________________
२५ કર્યો. આમ ઘણો સમય પસાર થતાં ભદ્રયશનામના આચાર્યભગવંત નગરમાં કુસુમવન ઉદ્યાનમાં પધાર્યા. રાજા સપરિવાર જઈને વંદન કરે છે. ગુરુ ધર્મલાભપૂર્વક ઉપદેશ આપે છે. રાજા પ્રતિબોધ પામીને કુમારને રાજય સોંપી દીક્ષા લઈને ગુરુ સાથે વિહાર કરે છે. (૪-૯૭/૧૧૦) [૧૮-૩] મેઘછંદને જોઈને કનકરથ અને ઋષિદત્તાને વૈરાગ્ય, ભદ્રયશસૂરિનું આગમન અને ગુરુની દેશના :
હવે રાજા કનકરથ નીતિપૂર્વક રાજ્યનું પાલન કરે છે. સીમાડાના રાજાઓ તેની આજ્ઞા સ્વીકારે છે. ઋષિદત્તાને સિંહરથ નામનો પુત્ર થાય છે. ક્રમથી તે યૌવનવય પામ્યો. તેણે ધનુર્વેદ વગેરે સર્વ કળાઓ ગ્રહણ કરી અને રાજાને અત્યંત વ્હાલો થયો.
એક વાર મહેલની અટારીએ બેઠેલ કનકરથરાજા અને ઋષિદત્તા વાદળાની ક્ષણભંગુર એકઠા થવાની અને વિખરાઈ જવાની “રમત’ જોઈ વૈરાગ્ય પામે છે. ઋષિદત્તાની સાથે વૈરાગ્યભાવની કથા કરતાં રાજાએ રાત્રિ પસાર કરી. સવારે ભદ્રવનમાં ગુરુ ભદ્રયશનામના આચાર્યભગવંત પધારે છે. નગરજનો અને પરિવાર સાથે રાજા કનકરથ ગુરુવંદન માટે તે ઉદ્યાનમાં જાય છે, ગુરુને વંદન કરે છે, ગુરુ ધર્મલાભપૂર્વક ધર્મદેશના આપે છે. અંતે રાજાએ પૃચ્છા કરતાં ચારગતિના કારણો અને દુષ્કર્મના વિપાકો જણાવે છે. મનુષ્યભવ સર્વભવોમાં શ્રેષ્ઠ છે તથા સર્વધર્મશિરોમણિ જિનધર્મ પાપનો પ્રતિપક્ષ છે એ વાત ઘણી ઉપમાઓથી દર્શાવે છે. જિનધર્મની આરાધનાથી સંગતિ-દેવગતિની પ્રાપ્તિ થાય છે અને સર્વકર્મો ખપાવીને જીવ શિવગતિ પામે છે. રાજાએ સમ્યક શ્રદ્ધાપૂર્વક ગુરુવચન ‘તહત્તિ કરીને કહ્યું કે હે સ્વામી ! આપ કહો છો તે યોગ્ય છે. (૪-૧૧૧/૨૬૪) ધર્મોપદેશ :
હે ભવ્યજીવો ! તમે પણ ચારગતિની વાત સાંભળી વૈરાગ્યથી ભાવિતમનવાળા બની પંચમગતિના સાધક બનો. (૪-૨૬૫)
[પંચમપર્વ 1 [૧૯] પોતાને લાગેલા “રાક્ષસી”ના કલંક વિષે ઋષિદત્તાની ગુરુને પૃચ્છા અને ગુરુએ કહેલ ઋષિદત્તાના પૂર્વભવોનું વર્ણન :
ધર્મકથા પૂરી થયા પછી ઋષિદત્તા ગુરુમહારાજને પૂછે છે કે, હે ભગવંત ! આપ જ્ઞાની છો, બધું જાણો છો તો મને “રાક્ષસી'નું આળ ક્યા કર્મના ઉદયે આવ્યું તે જણાવો.
ગુરુભગવંત ઋષિદત્તાના પૂર્વભવો કહે છે : ગયા ભવમાં તું ગંગપુરનગરમાં ગંગદત્ત રાજાની ગંગાનામની પુત્રી હતી. ચંદ્રયશાનામના સાધ્વીજીનાં સંપર્કથી જિનધર્મવાસિત બની
datta-t.pm5 2nd proof