________________
[૨]
અજ્ઞાતકર્તક ઋષિદત્તાચરિત્રનો સંક્ષિપ્તસાર
[પ્રથમ ઉલ્લાસ]. પંચતીર્થકરોનું વર્ણન :
જે તીર્થ પાસે રાજાઓના મુગુટ નમેલા છે, પ્રકાશરૂપ નદીના પ્રવાહથી જેના પગ ધોવાયેલા છે, કંચનના પાંચ મેરુના ફૂલ જેના પર ચડલાં છે, એવા પંચતીર્થકર ભવિપુરુષોના કલ્યાણ માટે લક્ષ્મી આપનારાં થાઓ [૧] ઉછળતા ભ્રમર સમાન તરંગોવાળા માગધ નામના આનંદ આપનારા તીર્થના પાણી વડે સ્કુરાયમાન યોજનપ્રમાણ નાળચાવાળા કલશો દ્વારા દેવો વડે જેઓ અભિષેક કરાયા, નૃત્ય કરતી કુંભસ્થલ સમાન શ્રેષ્ઠ (સ્તનવાળી) અને નમ્ર શ્રેષ્ઠ હોઠવાળી અપ્સરાઓ વડે જન્મમહોત્સવમાં સ્તુતિ કરાયેલા તે વૃષભપ્રભુ કષ્ટોથી તમારું રક્ષણ કરો. [૨] ભૂત, પ્રેત, વિકરાળ અને શ્યામવર્ણવાળો વિલાસ કરતો વેતાલ, કાળજવર, અંધકારમાં ભમતી રાક્ષસીઓ, વનમાં ફરતી દુષ્ટ ડાકિનીઓ, શાકિનીઓ, શક્તિશાળી એવી પિશાચની શ્રેણીઓ, દુષ્ટ દેવીઓ, પામર સ્ત્રીઓ આ બધાંને ફરાયમાન છે નયની શ્રેણિ જેમાં એવું શ્રી શાંતિનાથપ્રભુનું સ્મરણ શાંતપણાને પમાડે છે. [૩] વિકસ્વર રાત્રિવિકાસી કમળના કોમળ અને ઉજ્વળ પત્ર સમાન શ્યામવર્ણવાળા, સ્ત્રીઓના મનની ક્રીડાને માટે ક્રીડાગૃહસમાન અજોડ નિર્મળ ગુણના સમુદાયવાળા, પવિત્ર આત્માવાળા, સ્કુરાયમાન યાદવવંશરૂપી માનસરોવરમાં રાજહંસ સરખી શોભાવાળા, ભવ એટલે સંસારમાં ઇષ્ટ મનુષ્યોને વિલાસ કરતું છે રૂપ જેમનું એવા શ્રીનેમિનાથ ભગવાનને નમસ્કાર થાઓ. [૪] સ્પષ્ટ (સુંદર) રૂપવાળા, અત્યંત બળવાન મહાન નાગરાજ વડે ધારણ કરાયું છે છત્ર જેમને એવા, વિકસ્વર પદ્મ, વિશાળ કુવલય અને કમળ સરખાં વિકસિત નેત્રવાળા જેમને જોઈને સુંદર નમ્ર, અપ્સરાઓ સહિત શ્રીનાગરાજ તથા તેમની દેવીઓનો સમુદાય સેવાની