________________
२२
લોભથી અને આ મુનિ અરણ્યવાસી છે એમ સમજીને સુલસાએ રુક્મિણી સાથેના સંબંધથી માંડીને ઋષિદત્તા ચંડાલોને સોંપવામાં આવી ત્યાં સુધીનો વૃત્તાંત પોતાની બડાઈ હાંકવા માટે જણાવ્યો એટલે ઋષિકુમાર બનેલી ઋષિદત્તાને સાચી હકીકતની ખબર પડી અને કહ્યું કે સાવદ્યવિદ્યા ગ્રહણ કરવાથી અમને પ્રાયશ્ચિત્ત આવે માટે તારી વિદ્યાની મારે જરૂર નથી. તે આર્યા ! તું જા, અને એ સમયે સૂર્યાસ્ત થયો. કુમાર ઋષિ પાસે આવે છે, ઋષિ ધ્યાનમાં બેઠા છે, ધ્યાન પૂરું કરી ઋષિ કુમારની સાથે સૈન્યમાં આવે છે. કુમાર ઋષિનો સત્કાર કરે છે, એક આસન ઉપર બેસી બંને વાતચીત કરે છે ત્યારે ઋષિ કુમારને પૂછે છે કુમાર ! તું મારી ઉપર આટલો સ્નેહ કેમ રાખે છે ? ત્યારે કુમાર ઋષિને કહ્યું કે તમે મને ઋષિદત્તા જેવા જ દેખાવ છો, તેથી તમને જોઈને મને તમારી ઉપર સ્નેહ થયો છે, ત્યારે ઋષિ પૂછયું કે તે ઋષિદત્તા કોણ છે ? ઋષિના પૂછવાથી કુમારે આદિથી લઈને સમગ્ર વાત જણાવી અને કહ્યું કે, ઋષિદત્તાના વિરહથી સંતપ્ત મારું મન ક્યાંય રાજી થતું નથી, પરંતુ પિતાના આગ્રહથી જ હું લગ્ન કરવા નીકળ્યો છું.
હવે કુમારની પરીક્ષા માટે ઋષિએ કહ્યું કે, કુમાર સંતાપ છોડ, જેને કાળે કોળીયો કર્યો છે એનું નામ શું કામ લે છે, બીજી ઘણી હૃદયઇચ્છિત કન્યાઓ છે તેને પરણ. આમ વાતચીત કરતા હતા ત્યાં સવાર પડી ગઈ. પ્રધાનમંત્રી કુમારના આવાસમાં આવીને પ્રયાણની વેળા જણાવે છે, ત્યારે કુમારે ઋષિને પણ કાવેરીનગરી સાથે આવવા માટે વિનંતી કરી, ઋષિએ ના પાડી કે મારે એક હળપ્રમાણ ભૂમિ પણ ઓળંગી શકાય તેમ નથી. કુમારે અતિ આગ્રહ કર્યો કે, મારા સ્નેહ ખાતર ઓળંગો. તો પણ ઋષિએ કહ્યું કે મારે ક્યાંય જવાનું પ્રયોજન નથી. હે વત્સ ! હું સાથે આવું તે યોગ્ય નથી. કારણ કે તું રાજપુત્ર છે, હું વનતાપસ છું, બહુ આગ્રહ ન કર, તું જા, ત્યારે કુમારે કહ્યું કે, હું પણ નહિ જઉં, મારે લગ્ન કરવા નથી. ભલે તારે લગ્ન કરવા ન હોય તો ન કર, હું નહિ આવું. આમ ઋષિએ કહ્યું ત્યારે મંત્રીઓએ તેમને વિનંતી કરી કે, હે સ્વામી ! પહેલાં પણ કુમારને લગ્નમાં વિઘ્ન થયું હતું અને અત્યારે તમારા નિમિત્તે લગ્નમાં વિઘ્ન ન થાય માટે મહેરબાની કરીને અમારી ઉપર દયા કરીને આપ સાથે પધારો, આમ કહેતાં કુમાર અને મંત્રીઓ ઋષિના પગે પડ્યાં અને મહામુસીબતે ઋષિને વાત સ્વીકાર કરવી પડી. એક શરત રાખી કે અત્યારે તો સાથે આવું છું પરંતુ પાછા ફર્યા પછી કુમાર વિશ્ન ન કરે, ત્યારે બધાએ વાત સ્વીકારી. (૩-૧૧૩/૨૩૮) ધર્મોપદેશ :| ઋષિદત્તાની આ શીલરક્ષણની મથામણ સાંભળીને તમે શીલરક્ષામાં તત્પર બનો અને ધર્મમાં નિરત બનો. (૩-૨૩૯)
datta-t.pm5 2nd proof