________________
२३
[ચતુર્થપર્વ [૧૮] રુક્મિણી અને કનકરથકુમારના લગ્ન:
હવે કુમાર કાવેરી નગર તરફ નીકળે છે ઋષિકુમારને પોતાના વાહનમાં બેસાડે છે. રસ્તામાં શયન, આસન, વસ્ત્ર વગેરેનું ધ્યાન રાખે છે. સતત મુસાફરી કરતો કુમાર કાવેરી નગરી પહોંચે છે. ત્યાં સુંદરપાણિરાજા કુમારનો નગરપ્રવેશોત્સવ કરે છે. શ્રેષ્ઠ મહેલમાં ઉતારો આપે છે. પેલી સુલસા પારિવારિકા રુક્મિણી પાસે જઈને શરૂથી અંત સુધીની વાત જણાવે છે. રુક્મિણી તેને ખુશ કરે છે.
હવે શુભ દિવસે રુક્મિણી અને કનકરથના લગ્ન લેવાયા, ઉત્સવ થયો, દાનપ્રીતિદાનપૂર્વક કન્યાદાન આપ્યું. સાંજ પડતાં રાજકુમારે ઋષિકુમારને પોતાની સાથે એક જ ઘરમાં સૂઈ જવા કહ્યું. ઋષિએ કહ્યું કે બ્રહ્મચારી એવા મારે તે યોગ્ય નથી. ત્યારે કુમારે જણાવ્યું કે “તો મારે પત્નીની જરૂરીયાત નથી” જો તમે અહીં સૂઈ જશો નહીં તો હું પણ અહીં સૂઈ જઈશ નહીં. (૪-૧(૧૬) [૧૮-૧] રુક્મિણીના કથનથી ઋષિદત્તાનું કલંક દૂર થયું -
કુમારનાં અતિ આગ્રહથી ઋષિદત્તાકુમારે (ઋષિ બનેલી ઋષિદત્તાએ) વાત સ્વીકારી. ત્યાં વાસગૃહમાં એક ખૂણામાં પડદો બંધાવીને ઋષિકુમાર લાંબો ટાઈમ સુધી કથા કરીને સૂઈ ગયો અને રાજકુમાર પણ પત્ની સાથે સૂઈ ગયો. આમ ઘણા દિવસો પસાર થઈ ગયા. કુમાર તથા રુક્મિણી વચ્ચે સ્નેહ વધવા માંડ્યો હતો. સુલસા રુક્મિણી પાસે આવતી જતી હતી, એક દિવસ સ્નેહવાર્તામાં રુક્મિણીએ મજાક-મજાકમાં જ પોતે ઋષિદત્તાને સુલસા દ્વારા કેવી રીતે રાક્ષસી તરીકે વગોવણી કરાવી અને મૃત્યુમુખે ધકેલી દીધી એ વાત અભિમાનપૂર્વક કુમારને જણાવે છે. ત્યારે હજુ પણ કુમારના મનમંદિરમાં ઋષિદત્તા વિરાજતી હતી એટલે જયારે રુક્મિણીએ જણાવ્યું કે, મેં જ ઋષિદત્તાનું મૃત્યુ નીપજાવ્યું છે ત્યારે ઋષિકુમાર બનેલી ઋષિદત્તા રાજી થઈ કે મારો રાક્ષસી તરીકેનો અપયશ નાશ પામ્યો છે. જ્યારે કુમાર એ સાંભળી બહુ દુઃખી થયો, રડી પડ્યો અને રુક્મિણીએ મુખ ફેરવી લીધું. સવારે પોતાના સચિવો દ્વારા ચિતા રચાવી રાજા-પ્રજા વગેરેની વિનંતીને ગણકાર્યા વિના અગ્નિમાં પ્રવેશ કરવા માટે કુમાર મહેલમાંથી નીકળે છે. તે વખતે રાજા અને પ્રજા વગેરે બધાય એની પાછળ પાછળ જાય છે ત્યારે કુમારે યાદ કરીને ઋષિકુમારને બોલાવ્યો અને પોતે તેમને આગ્રહથી અહીં સાથે ખેંચી લાવ્યો તેની માફી માંગે છે અને ઋષિને તેના આશ્રમમાં પાછા જવા માટે વિનંતી કરે છે, પોતે અગ્નિમાં પ્રવેશ કરશે તેવું જણાવે છે, ત્યારે લોકો કુમારને અગ્નિપ્રવેશ કરતાં અટકાવવા માટે ઋષિને વિનંતી કરે છે. ઋષિકુમાર કનકરથને ઠપકો આપે છે કે, જ્ઞાનીપુરષો જેને
datta-t.pm5 2nd proof