________________
ર૭
આવ્યા ભગવાન કનકરથે દેશનાનો પ્રારંભ કર્યો. સંસારનું કુટિલપણું સાંભળીને ઘણા જીવો પ્રતિબોધ પામ્યા. કેવલપર્યાય પાળીને શેષકર્મોને ખપાવીને શરીરનો ત્યાગ કરી કેવલજ્ઞાની કનકરથમુનિ મોક્ષસુખ પામ્યા.
ત્યારપછી દેવો ઋષિદત્તકેવલીની પાસે જાય છે. ઋષિદત્તાકેવલી ભવ્યજીવોને બોધ આપે છે, આઠકર્મોનાં બંધના કારણો અને વિપાકોને વર્ણવે છે. ઋષિદત્તકેવલી પાસેથી ધર્મને સાંભળીને ઘણા જીવોએ પ્રવ્રજયા સ્વીકારી, બીજાએ દેશવિરતિધર્મ સ્વીકાર્યો, તો અન્ય જીવો ભદ્રકભાવવાળા થયા. ભવ્યજીવોને પ્રતિબોધ કરતાં ઘણાં સાધ્વી સહિત ઋષિદત્તા કેવલી ભરતક્ષેત્રમાં વિચરે છે. કેવલપર્યાય પાળીને શેષકર્મોને ખપાવીને નમિજિનના તીર્થમાં આસો સુદ પંચમીએ મુક્તિગતિ પામ્યા. (પ-પ-૧૦૦) ધર્મોપદેશ :
ઋષિદત્તાના મોક્ષગમનને સાંભળીને તમે પણ ચરણ-કરણમાં ઉદ્યત થઈ મોક્ષ પામો. (પ-૧૦૧)
શ્રેણિકરાજાએ ઋષિદત્તાનું ચરિત્ર પૂછ્યું અને જગનૂરુ શ્રીવીરે જણાવ્યું, તે મેં સંક્ષેપમાં કહ્યું. તમે પણ સાંભળીને શ્રીવીરપરમાત્માએ કહેલા વચનને પાળો, જેથી કર્મોને બાળીને શીધ્ર મોક્ષને પામો. આ કથારચનામાં મેં જે પુણ્ય પ્રાપ્ત કર્યું. તે પુણ્ય દ્વારા તમે અજરામરસ્થાનને પામો.
૧. શ્રીગુણપાલમુનિ આ કથન કહી રહ્યા છે. તેમનો સમય ૯મા-૧૦મા સૈકા વચ્ચેનો હોવાથી આ ચરિત્રની રચના તે સમયમાં થયેલ છે એમ અનુમાનથી કહી શકાય.
datta-t.pm5 2nd proof