાવ્યાં, કનકરથે માથા ઉપર કિંમતી રત્નની કલગી ધારણ કરી, માતાપિતાને પ્રણામ કર્યા, ગળામાં હાર, હાથે મુદ્રા, કાનમાં કુંડળ વગેરે આભૂષણો પહેર્યા. બ્રાહ્મણે શાંતિકર્મ પતાવ્યું, માંગલિક આચાર થયો, કુંવર પાલખીમાં બેઠો, માથે છત્ર રાખ્યું, રસ્તામાં સેવકો બે બાજુ ચામર વીંઝવા લાગ્યા, પ્રધાનો, અમાત્યો, સામંતો બધા એની સાથે ચાલ્યા, નિશાળમાં પ્રવેશ કર્યો. ગુરુ પાસે શાસ્ત્ર અને શસ્ત્રની કળા,
datta-t.pm5 2nd proof