________________
२४ નિંદે છે એવું આ સાહસ કેમ માંડ્યું છે ? જો તું મરવા ઇચ્છતો હતો તો મને આશ્રમમાંથી અહીં કેમ સાથે લાવ્યો ? મને અહીં કેમ એકલો રાખે છે અને તારે શા કારણે મરવું છે, એ તો તું મને જણાવ. ત્યારે કુમારે રુક્મિણીએ કરેલ સમગ્ર પ્રપંચની વાત જણાવી અને કહ્યું કે આજે મારે મરવું જ છે, તમે કોઈ મને અટકાવશો નહીં. ઋષિકુમારે પૂછ્યું કે મરણથી તને શો લાભ થશે ? એટલે કુમારે જવાબ આપ્યો કે, મૃત્યુ પછી હું ઋષિદત્તાની પાસે પહોંચી જઈશ.
તે વખતે ઋષિએ કુમારને અગ્નિપ્રવેશ કરતાં અટકાવ્યો અને ઋષિદત્તાને આ જ ભવમાં જીવતી દેખાડવાની વાત કરી, ત્યારે લોકસમક્ષ જેને મારવામાં આવી છે તે ઋષિદત્તા જીવતી ક્યાંથી હોય. ત્યારે કુમારે કહ્યું કે હે કુમાર ! સંશય રહિત ઋષિદત્તા જીવતી છે. ઋષિદત્તાને જીવતી દેખાડું તો તું મને શું વરદાન આપે. ત્યારે કુમારે કહ્યું કે જો તું મને ઋષિદત્તા જીવતી દેખાડે તો હું મારું જીવન પણ તને આપી દઉં, પરંતુ ઋષિદત્તા જીવે છે તે મારું ચિત્ત માનતું નથી. ત્યારે ઋષિએ કહ્યું કે હે કુમાર ! આવ, નગરીમાં પ્રવેશ કર, જેથી તને ઋષિદત્તા હું જીવતી દેખાડું, આશ્ચર્યપૂર્વક રાજકુમારે ઋષિકુમારની વાત માની અને ઋષિ સાથે પ્રજા, રાજા અને રાજકુમાર નગરમાં પાછા ફર્યા. ત્યાં મહેલમાં જઈને બધાને ઋષિકુમારે ઋષિદત્તાના જીવતા રહેવાની વાત જણાવી અને લોકોની હાજરીમાં જ ઋષિકુમારસ્વરૂપ ઋષિદત્તાએ કુમારની છરીથી પોતાની સાથળ ફાડીને વેશ પરિવર્તન કરવાની ગોળી બહાર કાઢી કે તૂર્ત જ ઋષિદત્તા સ્વાભાવિકસ્વરૂપે પ્રગટ થઈ ત્યારે દેવચરિત્ર સરખા તેના ચરિત્રને જોઈને રાજકુમારસહિત નગરીજન વિસ્મય પામ્યા. ઋષિદત્તાના રૂપને જોઈને બધાને લાગે છે કે આના વિરહમાં કુમાર અવશ થઈને જરૂર મરે જ.
ઋષિદત્તા પ્રાપ્ત થતાં કુમાર અને નગરજનો આનંદ પામ્યા. ઋષિદત્તાને શણગાર કરાવ્યો. આ બાજુ સુલતાને ગધેડા ઉપર બેસાડી નગરની વ્હાર કાઢી મૂકી અને રુક્મિણીને પીયર (પિતાને ઘરે) જતાં રહેવા કહ્યું. ઋષિદત્તાએ આપેલા વરદાનનું સ્મરણ કરાવીને રુક્મિણીને પ્રેમપૂર્વક રાખવા અને પોતાને જીવિતદાન આપનાર ચંડાલને અભય આપવા કહ્યું. કુમારે ઋષિદત્તાની બન્ને વાત માન્ય રાખી. સુંદરપાણિએ બધાનો સત્કાર કર્યો (૪-૧૭/૯૬) [૧૮-૨] ઋષિદત્તા અને રુક્મિણી સાથે કુમારનું સ્વનગરમાં આગમન, હેમરથરાજાને વૈરાગ્ય થવાથી પ્રવ્રજ્યાસ્વીકાર :
ત્યારપછી શુભદિવસે બન્ને પત્નીઓ સહિત કુમારે પોતાના સૈન્ય સાથે રથમર્દનનગર તરફ પ્રયાણ કર્યું. અનવરત પ્રયાણથી રથમદેનનગરમાં આવ્યા અને મહોત્સવપૂર્વક નગરપ્રવેશ કર્યો. ઋષિદત્તા અને રુકિમણીએ સાસુ-સસરાને નમન કર્યા. રાજાએ ઋષિદત્તાની ક્ષમા માંગી. ચંડાલોને પ્રીતિદાન આપ્યું. પાખંડીઓ-પાપીઓનો દેશનિકાલ
datta-t.pm5 2nd proof